Trending News
સ્થાનિક સમાચાર

ગાંધીધામ વિસ્તારમાંથી ૨૨.૭૭૯ મિલિયન ટન માલનું સફળતાપૂર્વક પરિવહન 

18 November



અમદાવાદ મંડળે વર્ષ ૨૦૨૫-૨૬ દરમ્યાન એપ્રિલથી ઑક્ટોબર સુધી ઉત્કૃષ્ટ પ્રદર્શન : ૨૯.૧૮ મિલિયન ટન લોડિંગ કરી અને રૂા. ૩૮૬૫ કરોડથી વધુની આવક હાંસલ કરી 

અમદાવાદ : પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ના પ્રથમ સાત મહિનાઓ (એપ્રિલ - ઓક્ટોબર ૨૦૨૫) દરમિયાન માલ વહન ક્ષેત્રમાં અત્યંત ઉત્કૃષ્ટ અને નોંધપાત્ર પ્રદર્શન નોંધાવ્યું છે. કુલ માલ લોડિંગ, સરેરાશ વેગન લોડિંગ અને માલ આવક ત્રણેમાં અમદાવાદ મંડળે ગયા વર્ષની સરખામણીએ નોંધપાત્ર વૃદ્ધિ હાંસલ કરી છે.
ઓક્ટોબર ૨૦૨૫ સુધી અમદાવાદ મંડળે કુલ ૨૯.૧૮૧ મિલિયન ટન માલ લોડ કર્યો, જે છેલ્લા વર્ષના સમાન સમયગાળાની તુલનામાં ૫.૯૨% વધુ છે. જેમાંથી ૨૨.૭૭૯ મિલિયન ટન માલનું ગાંધીધામ વિસ્તારમાંથી સફળતાપૂર્વક પરિવહન કરવામાં આવ્યું હતું, જેનાથી વિભાગને રૂા.૩૦૭૭.૦૪ કરોડની નોંધપાત્ર નૂર આવક થઈ હતી. સરેરાશ વેગન લોડિંગમાં પણ અમદાવાદ મંડળે ઉત્તમ પ્રદર્શન કરતાં ૨૮૪૨.૪૯ વેગન લોડ કર્યા, જ્યારે ગયા વર્ષે આ આંકડો ૨૬૯૯.૭૧ વેગન પ્રતિદિન હતો, જે ૫.૨૯% નો વધારો દર્શાવે છે. માલ આવકમાં પણ મંડળનું પ્રદર્શન ઉત્કૃષ્ટ રહ્યું છે અને આ નાણાકીય વર્ષે ઓક્ટોબર ૨૦૨૫ સુધી કુલ રૂા. ૩૮૬૫.૨૨ કરોડની આવક થઈ, જે ગયા વર્ષની તુલનામાં ૨.૬૩% વધુ છે.
પશ્ચિમ રેલ્વેના અમદાવાદ મંડળ હેઠળના ગાંધીધામ વિસ્તારે નાણાકીય વર્ષ ૨૦૨૫ - ૨૬ના એપ્રિલથી ઓક્ટોબર સમયગાળા દરમિયાન માલવહનની ક્ષેત્રે ઉત્તમ પ્રદર્શન કર્યું છે. આ સમયગાળા દરમિયાન કુલ ૧૦,૧૮૧ રેક્સ દ્વારા ૨૨.૭૭૯ મિલિયન ટન માલનું સફળ વહન કરવામાં આવ્યું, જેનાથી મંડળને રૂા. ૩૦૭૭.૦૪ કરોડનું રાજસ્વ પ્રાપ્ત થઈ હતી. 
-----

ગાંધીધામ વિસ્તાર કોમોડિટી પ્રમાણે પ્રદર્શન 

• અવધિમાં કુલ ૧૦,૧૮૧ રેક્સ દ્વારા ૨૨.૭૭૯ એમટી મલનું સફળ પરિવહન કરવામાં આવ્યું જેનાથી મંડળને રૂા. ૩૦૭૭.૦૪ કરોડની આવક થઈ. 
• કન્ટેનર કોમોડિટી માં ૫૮૬૬ રેક્સ દ્વારા ૧૦.૫૮૬ એમટી લોડિંગ કરીને રૂા. ૧૦૬૯.૪૭ કરોડની આવક પ્રાપ્ત થઈ. 
• ખાતરમાં ૨૧૧૭ રેક લોડ કરીને ૫.૯૭૩ એમટી માલવહનથી રૂા. ૯૮૮.૧૦ કરોડની આવક પ્રાપ્ત થઈ.
• કોલસો કોમોડિટીમાં ૩૪૫ રેકો દ્વારા ૧.૩૯૬ એમટી લોડિંગથી રૂા ૨૨૧.૫૫ કરોડની આવક પ્રાપ્ત થઈ
• એડીબલ સોલ્ટમાં ૪૭૦ રેક દ્વારા ૧.૧૨ એમટી લોડિંગથી રૂા. ૨૧૪.૮૩ કરોડની આવક થઈ
• ઈન્ડસ્ટ્રીયલ સાલ્ટમાં ૪૭૯ રેક દ્વારા ૧.૭૨૭ એમટી લોડિંગથી રૂા. ૨૦૫.૪૬ કરોડની આવક થઈ
• પેટ્રોલિયમમાં ૩૩૭ રેક દ્વારા ૦.૮૩૮ એમટી લોડિંગથી રૂા. ૧૫૫.૩૦ કરોડની આવક થઈ એલપીજીમાં ૨૩૮ રેક દ્વારા ૦.૨૭૬ એમટી્‌ વહન કરીને રૂા. ૬૫.૬૬ કરોડની આવક થઈ 
• બેન્ટોનાઇટમાં ૬૯ રેક દ્વારા ૦.૨૩૮એમટી લોડિંગથી રૂા. ૬૧.૦૮ કરોડની આવક થઈ
• ખાદ્ય તેલમાં ૧૮૪ રેક દ્વારા ૦.૩૯૩ એમટી લોડિંગથી રૂા. ૫૫.૨૫ કરોડની આવક થઈ
• જિપ્સમ, ક્લિંકર, મોલેસિસ, દાળ, ખાંડ, બેમ્બૂ પલ્પ વગેરે અન્ય કોમોડિટીઝે પણ કુલ આવકમાં મહત્વપૂર્ણ ફાળો આપ્યો.
---

