ભુજ આરટીઓ કચેરીમાં ટેસ્ટ ટ્રેકનું મેઈન્ટેનન્સ થશે
ર૧ અને ર૪ થી ર૬ નવેમ્બર સુધી ટેસ્ટ લેવાની કામગીરી રહેશે બંધ
ભુજ - કચ્છઉદય : પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની કચેરી, કચ્છ-ભુજની યાદીમાં જણાવ્યા અનુસાર અત્રેની કેચરીના ઓટોમેટેડ ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેક પર ઈલેક્ટ્રીક મેઈન્ટેનન્સ અને કેમેરાના પોલ ઈન્સ્ટોલેશનની કામગીરી કરવાની હોવાથી તા.ર૧-૧૧, તા.ર૪-૧૧ થી ર૬-૧૧ સુધી ડ્રાઈવિંગ ટેસ્ટ લેવાની કામગીરી બંધ રહેશે. તા.ર૭-૧૧થી રાબેતા મુજબ ટેસ્ટ લેવાની કામગીરી ચાલુ કરવામાં આવશે, જેની કચ્છ જિલ્લાની મોનિટરીંગ પબ્લિક નોંધ લેવા જણાવાયું છે.
----

Comments