Trending News
સ્થાનિક સમાચાર

ફલાઈંગ સ્કવોર્ડના મદદનિશ નિયામક શ્રી શાહની ટીમનો સપાટો

19 November


ગજોડ-ગુંદાલા-મિરઝાપર પાસેથી ગેરકાયદેસર ખનીજ ખનન પર સફળ દરોડા : ચોરોમાં ફફડાટ

ગાંધીધામ : ભુજના ખાણખનિજ વિભાગની ફલાઈંગ સ્કવોર્ડના નાયબ નિયામક શ્રી મેહુલ શાહની ટીમ દ્વારા તાજેતરમાં જ વિવિધ વિભાગોમાં રેતી-સાદી માટી ચોરી તથા બ્લેકટ્રેપનું ગેરકાયદેસર ખનન કરનારાઓ સામે સપાટો બોલાવતી કામગીરી કરી છે. કલેક્ટરશ્રી, કચ્છની માર્ગદર્શન હેઠળ ફ્લાઇંગ સ્ક્વોર્ડ-કચ્છની તપાસટીમ દ્વારા કરવામાં
આવેલ કાર્યવાહીમાં તા.૧૮/૧૧/૨૦૨૫ના રોજ ફ્લાઇંગ સ્ક્વોર્ડ-કચ્છની તપાસટીમ દ્વારા ભુજ તાલુકાના મોજે. ગજોડ સિમવિસ્તારમાં બ્લેકટ્રેપ ખનિજનું ગેરકાયદે ખનન કરતુ એક એસ્કેવેટર મશીન તથા બે ડમ્પર પકડવામાં આવેલ. સદર મશીન તથા બે ડમ્પરને સિઝ કરી સરકારી ગોદામ, ભુજ ખાતે કસ્ટડીમાં સોંપવામાં આવેલ છે. જેની આગળની કાયદેસરની કાર્યવાહી હવે પછી હાથ ધરવામાં આવશે.
વધુમાં મુંદ્રા તાલુકાના ગુંદાલા ગામ પાસેથી સાદીરેતી ખનિજનું રોયલ્ટી પાસ વગર વહન કરતા એક ડમ્પરને 
પકડી, મુંદ્રા પોલિસ સ્ટેશન ખાતે કસ્ટડીમાં સોંપવામાં આવેલ છે. તેમજ આજ રોજ તા. ૧૯/૧૧/૨૦૨૫ના વહેલી સવારે મિરઝાપર-ભુજ હાઈવે ખાતે સાદીરેતી ખનિજનું રોયલ્ટી પાસ વગર વહન કરતા બે ડમ્પરને 
પકડવામાં આવેલ. સદર બન્ને ડમ્પરને સિઝ કરી સરકારી ગોદામ, ભુજ ખાતે કસ્ટડીમાં સોંપવામાં આવેલ છે.



 

Comments

COMMENT / REPLY FROM