અમદાવાદ મંડળની મુખ્ય નવી સિદ્ધિઓ 

• ખારાઘોડાથી અનંતનાગ (જમ્મુ) માટે પહેલીવાર મિની રેક દ્વારા ઈન્ડસ્ટ્રીયલ મીઠાના લોડિંગથી રૂા. ૨૭.૩૪ લાખની આવક થઈ.
• સાણંદ ખાતેના એમએચપીએલ ફ્રેઇટ ટર્મિનલ પરથી પહેલી રેફ્રિજેરેટેડ (રીફર) કન્ટેનર રેક પિપાવાવ પોર્ટ માટે લોડ કરવામાં આવી, જેના દ્વારા રૂા. ૬.૫૭ લાખની આવક થઈ. 
• કડીને ૨૪ કલાક કાર્યરત એક્સક્લૂસિવ કન્ટેનર રેલ ટર્મિનલ (ઈઝ્રઇ્‌) તરીકે સફળતાપૂર્વક કમિશન કરવામાં આવ્યું, જેના કારણે ઇનવર્ડ અને આઉટવર્ડ કન્ટેનર ટ્રાફિકમાં નોંધપાત્ર સુગમતા અને ઝડપ મળી.
• દેવળિયા સ્થિત વેસ્ટર્ન કેરિયરમાં પ્રથમ વખત ટાઇલ્સ લોડ કરેલી ચાર કન્ટેનર રેક્સ લોડ કરવામાં આવી, જેના દ્વારા રૂા. ૧.૪૯ કરોડની વધારાની આવક થઈ.
•    કાંકરિયાથી ૨૦ બીસીએન વેગનની રાહત સામગ્રીની મિની રેક ૧૧ સપ્ટેમ્બર ૨૦૨૫ના રોજ પંજાબના પૂરગ્રસ્ત વિસ્તારો (ફિરોજપુર) તરફ મોકલીને સામાજિક જવાબદારીને નિભાવવામાં આવી.
----

અમદાવાદ મંડળ કોમોડિટી પ્રમાણે પ્રદર્શન 

• કન્ટેનર કોમોડિટીમાં કુલ ૮૪૪૨ રેક લોડ કરીને રૂા. ૧૩૯૭.૨૫ કરોડની આવક થઈ.
• ખાતર કોમોડિટી માં ૨૨૧૩ રેક લોડ કરીને રૂા. ૧૦૨૬.૯૪ કરોડની આવક થઈ.
• મીઠુ કોમોડિટી માં ૧૪૯૦ રેક લોડ કરીને રૂા. ૫૯૭.૨૬ કરોડની આવક થઈ. 
• પેટ્રોલિયમ કોમોડિટીમાં ૫૯૮ રેક લોડ કરીને રૂા. ૨૨૨.૮૬ કરોડની આવક થઈ.
• કોલસો કોમોડિટી માં ૩૪૪ રેક લોડ કરીને રૂા. ૨૨૧.૪૨ કરોડની આવક થઈ.
• ઓટોમોબાઈલ્સ કોમોડિટીમાં ૧૦૯૮ રેક લોડ કરીને રૂા. ૧૪૭.૨૦ કરોડની આવક થઈ
• બેન્ટોનાઇટ કોમોડિટીમાં ૭૧ રેક લોડ કરીને રૂા. ૬૧.૭૪ કરોડની આવક થઈ.
• ખાદ્ય તેલ કોમોડિટીમાં ૨૦૬ રેક લોડ કરીને રૂા ૫૯.૪૧ કરોડ મળ્યા. 
• સિમેન્ટ કોમોડિટીમાં પહેલીવાર ૧૫ રેક લોડ કરીને રૂા. ૭.૬૦ કરોડની આવક થઈ.
•અન્ય કોમોડિટી માં ૫૬૨ રેક લોડ કરીને રૂા૧૨૩.૫૪ કરોડ કરોડની આવક થઈ. 
----

 

Comments

COMMENT / REPLY FROM