ગાંધીધામમાં ટાઈગરનો ભંગારનો વાડો-ખાંડ-સોયા ચોરી બેફામ : વેરશીના છકડામાં બેરોકટોક હેરફેર..!
પોલીસની આંખે અંધાપો કે આંખમિચામણાં ?
તાજેતરમાં જ બી ડીવિઝને ટાઈગરના અડ્ડામાથી આધારપુરાવા વિનાનો ખાંડનો લાખોનો જથ્થો પકડયો હતો, આ શખ્સનુ પણ ચોપડે નામ ચડાવાયુ હતુ પરંતુ ગણતરીના કલાકોમાં તો ટાઈગરના થઈ ગયા જામીન, ફરીથી ચોરાઉ ચીજવસ્તુઓની તસ્કરી કરી અને હેરફેર કરવાના નેટવર્કને ટાઈગરે કરી દીધો શરૂ
ખાટલે મોટી ખોટ : આ ટાઈગરને ઝડપી અને તેની સામે ૪૧-વનડીના બદલે આયોજનબદ્ધ ચોરી-તસ્કરીની આઈપીસીની કલમ ૩૭૯ લગાડો જેમાં બે વર્ષની સજા અને તગડા દંડ સહિતની જોગવાઈઓ રહેલી છે, નહી તો ટાઈગરના ચોરાઉ ચીજવસ્તુઓની હેરફેરના દુષણ-અડ્ડાને અટકાવવો મુશકેલ છે : કારણ કે, ખાખીના અમુક બની બેઠલા વહીવટદારોની ભાગબટાઈ અને ૪ હાથથી જ ટાઈગર ગયો છે ફાટીને ફુલેકે, તેને દબોચી, કડક કલમો લગાડી, હદપાર-તડીપાર કરાશે તો અને તો જ સંકુલમાં આ પ્રકારના બેનામી ધંધાઓ અટકશે
ગત મોડી રાતે પણ આ ટાઈગરના વાડામાંથી ખાંડનો તગડો જથ્થો ભરીને હેરફેર કરાયાની છે ચર્ચા
ગાંધીધામ : પૂર્વ કચ્છમાં એકતરફ દેશના મહાબંદરોને દુનીયાના પ્રથમ નંબરના પોર્ટ બનાવવાના પ્રયાસો થવા પામી રહ્યા છે, કાર્ગોને મહત્તમ ગતિ આપવાની દીશામાં ટીમરૂપ પ્રયાસો થાય છે અને તેમા પરીણામો પણ દેખાવવા પામી રહ્યા છે ત્યારે બીજીતરફ આ જ કંડલા બંદરમાં આયાત-નિકાસ માટે આવતી ખાંડ-સોયા-ઘંઉ સહિતની ચીજવસ્તુઓની આયોજનબદ્ધ રીત ચોરીઓ કરી અને તેની ગેરકાયદેસર બેફામ હેરફેર કરનારા તત્વોની ટોળકી પણ બેફામ બની જવા પામી છે. આવી ચોરીઓ વિવિધ ચીજવસ્તુઓમાં થતી હોવાથી વેપારીઓમાં પણ વિના વાંકના ગજગ્રાહો ઉભા થવા પામી રહ્યા છે અને તેનાથી કયાંક ને કયાંક વેપારીઓ મોઢા પણ અહીથી ફેરવી લેવાની સ્થિતીમાં આવી રહ્યા છે. વિવિધ વસ્તુઓની ચોરીઓ-તસ્કરી કરનારાઓ પૈકીનો એક એવો બની બેઠલો ટાઈગર પણ સમયાંતરે આવા ઘટનાક્રમોને લઈને ચર્ચામાં આવતો રહે છે. તાજેતરમા જ હજુ તો આ ટાઈગરના આવા અડ્ડા પર પોલીસ ત્રાટકી અને આધાર પુરાવા વિનાની ખાંડનો તગડો જથ્થો પકડયો હતો તેની સ્યાહી પણ સુકાઈ નથી ત્યા ફરીથી આ ટાઈગરના ભંગારના વાડામાથી કે તેના ઘર પાસેથી આવા જ એક છકડાને ભરી અને ચોરાઉ માલની હેરફેર કરાઈ હોવાની વાત સામે આવી રહી છે. કહેવાય છે કે, જયારે આ ટાઈગરની સામે પોલીસ ચોપડે
કેસ નોધાયો ત્યારે પણ ગણતરીનાકલાકોમાં જ તેના જામીન મંજુર કરી દેવામા આવ્યા હતા એટલે કયાંક ને કયાંક ખાખીના અમુક બની
બેઠેલા વહીવટદારોની મીલીભગત કે પછી છત્રછાયો થકી જ આ ટાઈગર ફાટીને ધુમાડે ગયેલો છે. જયાં સુધી આ ટાઈગરના ભંગારના વાડા પર ખાંડ-ચોખા-ઘંઉ, ભંગાર સહિતની ચીજવસ્તુઓ પકડાય ત્યારે માત્ર ૪૧ વન ડી કે નાની સુની કલમો કરવાના બદલે આઈપીસીની કલમ ૩૭૯, ૪૧૬ જેવી તગડી કલમો લગાડવામા નહી આવે ત્યા સુધી આવ ભાઈ હરખા આપણે બેઉ સરખાના તાલે
ખાખીના અમુક ભ્રષ્ટ તત્વો અને આ બની બેઠલા ટાઈગરના આવા ચોરાઉ જથ્થાના નેટવર્કને ડામવુ કપરૂ જ બની
રહેશે.
................................

Comments