Trending News
સ્થાનિક સમાચાર

માંડવીના ધારાસભ્ય સામે જાહેરમાં ખેડૂતોનો વિરોધ

20 November



લુણી-બુઢારમોરા રીસર્ફેશીગ તથા અન્ય વિકાસકામોના કાર્યક્રમમાં ધારાસભ્ય સામે ભોગગ્રસ્ત ખેડુતોએ જાહેરમાં કર્યા હલ્લાબોલ : વાંઢિયામાં ખેડૂતો પર થયેલા દમન મુદ્દે કિસાન સંઘનો કડક વિરોધ

મુન્દ્રાના લુણી ગામે રસ્તાના ખાતમુહૂર્ત કાર્યક્રમ દરમિયાન ધારાસભ્યના ભાષણ વચ્ચે જ કિસાન સંઘના કાર્યકરોના સીધા સવાલોનો ચલાવ્યો મારો : ખેડૂતોમાં ભારે અસંતોષ, નિષ્પક્ષ તપાસની માંગ


ગાંધીધામ : તાજેતરમાં જ મુંદરાના લુણીમાં વિકાસકામોની ગ્રાન્ટ ફાળવણી તથા ખાતમુર્હતનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં 
જાગૃત લોકો, અમુક ખેડુતોએ ધારાસભ્યશ્રીના ચાલુ ભાષણે વિરોધ કર્યો હતો અને ખેડુતો પર થતી દમનકારી નીતી મામલે ન્યાયની માંગ કરી હતી. 
આ કાર્યક્રમ શાંતીપૂર્વક ચાલી રહ્યો હતો તે દરમ્યાન જ ખુલ્લા કાર્યક્રમમાં ભોગગ્રસ્ત યુવાનોએ પોતાની હૈયાવરાળ ઠાલવી અને વિવિધ આક્રોશ વ્યકત કરતા સવાલો ધારાસભ્યશ્રીને પુછયા હતા. એકાએક જ આવા પ્રશ્નો ખેડુત આગેાવનો દ્વારા કરવામા આવતા એકચોટ ધારાસભ્યશ્રી મુંજાઈ ગયા હતા અને તેઓએ રજુઆત કર્તાઓને મુંદરા કાર્યાલય ખાતે આવવા જણાવ્યુ હતુ. ખેડુતોએ અહી રજુઆત કરતા કહ્યુ હતુ કે, સરકારી તત્ર ખેડુતો પર બળપ્રયોગ કરે છે, અને પરીવારના બહેનોને પણ ધક્કે ચડાવતા અટકાતા નથી. ખેડુતોએ જણાવ્યુહતુ કે, વાઢીયામાં ખેડુતો પર થઈ રહેલ સરકારી દમન અને અત્યારચાર કોઈ પણ રીતે ચલાવી લેવા નહી. ખેડુતોએ કહ્યુ હતુ કે, આ વીષય પર અમારા ખેડુતો ધારાસભ્યશ્રી જયા પણ જશે ત્યાં કાર્યક્રમમાં અવાજ ઉઠાવી અને ન્યાયની માંગ સાથે વિરોધ કરતા જ રહેશે.આ મામલે મળેલી વિગતો અનુસાર માંડવીના ધારાસભ્ય શ્રી અનિરુદ્ધ દવે સામે આજે જાહેરમાં વિરોધ નોંધાયો હતો. વાંઢિયા વિસ્તારમાં ખેડૂતો પર થયેલી દમનકારી ઘટનાને લઈને કિસાન સંઘે કડક અસંતોષ વ્યક્ત કર્યો હતો.મુન્દ્રા તાલુકાના લુણી ગામે યોજાયેલા રસ્તાના ખાતમુહૂર્તના જાહેર કાર્યક્રમ દરમિયાન આ ઘટના બની હતી. કાર્યક્રમમાં 
ઉપસ્થિત ધારાસભ્ય શ્રી અનિરુદ્ધ દવે ભાષણ આપી રહ્યા હતા ત્યારે કિસાન સંઘના કાર્યકરોએ ખેડૂતો સાથે થયેલા અન્યાય અંગે સીધા સવાલો ઉઠાવ્યા હતા.કિસાન સંઘના પ્રતિનિધિઓએ વાંઢિયામાં ખેડૂતો સાથે થયેલા વર્તનની નિંદા કરી અને ઘટનાની 
નિષ્પક્ષ તપાસ સાથે જવાબદાર પર કડક કાર્યવાહી કરવાની માંગણી કરી. ઘટનાઓને લઈને ગ્રામજનો અને ખેડૂતોમાં અસંતોષનું માહોલ જોવા મળ્યો હતો. કાર્યક્રમ સ્થળે થોડા સમય માટે તંગદિલી સર્જાઈ હતી, તેમ છતાં પરિસ્થિતિ બાદમાં નિયંત્રણમાં આવી ગઈ હતી. 

Comments

COMMENT / REPLY FROM