દહીંસરા અને નારાણપરમાંથી પ.૬૩ લાખનો દારૂ પકડાયો
ભુજ - કચ્છ ઉદય : તાલુકાના દહીંસરા અને નારાણપરમાંથી માનકૂવા પોલીસે દારૂ ઝડપી પાડ્યો હતો. કુલ પ.૬૩ લાખના શરાબ સાથે ૧૧.૧૩ લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.
માનકૂવાના ઈન્ચાર્જ પીઆઈ પી.પી. ગોહિલના માર્ગદર્શનમાં સ્ટાફ દ્વારા બાતમીના આધારે દહીંસરા ગામે દરોડો પાડી અલગ અલગ બ્રાન્ડની દારૂની નાની-મોટી ૭૮ર બોટલ અને બિયરના ૧ર૦ ટીન મળી ૪,પ૮,૩૭૧ નો દારૂ ઝડપી લેવામાં આવ્યો હતો. આ સાથે ગાડી કબજે કરવામાં આવી હતી. દહીંસરાના કેરા રોડ પર આવેલા મહેશ્વરીવાસમાં રહેતા પ્રવીણ વેરશી સીજુ અને કલ્પેશ વેરશી સીજુ હાજર મળી આવ્યા ન હતા. બીજી કાર્યવાહી નારાણપર ગામે કરવામાં આવી હતી. જેમાં ગાડી નં.જીજે૦૧ - ઈટી - ૦૪૩૧ માંથી દારૂ અને બીયરના ટીન મળી કુલ ૧,૦૪,૮૦૬ નો પ્રોહિબિશન મુદ્દામાલ મળી આવ્યો હતો. બન્ને કાર્યવાહીમાં વાહનો સહિત ૧૧.૧૩ લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. રેડ દરમિયાન એક પણ આરોપી હાજર મળી આવ્યા ન હતા. માનકૂવા પોલીસે ગુનો દાખલ કર્યો છે.

Comments