-તો મુંદરા ચાઈનિઝ ફટાકડા કાંડમાં ગાંધીધામની પરાગ ટોળકીના મોટા નેટવર્કનો થાય ખુલાસો
દિલ્હી DRI ત્રિનેત્ર ખોલી તપાસમાં ઉંડી ઉતરેેે
પેશોની મંજુરી ફરજીયાત હોવાનું જાણવા હોવા છતા સ્મગલીંગ કરી અને ડયુટીચોરી સાથે પાંચ કરોડના ચાઈનિઝ ફટાકડા મંગાવનાર મુંબઈમાં પેઢી દર્શાવતા મુળ નખત્રાણા વિસ્તારના અને ગાંધીધામમાં જ પડથાપાથર્યા રહેતા પરાગના કડક રીમાન્ડ મેળવો : માત્ર જયુડીશીયલ કસ્ટડીમાં મુકી રાખી, જામીન મંજુર થવા દેવાની ઈંતેજારી કરવાના બદલે કડકાઈથી પુછતાછ કરાશે તો અનેકવિધ મોટા ખુલાસા થશે
માત્ર મુંદરા જ નહી, પીપાવાવ અને મુંબઈમાં પણ અ પરાગ ટોળકીએ કરોડોના ચાઈનિજ ફટાકડા મંગાવ્યા અને અટકી ગયા હોવાની ઉઠી રહી છે ચર્ચા
સીએચએથી વાંધો પડયો, સીએચએ દ્વારા બીલ ઓફ એન્ટ્રી જ ફાઈલ ન કરાઈ અને એજન્સીએ ત્રાટકી અને અનકલેઈલમ ગુડઝ તરીકે મુદામાલને કરી લીધો છે સીઝ
ગાંધીધામ : દિલ્હીની ડાયરેકટરેટ ઓફ રેવેન્યુ ઈન્ટેલીજન્સ દ્વારા તાજેતરમા જ મુંદરા બંદરમાથી પાંચ કરોડની કીમંતના ચાઈનિજ બનાવટના પ્રતિબંધિત ૩૦ હજાર જેટલા નંગનો વિશાળ જથ્થો ઝપ્ત કર્યો હતો. આ કેસમાં એજન્સીએ એક શખ્સની મુંદરામાથી ધરપકડ પણ કરી લેવામા આવી છે જેને લઈને ધોરણસરની કાર્યવાહી ચાલી જ રહી છે ત્યારે બીજીતરફ આ કેસના જાણકારોકહી રહ્યા છે કે, જો દિલ્હી ડીઆરઆઈ આ કેસમાં તટસ્થતાપૂર્વક ઉંડી ઉતરે અને તપાસ આદરશે તો સમગ્ર પ્રકરણમાં માત્ર મુંદરા નહી પરંતુ આખેઆખીપરાગ ટોળકી ગાંધીધામમાં બેસી અને કેવા કેવા પ્રકારના આવા મિસડીકલેરશન કૌભાંડોને અંજામ આપી ચુકયા છે તેનો પણ મોટો ખુલાસો થવા પામી શકે તેમ મનાય છે.
જાણકારો કહી રહ્યા છે કે, મુંદરામાં જે ચાઈનીઝ પ્રતિબંધીત ફટકડાઓ ડીજીએફટીની ગાઈડલાઈનને નેવે મુકીને મંગાયા છે તે તો પાસેરામાં પુણી સમાન છે, એટલોન એટલા આવા પ્રતિબંધિત ફટાકડા પીપાવાવ પોર્ટ પર પણ સેમ પરાગ આણી ટોળકીએ જ મંગાવ્યા હોવાનુ અને તે પણ અટકી ગયાનુ ચર્ચાય છે. તો વળી આ બન્નેથી ડબલ રકમના ફટાકડાઓ મુંબઈ ન્હાવાસેવા પોર્ટ પર અટકેલા છે. એટલે અંદાજીત ૧પથી ર૦ કરોડના પ્રતિબંધિત ફટાકડાનો મોટો જથ્થો આ ટોળકએ મંગાવી લીધો હતો જે એજન્સીના રડારમાં આવી જવા પામ્યો હોવાનુ મનાય છે. તપાસનીશ એજન્સી ડીઆરઆઈ પરાગના કડક રીમાન્ડ મેળવે અને તેનાથી પુછતાછ કરશે તો ગાંધીધામ અને તેની આસપાસમાં તેનુ વકરેલુ આખુ નેટવર્ક ખુલવા પામી શકે છે. અગાઉ કેટલી વખત આવા ફટાકડાઓ મંગાવાઈ ગયા છે, કેવી રીતે નીકળી ગયા? કોને અપાયા છે? ખરીદનાર કોણ હતુ? પરાગની સાથે રોકાણકાર તરીકે અન્ય કયો ચહેરો રહેલો છે? પરાગ ફટાકડાઓ બંદરો પર ઉતારી અને કયા ગોડાઉનમાં રાખતો હતો? તે ગોડાઉન કોના નામે છે? અગાઉ જો આવો પ્રતિબંધિત ફટાકડાનો જથ્થો ઉતરી આવ્યો હતો તો તેમાં પરાગ ટોળકી સાથે સીએચએ સહિતની ભુમિકામાં કોણ હતુ? તેની સામે પણ પગલા લેવા ઘટે. આવા કઈક નિરૂત્તર રહેલા સવાલોનો ન માત્ર જવાબ મળશે બલ્કે એક મોટી નેકસસ માયાજાળ ફેલાયેલ છે તેનો પણ ખુલાસો થવા પામી શકે તેવી સંભાવનાઓ જાણકારો સેવી રહ્યા છે.
