મુંદરામાં ચાઈનીઝ ફટાકડા કાંડ : મુંબઈના દાણચોરના ગાંધીધામ-મુંદરાના મદદગારો કોણ? કેમ ન થાય તપાસ?
કાસેઝ, મુંબઈ-તુટીકોરીન અને ચેન્નઈ સહિતમાંથી તાજા ભુતકાળમાં ફાયર ક્રેકર્સનો કરોડોનો મોટો જથ્થો
ઝડપાઈ ચૂકયો છે : ઓપેરશન ફાયર ટ્રાયલ તળે સિલસિલાવાર રીતે થઈ રહી છે
કાર્યવાહી
ખાટલે મોટી ખોટ : દિલ્હી ડીઆરઆઈને મુંદરામાં સ્મગલીંગયુકત આવી રહેલા પાંચ કરોડાના ફટાકડાંની બાતમીઓ મળી રહી છે અને તપાસ કરી સફળ દરોડા પાડી ચુકી છે, તો પછી મુંદરા કસ્ટમ વિભાગના જવાબાદર અધિકારીઓ કેમ રહી જાય છે અંધારામાં? કસ્ટમની તો પ્રાથમિક ફરજ-જવાબદારી બને છે કે આવી કોઈ જ પ્રતીબંધિત આઈટમસ ઉતરી ન થાય તે જોવાની?
દિલ્હી ડીઆરઆઈની ટીમે બોલાવી હતી તવાઈ : મુંદરામાં ૩૦ હજાર પીસીસ ફટાકડા ગેરકાયદેસર રીતે આયાત થયેલા ઝડપી પાડયા બાદ એક શખ્સને દબોચી ચાલી રહી છે તપાસ : પાંચ કરોડના ફટાકડા મુંદરામાં ઉતર્યા બાદ કયાં જવાના હતા? સીએચએ તરીકેની ભુમિકા કોની રહેલી છે? પ્રતિબંધિત ચાઈનિઝ ફટાકડા કરોડોના ખરીદનારાઓ સુધી તપાસ લંબાવી જરૂરી?
ગાંધીધામ : ભારતમાં ચાઈનિજ ફટાકડા આયાત કરવાની પ્રતીબંધિત હોવાનુ નોટીફીકેશન ડીજીએફટી દ્વારા જાહેર કરાયેલ જ છે ઉપરાંત પણ ગેરકાયદેસર રીતે ચાઈનાથી આ કરોડોના ફટાકડા દેશભરમાં ઘુસાડાવાના પ્રયાસો સતત થતા રહેતા હોય તેવી ઘટનાઓ એજન્સીઓ દ્વારા પકડવામાં આવતી કાર્યવાહીથી સામે આવવા પામી રહી છે.
મુંબઈ-ટુટીકોરીન, ચેન્નઈ અને કંડલા સ્પેશ્લ ઈકોનોમીક ઝોનના યુનિટમાંથી પણ આવા જ પ્રતિબંધિત ચાઈનીઝ ફકટાડાઓનો કરોડોનો જથ્થો ઝડપાઈ જ જવા પામ્યો છે તે વચ્ચે જ ફરીથી મુંદરામાં દિલ્હી ડીઆરઆઈએ ત્રાટકી ૩૦હજાર નંગ ફટાકડાઓ જેની કિમંત પાંચ કરાડે થવા પામી રહી છે તે પકડી પાડયા છે અને તેની સાથે જ મુંબઈનો એક ઈમ્પોર્ટર જે આ કેસમા માસ્ટર માઈન્ડ માનવામા આવી રહ્યે છે તેને પણ એજન્સીએ દબોચી લીધો છે. દિલ્હી ડીઆરઆઈની ટુકડીએ મુંદરામાં આવી અને આ કાર્યવાહી કરી છે અને જેને પકડયો છે તે આયાતકાર મુંબઈનો હોવાનુ સામે આવવા પામી રહ્યુ છે. ચાઈનિજ ફટાકડા ભારતમાં મંગાવવા એ પ્રતિબંધ છે, ડીજીએફીટીની ચોખ્ખી મનાઈ જ છે, તેમ છતા પણ એક બે નહી પાંચ પાંચ કરોડના ફટાકડાઓ જે મુંબઈના શખ્સે મંગાવાયા તેને સ્થાનીકે કચ્છમાં ગાંધીધામ-મુંદરામાં કોણે કોણે મદદ કરી હતી? સીઅચએ તરીકેની ભુમિકા કોની રહેલી છે? આ વિષયો બાબતે પણ ઉંડાણપૂર્વક તપાસ ઝડપાયેલા શખ્સની પુછતાછમાં કરવી જોઈએ. મુંબઈના આયાતકાર દ્વારા મંગાવાયેલ આ દાણચોરીયુકત કરોડોના ફટાકડાઓ પકડાયા પરંતુ આથી પહેલા જે જથ્થો મુંદરા થઈ અને ઘુસી ચુકયો હશે તેનો અક કેટલો છે? અગાઉ આ રીતે કેટકેટલી વાર જથ્થો મંગાવાઈ ચૂકયો છે? આવા તમામ સવાલો આ પ્રકરણમાં હજુય નિરૂત્તર રહેલા છે. જો તેના જવાબો મેળવાશે તો આયોજનબદ્ધ રીતે વકરી ચૂકેલ એક કાર્ટેલ-નેકસસ ટોળકીનો પર્દાફાશ પણ થવા પામી શકે તેવી શકયતાઓ નકારી શકાય નહી.
.............
કુલડીમાં ગોળ ભંગાઈ ગયો કે શું?
મુંબઈના સુત્રધારની જામીન અરજી પર આજે સુનાવણી
રવિવારે નામદાર ન્યાયાધીશશ્રિના ઘરે રજુ કર્યા બાદ મોકલાયો હતો જયુડીશીયલ કસ્ટડીમાં : રીમાન્ડ મેળવાયા હોત તો ઘણુ બધું બહાર આવી શકયુ હોત.!
ગાંધીધામ : મુંદરામાં ચાઈનિજ ફટાકડાનો કરોડોનો જથ્થો મંગાવનાર મુંબઈના શખ્સને ગત શનિવારે દબોચી લીધા બાદ ડીઆરઆઈ દ્વારા મુંદરામાં નામદાર ન્યાયાધીશના ઘરે રજુ કરાયો હતો. જયા આ ઝડપાયેલા શખ્સે જામીન અરજી કરી હતી તે માટે આજ રોજ બુધવારની તારીખ મુકરર કરવામા આવી હતી. તે દરમ્યાન આ શખ્સને જયુડીશીયલ કસ્ટડીમાં મોકલી દેવાયો હતો. આજ રોજ તેની જામીન અરજી પર સુનાવણી હાથ ધરવામા આવનાર છે. જો કે, દિલ્હી ડીઆરઆઈ તરફથી પાંચ કરોડના દાણચોરીયુકત ફટાકડા મંગાવનાર શખ્સના રીમાન્ડ ન મંગાયા તેને લઈને પણ સવાલો ઉભા થવા પામી રહ્યા છે. શું કુલડીમાં ગાળ ભંગાઈ ગયો કે કેમ?

Comments