Trending News
સ્થાનિક સમાચાર

કિડાણામાં બિલ્ડર્સનો અધમ : મકાન બૂક કરાવનારના કપડા ઉતરાવી મરચું ભભરાવાયું 

20 November



પટ્ટા વડે મુઢમાર મારી જાનથી મારી નાખવાની ધમકી અપાઈ 

ગાંધીધામ - કચ્છ ઉદય : તાલુકાના કિડાણા ગામે મકાન બૂક કરવાનાર આધેડને માર મારવામાં આવતા ફરિયાદ દાખલ કરવામાં આવી છે. 
આ બાબતે બી-ડિવિઝન પોલીસના જણાવ્યા પ્રમાણે ફરિયાદી ભરતભાઈ પરમારે જણાવ્યું કે, તેઓએ સ્વસ્તિક હોમ સોસાયટીમાં મકાન બૂક કરાવ્યું હતું. બિલ્ડર નિલેશભાઈ ચૌહાણે ફરિયાદીને મકાનનો કબજો સમયસર આપ્યો ન હતો. જેથી ફરિયાદીએ બિલ્ડરની ઓફિસે જઈ આ બાબતે રજૂઆત કરતા તેણે ધમકી આપી કે આજ પછી તારે મારી ઓફિસમાં કે સોસાયટીમાં આવવાનું નહીં. જો આવીશ તો હાથ-પગ ભાંગી નાખવાની ધમકી આપવામાં આવી હતી. આ બાબતે અરજી અને વીડિયો વાયરલ કરવામાં આવતા બે અજાણ્યા માણસોએ ફરિયાદીએ જ્યાં મકાન બૂક કરાવ્યું હતું ત્યાં જઈને કહ્યું કે, તું મારા શેઠ નિલેશભાઈની છાપ કેમ ખરાબ કરે છે તેમ કહી કપડા ઉતરાવી આંખો પર, શરીરે અને ગુપ્ત ભાગે મરચા ચોપડી ફરિયાદીને હાથ અને પટ્ટા વડે મુઢ માર મારી જાતિ અપમાનિત શબ્દો કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી ગાંધીધામ બી-ડિવિઝન પોલીસમાં વિવિધ ગંભીર કલમો તળે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. 

Comments

COMMENT / REPLY FROM