Trending News
સ્થાનિક સમાચાર

દારૂના ગુનામાં ૧૩ વર્ષથી ફરાર આરોપીને ઝડપી લેવાયો 

19 November


એલસીબીએ રાજસ્થાન જઈને મેળવી સફળતા 

ભુજ -કચ્છઉદય : નખત્રાણા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા દારૂના ગુનામાં છેલ્લા ૧૩ વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે. ભુજ એલસીબીને બાતમી મળી હતી કે, આરોપી રાજસ્થાનમાં છે જે આધારે કાર્યવાહી કરવામાં આવી છે. રાજસ્થાનના જેસલમેર જિલ્લાના ફતેહગઢ તાલુકાના બોલા ગામના પ૬ વર્ષિય કમલસિંહ મગસિંહ સોઢાને ઝડપી લેવામાં આવ્યો છે. આરોપી બાડમેર જિલ્લાના ડુંગરી ચેકપોસ્ટ પાસે હોવાની બાતમીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી. તપાસ દરમિયાન તે હાજર મળી આવ્યો હતો. જેને લાવી નખત્રાણા પોલીસને કબ્જો આપવામાં આવ્યો હતો. આરોપી દારૂના ગુનામાં છેલ્લા ૧૩ વર્ષથી ફરાર હોવાની માહિતી જાહેર કરવામાં આવી છે. નખત્રાણા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. 

 

Comments

COMMENT / REPLY FROM