ર૧મીએ કંડલા અને મુન્દ્રા પોર્ટ ખાતે મોકડ્રીલનું આયોજન
ગાંધીધામ - કચ્છઉદય : નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા કુદરતી - માનવસર્જીત આપત્તિઓને પહોંચી વળવા આગોતરા આયોજન સ્વરૂપે વખતોવખત મોક-એક્સરસાઈઝનું આયોજન કરવામાં આવતું હોય છે, જે અંતર્ગત તેઓ દ્વારા હાલે દરિયાઈ સિમા ધરાવતા જિલ્લાઓમાં ઓઈલ એન્ડ કેમિકલ સંબંધિત દુર્ઘટનાઓના નિવારણ અર્થે ઓઈલ એન્ડ કેમિકલ મોક-એક્સરસાઈઝનું આયોજન કરેલ છે.
કચ્છ જિલ્લામાં ગાંધીધામ તાલુકામાં દિનદયાળ પોર્ટ, કંડલા અને ભારત પેટ્રોલિયમ કો.લી. તેમજ મુંદરા તાલુકાના મુંદરા પોર્ટ એન્ડ સેઝ ખાતે તા.૨૧/૧૧ના રોજ ઓઈલ એન્ડ કેમિકલ મોક-એક્સરસાઈઝ યોજાનાર છે. આ મોક-એક્સરસાઈઝ સંદર્ભે ગાંધીધામ તાલુકાના વિસ્તાર માટે પ્રાંત અધિકારી, અંજાર તેમજ મુંદરા તાલુકાના વિસ્તાર માટે પ્રાંત અધિકારી મુંદરાની ઈન્સિડન્ટ કમાન્ડર તરીકે તેમજ જિલ્લા નોડલ અધિકારી તરીકે નાયબ નિયામક, જિલ્લા ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્યની નિમણૂક કરવામાં આવેલ છે.
વધુમાં ઉક્ત મોક-એક્સરસાઈઝ સંબંધે લોકોમાં ખોટી અફવા ન ફેલાય તેમજ જરૂર જણાયે અત્રેના જિલ્લા કંટ્રોલ રૂમના ટોલ ફ્રી ઈમરજન્સી નં.૧૦૭૭ અથવા ફોન નં.૦૨૮૩૨ - ૨૫૦૯૨૩ તથા ૦૨૮૩૨ - ૨૫૨૩૪૭ પર સંપર્ક સાધવા કચ્છ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જાહેર જનતાને અનુરોધ કરાયો છે.
---------

Comments