...................
આ તો ભલુ થજો આદિપુરના યુવાન CHA નું કે
જેણે દાણચોરી કૃત્ય કરવાની ના પાડી દીધી..!
પરાગ ટોળકીએ આદિપુરના નવાસવા યુવાનને સીએચએનું કામ આપ્યુ, આ સીએચએ પણ અન્ય કોઈનું લાયન્સ ઉપયોગ કરી ધંધો કરતો હતો, પહેલા હા પાડયા બાદના પાડી દેતા થયુ ધર્ષણ અને આખોય કાંડ દિલ્હી ડીઆરઆઈ સુધી પહોચી ગયો
ગાંધીધામ : ચાઈનિજ ફટાકડાની આયાત ભારતમાં પ્રતબંધિત છે, પેશોની મંજુરી લેવી પડે, ડીજીએફટીની ચોખ્ખી ગાઈડલાઈન છે જેને અવગણીને પણ મુંદરામાં પાંચ કરોડના ફટાકડા આયાત કરાયા અને ઝડપાઈ ગયા છે તેના મુળમાં જાણકારો કહે છે કે, આદિપુરના યુવાન સીએચએની જાગૃતીને આ પ્રકરણનો પર્દાફાશ થવો આભારી છે. કહેવાય છે કે દાણચોરોએ આ સીએચએને કામ આપ્યુ, તે યુવાન સીએચએ લાયસન્સ અન્ય કોઈનુ ઉપયોગ કરે છે, તેણે કામ કરવાની પ્રથમ હા પાડી, દસ્તાવેજો સબમીટ કરવાના આવ્યા ત્યારે લાયસન્સ ધારકે જાગૃતી દાખવી અને આ આદીપુરના યુવાનને કહ્યુ કે, આ વસ્તુ આપણાથી ન થાય, ચાઈનિઝ બેન ફટાડકાઓનુ કામ આપણે ન કરાય, જે બાદ નવ યુવાને દાણચોરોને કામ કરવાની ના પાડી દીધી હતી. પરંતુ મજાની વાત એ હતી કે આ યુવાને દાણચોરો પાસેથી આઠ-દસ લાખ રૂપીયા એડવાન્સ પેટે લઈ લીધા હતા. એટલે દાણચોરે આદિપુરના આ નવા સવા સીએચએને આપેલા આઠ દસ લાખના બદલે તેની પાસેથી પંદરથી વીસ લાખ જ પરત માંગવા તેને દબાવ્યો હતો. જેને જોતા આદિપુરના યુવાને વળતો ઘા કરવા સીધેસીધી બધી જ માહીતી કન્સાઈનમેન્ટની દિલ્હી ડીઆરઆઈ સુધી પહોચતી કરી દીધી અને પછી દરોડો પડયો જે બાદની વિગતો તો બધાયની સામે આવી જ ગઈ છે.
...................
ગાંધીધામથી લઈ અમદાવાદ સુધી ઈવેન્ટ મેનેજમેન્ટ કરનાર કયા શખ્સનું ફટાકડામાં હતુ મોટુ રોકાણ?
