- તો ગાંધીધામમાં પણ નળથી જળનું ૩૩ કરોડનું મોટું કૌભાંડ ઝડપાય
કમિશ્નર શ્રી ગુરવાણી કરાવે જાત તપાસ
મહીસાગારમાં મંત્રી પુત્રોના કરોડોના નળ સે જળ કૌભાંડમાં થઈ રહેલા નવા નવા ખુલાસાઓ વખતે સુચક ઈશારો : જે રીતે મહીસાગરમાં જયા પાઈપલાઈનો જ નથી નંખાઈ ત્યાં લાખોના બીલો પર સહી સિક્કા થયાનુ ખુલ્યું છે ત્યારે ગાંધીધામ સકુલમાં પણ મુખ્ય વાલ્વના જોડાણો જ નથી અપાયા તો નળ સે જળ આવે કયાંથી? અને તેવા કામો પેટે નગરપાલીકા સમયકાળમાં બીલો ચુકવાઈ ગયા, આવા કામો પેટેના બીલોના એનઓસી કોણે આપ્યા? કામની ચકાસણીઓ કોણે કરી? શ્રી ગુરવાણી આ બધી ફાઈલો પરથી ધુળ ઉલેચશે તો મોટુ ભોપાળુ બહાર આવશે
ગાંધીધામ : કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર દ્દવારા નળ સે જળ યોજના અમલી બનાવી અને ઘરોઘર પાણી ઉપલબ્ધ કરાવવા ભગીરથ પ્રયાસો આદર્યા હતા. પરંતુ આ જ સરકારીતંત્રોના આળતીયા મળતીયાઓ દ્વારા આવી સારી યોજનાઓમાં પણ બેફામ ભ્રષ્ટાચાર આચરી અને તેના સબોટેજ-હેતુઓજ ભાંગી નાખતા હોય તેવી ઘટના ગુજરાતમાં પાછલા થોડા સમયથી મહીસાગર નળ સે જળ યોજના કૌભાંડની ખુબ ગાજી રહી છે. અને તેની તપાસ કરનારી એજન્સી સીઆઈડી પણ આ પ્રકરણમાં નીતનવા ખુલાસાઓ પણ કરી જ રહી છે.
ત્યારે જાણકારો કહે છે કે, જો આ બાબતે પૂર્વ કચ્છના ઔદ્યોગકી પાટનગર ગાંધીધામ શહેરમાં પણ વર્તમાન કાર્યદક્ષ અને તટસ્થ તથા પ્રમાણિક કમીશ્નરશ્રી મનીષ ગુરવાણી તપાસ કરાવશે, કે ગાંધીધામમાં ૩૩ કરોડની આ કામ પેટેની જે ગ્રાન્ટ આવી, તેના થયેલા કામો, તેના થયેલા ચુકવાણાઓનુ જો ફેરતપાસ ક્રોસ વેરીફીકેશન થશે તો અહી થયેલા કરોડોના નળ સે જળ યોજનાના કૌભાંડનો મોટો ખુલાસો થવા પામી શકે તેમ મનાય છે.ુ
વા સહેજ વિગતે કરીએ તો મહીસાગરના ૧ર૩ કરોડના નલ સે જલ કૌભાંડમાં સીઆઈડીએ નવો વળાંક લાવી દીધો છે અને ર૦૦ જેટલા તલાટીઓ અને સરપંચને રડારમાં લઈ લીધા છે. આ તપાસમાં ઘણા ખુલાસાઓ થયા છે તેમાં એક એવો ખુલાસો પ થયો છે કે,જયા પાઈપલાઈન નંખાઈ હોય તેનો કોઈ જ રેકોર્ડ નથી મળ્યો છતા પણ લાખોના બીલો અહી પાસ કરી દેવામાં આવ્યા છે. તો વળી કેટલાક કામોમાં જવાબદારોએ સહી સીક્કા કરી અને ખાતરી આપી દીધી છે કે કામો પુરા થઈ ગયા છે પણ વાસ્તવીકતામાં ત્યા ખાડો પણ ખોદાયેલો જોવા મળી આવ્યો નથી. બસ આ જ સ્થિતી ગાંધીધામ સંકુલમાં પણ થવા પામી હોવાનુ કહેવાય છે. નલ સે જળ યોજનામાં ગાંધીધામમાં પણ કરોડોનું કામ થયુ તો છે પરંતુ મોટાભાગનું માત્ર કાગળ પર જ રહી ગયુ છે. જો કમિશ્નરશ્રી આ થયેલા કામોની સ્થળ નીરીક્ષણ સરપ્રાઇજ ટીમો પાસેથી કરાવશે તો ખુલાસો થશે કે, ઘરના જોડાતોને મુખ્ય વાલ્વ હોય તેના સાથે જ કનેકશન નથી અપાયેલા, તે જ અધુરા છોડી દેવામા આવ્યા છે? અને આવા થયેલા કામોની ખાતરીઓ અપાઈ ગઈ, કામ પુરા થઈ ગયાનુ જણાવી એનઆસી મળી ગયા એટલુ માત્ર જ નહી તેના આધારે લાખો-કરોડોના બીલો પણ ચુકવાઈ ગયા હોવાનુ કહેવાય છે. એટલે વર્તમાન કમિશ્નરશ્રીએ આ દસ્તાવેજી આધારો હાથમાં લેવા જોઈએ અને આ પ્રકારના લાલીયાવાડી સાથે થયેલા કરોડોના કામોનુ ઈન્સપેકશન કોણે કર્યુ? એનઓસી કોણે આપી? એનઓસીમાં શું જોયુ? શેની અવેજીમાં એનઓસી અપાઈ ગઈ? આ બધી જ તપાસણી કરશે તો આખુ આયોજનબદ્ધ નેટવર્ક અહી પણ વિકસી ગયેલુ અને સરકારી ગ્રાન્ટનો ગેરઉપયોગ થયાનુ સામે આવવા પામશે. સરકારની ઈચ્છા શકિત, ગ્રાન્ટની પણ ફાળવણી ઉપરાંત પણ શહેર-સંકુલનો વર્ગ પાણીથી વંચિત કયા કારણોસર રહ્યો છે તેનો પણ મોટો ખુલાસો થવા પામી શકે તેમ મનાય છે.વર્તમાન કમિશ્નરશ્રીમાં કોઠાસુઝ રહેલી છે અને સંકુલનો ભોગ્રગસ્ત વર્ગ તેઓ તરફે આ પ્રકરણની ફાઈલો પરથી ધુળ ઉલેચાય અને કડક તટસ્થ તપાસ થાય તે બાબતે આશભર્યા મીટ માંડીને બેઠો હોવાનો વર્તારો જોવાઈ રહ્યો છે.

Comments