Trending News
સ્થાનિક સમાચાર

ભારતના ગૃહમંત્રી અમિત શાહની મુલાકાતને લઈને "નો પાર્કિંગ ઝોન"નું જાહેરનામું જારી કરાયું 

20 November



ભુજ - કચ્છઉદય : શહેરમાં તા.૨૦/૧૧ થી તા.૨૧/૧૧ દરમિયાન ભારતના કેન્દ્રિય ગૃહમંત્રી કચ્છ જિલ્લાની મુલાકાતે પધારનારા છે. મહાનુભાવની મુલાકાત કાર્યક્રમ દરમિયાન ભુજ શહેરમાં ટ્રાફિક,  કાયદો અને વ્યવસ્થાની જાળવણી થઈ શકે તે હેતુથી "નો પાર્કિંગ ઝોન" અંગેનું જાહેરનામું કચ્છ જિલ્લા મેજિસ્ટ્રેટ આનંદ પટેલ દ્વારા બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામાના હુકમ મુજબ એરફોર્સ ગેટ નં.૧થી ૩૬ ક્વાટર્સ ચાર રસ્તાથી ખારી નદી ચાર રસ્તાથી કોડકી ચાર રસ્તાથી પ્રિન્સ રેસીડેન્સી ત્રણ રસ્તાથી રિલાયન્સ સર્કલથી - મુન્દ્રા રોડથી બીએસએફ ગેટ નં.૧થી ૩ ચંગલેશ્વર મંદિર સુધીના બંન્ને બાજુના માર્ગ કોઈપણ પ્રકારના વાહનો પાર્ક કરી શકાશે નહીં. તા.૨૦/૧૧ના ૧૪ કલાકથી તા.૨૧/૧૧ના  ૧૬ઃ૦૦ કલાક સુધી સમગ્ર રૂટ ઉપર માર્ગની બંન્ને બાજુ "નો-પાર્કિંગ ઝોન" રહેશે. 
--------

Comments

COMMENT / REPLY FROM