ગાંધીધામ : ચાઈનાથી પ્રતિબંધિત પાંચ કરોડના ફટાકડા ડીજીએફટીની નીતીનિયમોની ઐસીતૈસી કરીને મંગાવાઈ છે તેમાં મુંબઈમા કચેરી ધરાવતા પરાગ નામના શખ્સ સાણસામા આવ્યો છે. તે કેસની તપાસ ઉંડાણપૂર્વક થાય તો આ પરાગે જ બધુ રોકાણ કર્યુ હતુ કે પછી ફટાકડા જેવી વસ્તુ સૌથી વધારે જેને કામ આવી શકે છે તેવા ગાંધીધામથી લઈ અને અમદાવાદ સુધી ફેલાયેલા કેાઈ મોટા ઈવેનટ મેનેજમેન્ટ વાળાની સંડોવણી છે? જાણકારો કહે છે કે પરાગની સાથે આવા કોઈ શખ્સનુ મોટુ રોકાણ હોવાની ચર્ચા છે.
..................
માલારા મહાદેવ રોડ પર અવેલ ગોડાઉનમાં પરાગની
કોની સાથે ભાગબટાઈ? એજન્સીઓ રાખે વોચ
મુંબઈમાં પેઢીનુ નામ પુરતુ સરનામુ દેખાડીને ગાંધીધમામાંથી જ નેટવર્ક ધમધમતુ હોવાની છે ચર્ચા
ગાંધીધામ : દિલ્હી ડીઆરઆઈ દ્વારા મુંદરામાથી જે ચાઈનિજ ફટાકડાનો પાંચ કરોડનો જથ્થો પકડી પાડયો છે તેની જો વિગતવાર ઉંડી તપાસ હાથ ધરવામા આવશે તો ગળપાદર રોપર માલારા મહાદેવ પાસે આવેલા મોટા ગોડાઉન સુધી પણ કયાંક ને કયાંક તાર જોડાઈ શકે છે તેવી આશંકા દર્શાવાઈ છે. આ ગોડાઉનમાં પરાગ આણી ટોળકીની કોની સાથે ભાગબટાઈ રહેલી છે? અહી કેવા કેવા પ્રકારના કામો થાય છે? હકીકતમાં એજન્સીએ વોચ રાખવી ઘટે અને અહી પણ સરપ્રઇજ ચકાસણીઓ કરવી જોઈએ.
.................
મુંદરા ફટાકડા દાણચોરી કરનારને ફટકો : જામીન અરજી ફગાવાઈ
DRI તરફે સ્પેશ્યલ સરકારી વકીલ કે.સી.ગોસ્વામી રહ્યા હાજર
મુંદરા : મુંદરા બંદરે ચાઈનીઝ મૂળના ફટાકડાની ગેરકાયદેસર આયાતના ખુલાસા બાદ ઝડપાયેલા આરોપી પરાગ હરીશ રૂપારેલ (મુંબઈ)ની જામીન અરજી મુંદરા એડિશનલ સિવિલ જજે આજે નકારી કાઢી છે. ડીઆરઆઈ, દિલ્હી ઝોન દ્વારા રવિવારે ચલાવાયેલી કાર્યવાહી દરમિયાન રૂા. ૫ કરોડના ફટાકડાનો જથ્થો કબ્જે કરવામાં આવ્યો હતો. આ ફટાકડાઓને કન્ટેનરમાં “પાણીનો ગ્લાસ અને ફૂલદાની” તરીકે જાહેર કરી કાયદાને વંચાવી આયાત કરવાનો પ્રયાસ કરાયો હતો. તપાસ દરમિયાન આયાતકાર પેઢી ઇમ્પેક્ષ, મુંબઈ હોવાનું પણ બહાર આવ્યું છે. અદાલતમાં પબ્લિક પ્રોસિક્યુટર દ્વારા રજૂ કરાયેલા તર્ક મુજબ— આ કેસ કસ્ટમ્સ કાયદા હેઠળ કોગ્નિઝેબલ છે, તેમજ રાષ્ટ્રીય સુરક્ષા સાથે પણ સીધી જોડાણ ધરાવે છે, સાથે જ આયાત માટે જરૂરી DGFT મંજૂરી અને PES લાયસન્સ મેળવવામાં આવ્યું નથી. આ તમામ મુદ્દાઓને ધ્યાને રાખીને કોર્ટે જામીન અરજીને અસ્વીકાર્ય ગણાવતા નકારી કાઢી છે.

Comments