Trending News
સ્થાનિક સમાચાર

ચાઈનીઝ તુક્કલ - લેન્ટર્ન તથા ચાઈનીઝ માંઝા, દોરીના ઉત્પાદન, વેચાણ, સંગ્રહ કરવા પર પ્રતિબંધ

20 November



ભુજ - કચ્છઉદય : કચ્છ-ભુજ જિલ્લા મેજિસ્ટ્રેટ આનંદ પટેલે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ અન્વયે કચ્છ જિલ્લાની હદમાં ચાઈનીઝ તુક્કલ - લેન્ટર્ન તથા ચાઈનીઝ માંજા, નિયત કરતા વધારે ગ્લાસ કોટેડ દોરી થ્રેડ, સિન્થેટીક કોટીંગ સાથેની પ્લાસ્ટિક દોરી, નાયલોન થ્રેડ દોરીના ઉત્પાદન, વેચાણ, સંગ્રહ કરવા પર પ્રતિબંધ ફરમાવેલ છે. પતંગ ઉડાડવા - ચગાવવાના હેતુથી ચોખાના લોટ, મેંદો, છોડ આધારીત ગુંદર અને અન્ય સમાન કુદરતી ઘટકો જેવા કુદરતી એડહેસિવની મદદથી કાચના પાવડરનું કોટિંગ કરેલ ઓછી તિક્ષ્ણ-શક્તિ ધરાવતો કોટનનો માંજો, જે સંપૂર્ણપણે તૂટી શકે તેવો હોય અને પરંપરાગત પ્રક્રિયા દ્વારા બનાવવામાં આવેલ હોય તથા તેમાં તમામ ઘટકો બાયો-ડિગ્રેડેબલ પદાર્થો હોવા જોઈએ તથા કોટનના દોરા પર કોટિંગ માટેનો કાચનો પાવડર ૧૦% થી વધુ ન હોવો જોઈએ. જ્યારે ઉકાળેલા ચોખાનો સ્ટાર્ચ ૩૦%, મેંદો ૩૬%, કુદરતી ગુંદર અને રંગ ૨૪% કોટેડ સામગ્રીનો હોઈ શકે તથા કાચનો પાવડર, જે કોટિંગ પદાર્થનો ૧૦% હોઈ શકે છે, પરંતુ, તે કોટનના માજાના કુલ વજનના ૦.૫% થી વધુ ન હોવું જોઈએ તેવો કોટનનો માંઝો - દોરી વાપરી શકાશે. આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ મુજબ શિક્ષાને પાત્ર થશે. આ જાહેરનામું તા.૧૬/૦૧/૨૦૨૬ સુધી અમલમાં રહેશે.
------------

Comments

COMMENT / REPLY FROM