Trending News
સ્થાનિક સમાચાર

કંડલામાં  LCB  ત્રાટકી, સ્થાનિક ખાખી કેમ અંધારામાં? વહીવટદાર મહેન્દ્રની બલિહારી? SP શ્રી કરાવશે તપાસ?

19 November


બુટલેગરો રર લાખના દારૂના જથ્થા મંગાવે અને સ્થાનિક પોલીસ અંધારામાં રહી જાય તે માની શકાય ખરૂ? વહીવટદાર મહેન્દ્ર ખુલીને કહેતો ફરે છે કે, તમે તમારે દારૂ મંગાવો, મારા ગજવા હું કહુ છે તેટલા તગડા હપ્તાથી ભરતા રહો, તમારો કોઈ વાળ પણ વાંકો નહી કરી શકે, એસપી પણ મને પુછીને પાણી પીવે છે,..! : હવે આ મહેન્દ્રને સરહદ દેખાડાય તો જ તેની શેખી ખોટી ઠરે, નહી તો મહેન્દ્રની બડાસો સાચી જ ઠરે તેમ માનવુ અસ્થાને નહી : જાણકારોમાથી સુચક ઈશારો

આ મહેન્દ્ર કોના માટે બની ગયો છે કમાઉ દીકરો?  બુટલેગરો-દેશી-અંગ્રેજીના અડ્ડાઓ પેટે કોના માટે ઉઘરાવતો ફરે છે તગડા સેકસન? કોના જોરે મહેન્દ્ર બુટલેગરોને આપી રહ્યો છે મોટી શેહ? તપાસ થાય તો ઘણુ બધુ બહાર આવશે : હવે જોવાનુ રહ્યુ કે, પૂર્વ કચ્છ પોલીસના ઉચ્ચ અધિકારીઓ આ મહેન્દ્રને નથ પહેરાવે છે ખરા? 

મહેન્દ્ર થકી અહી વકરી ગયેલા બુટલેગરોના નેટવર્ક થકી બહારની હજુય કોઈ મોટી એજન્સી કંડલામાં ત્રાટકે અને સ્થાનિકનું નાક વાઢી જાય તેની રાહ જોવાશે?


ગાંધીધામ :  પૂર્વ કચ્છના ઔદ્યોગીક હબ સમાન ગાંધીધામ-કંડલા સહિતના વિસ્તારોમાં કાયદો વ્યવસ્થાને પ્ર્‌થાપિત કરવા માટે પોલીસતંત્ર, ઉચ્ચ અધીકારીઓ તનતોડ મહેનત કરી રહ્યા છે ત્યારે બીજીતરફ અમુક ફાટીને ફુલેકે ગયેલા વહીવટદાર બની બેઠેલાઓ આ જ મહેનત પર પોતાની ભ્રષ્ટભુખને સંતોષવા માટે બેનામી ધંધાવાળાઓને પુરતી શેહ આપી રહ્યા હોવાની સ્થિતી સર્જાવવા પામી રહી છે. આ વાતની જાણે કે પુષ્ટી જ થતી હોય તેમ પૂર્વ કચ્છમાં સ્ટેટ મોનીટરીંગ સેલની રેઈડ તો ભચાઉ સહિતના વિસ્તારોમાં પડી જ ગઈ છે પરંતુ સ્થાનિક પોલીસને અંધારામાં રાખી અને સ્થાનિક ગુના શોધક શાખા પર સમયાંતરે ક્રેાસ રેઈડ કરી જ રહી છે. હાલમાં પણ કંડલા પોલીસ મથક વિસ્તારમાં પૂર્વ કચ્છ એલસીબીએ કોઈ એકાદ બે લાખનો નહી રર લાખનો દારૂનો મુદામાલ દરોડા દરમ્યાન ઝડપી પાડયો છે. આવા સમયે જાણકારો કહી રહ્યા છે કે, કંડલા પોલીસ વિસ્તારની હદમાં રર-રર લાખનો દારૂ ઝડપાય તો સ્થાનિકે કેમ કોઈને તેની ગંધ નથી આવતી? આટલો બધો દારૂ આવ્યો હોય અને સ્થાનિક અંધારામાં રહી જાય તેવુ બને ખરૂ? જાણકારો તો એમ પણ કહે છે કે, આ વિસ્તારમાં વહીવટદાર તરીકે મહેન્દ્ર ફાટીને ફુલેકે ગયો જ ચડી જવા પામ્યો છે અને મહેન્દ્ર મહેરબાન તો બુટલેગરો પહેલવાન બનીને બેઠા હોવાનુ કહેવાય છે. 
આ મહેન્દ્ર તો એટલો છાકટો વહીવટદાર બની ગયો છે કે, બુટલેગરોને ખુલ્લેઆમ કહેતો ફરી રહ્યો હોવાનુ ચર્ચાય છે કે, તમે તમારે જેટલા દારૂ મંગાવો હોય, કટીંગ કરવા હોય, તે કરો, હું બેઠો છુ ને..? તમારો કોઈ વાળ પણ વાંકો નહી કરી શકે? મારૂ નામ તો ચર્ચામાં આવે, તેનાથી શું થઈ જવાનુ? ડીએસપીને પણ પાણી પીવુ હોય તો મારી મંજુરી લેવી પડે છે? મને પુછીને પાણી પીવે છે! તો બીજા કોની હિમંત છે કે તમારા અડ્ડા પર ત્રાટકશે? આવ સ્થીતીમાં જાણકારો કહે છે કે હવે આ મહેન્દ્રને સરહદ દેખાડી તેનુ સ્થાન બતાવાય તો જ તેની શેખી ખોટી કહી શકાય, જો આ મહેન્દ્ર વહીવટદાર પર કોઈ જ પ્રકારના પગલા ન લેવાય તો જે દાવાઓ તે કરી રહ્યો છે તે સાચા માની લેવામાં કોઈ વધુ પડતુ નહી કહેવાય. તો સાબીત થઈ શકે છે કે, આ મહેન્દ્ર ભ્રષ્ટ અધિકારીઓને માટે કમાઉ દીકરો જ બની બેઠો છે, દારૂ સહિતના બેનામી ધંધાઓનો વહીવટ સભાળી અને તે હપ્તાની તગડી રકમો કમાઈ આપતો હોવાથી જ તેની સામે કોઈ પગલા નથી લેવાતુ તેવુ પણ નકકી થઈ શકે તેમ છે. હવે જોવાનુ રહ્યુ કે, પૂર્વ્‌ કચ્છ પોલીસના ઉચ્ચ અધિકારીઓ આ મહેન્દ્રને નથ પહેરાવે છે ખરા?કે મહેન્દ્ર થકી અહી વકરી ગયેલા બુટલેગરોના નેટવર્ક થકી બહારની હજુય કોઈ મોટી એજન્સી કંડલામાં ત્રાટકે અને સ્થાનિકનું નાક વાઢી જાય તેની રાહ જોવાશે?

Comments

COMMENT / REPLY FROM