Trending News
સ્થાનિક સમાચાર

કલેકટર આનંદ પટેલે વાંઢિયા સબબ્રાન્ચ કેનાલનું નિરીક્ષણ કર્યું’

19 November



ભચાઉ - કચ્છઉદય : રામદેવપીર મંદિર વિજપાસર પાટિયા ખાતે કલેક્ટર આનંદ પટેલ, રાપર ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા અને જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજાએ વાંઢિયાં સબ-બ્રાન્ચ કેનાલના ચાલુ કાર્યનું સ્થળ નિરીક્ષણ કર્યું હતું. નિરીક્ષણ દરમ્યાન તેમણે કામની પ્રગતિ અંગે વિગતવાર માહિતી મેળવી અને કાર્ય વધુ ગતિથી તેમજ ગુણવત્તા પ્રમાણે પૂર્ણ થાય તે માટે સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી. આ વેળાએ ભચાઉ તાલુકા પંચાયતના પ્રમુખ પરબતભાઈ આહીર, પ્રાંત અધિકારી જ્યોતિબેન ગોહિલ, મામલતદાર મોડસિંહ પરમાર સહિત અધિકારીઓ અને રાજકીય આગેવાનો ઉપસ્થિત 
રહ્યા હતા.

Comments

COMMENT / REPLY FROM