Trending News
સ્થાનિક સમાચાર

ભુજ આરટીઓ ખાતે ૪-વ્હીલરના પસંદગીના નંબર મેળવવા જીજે ૧ર એફએચનું ઓક્શન કરાશે

19 November



ભુજ - કચ્છઉદય : પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી, ભુજ - કચ્છ દ્વારા ૪-વ્હીલર એલએમવી કારની નવી સિરિઝ જીજે ૧ર એફએચ માટે ગોલ્ડન અને સિલ્વર નંબરો સહિત તમામ નંબરોનું ઓક્શન કરવામાં આવનાર છે. ઓનલાઇન અરજી ૨૭/૧૧ના સાંજે ૪ કલાકે શરૂ થશે. ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તા.૨૯/૧૧ના સાંજે ૪ કલાક સુધી રહેશે. ઇ-ઓક્શનની શરૂઆત તા.૨૯/૧૧ના સાંજે ૪ કલાક સુધી તથા ઇ-ઓક્શન તા.૧/૧૨ના સાંજે ૪ કલાકુ સમાપ્ત થશે. સુવર્ણ-ગોલ્ડન નંબર માટે ફીના દર રૂ.૪૦૦૦૦ રહેશે. રજત-સિલ્વર નંબર માટે ફીના રૂ.૧૫૦૦૦ રહેશે. આ નંબરો સિવાયના અન્ય નંબરો માટેનો ફીનો દર રૂ. ૮૦૦૦ રહેશે. 
------

Comments

COMMENT / REPLY FROM