વર્ધમાનનગરે ચાતુર્માસ પરિવર્તન સાથે દાતા પરિવારનું બહુમાન કરાયું
વર્ધમાનનગર - કચ્છઉદય : ભુજ નજીક જૈનોનાં વર્ધમાનનગરે પ. પૂ. પ્રવર્તક મલયસાગરજી મ. સા., પૂ. મુનિરાજ રત્નાકરસાગરજી મ. સા.નું ચાતુર્માસ ધાર્મિક આરાધનાઓ સાથે પરિપૂર્ણ થતાં ચાતુર્માસ પરિવર્તન થયું હતું.
ચાતુર્માસ પરિવર્તનનો લાભ માતુશ્રી મૃદુલાબેન અરવિંદભાઇ વોરા પરિવારે લીધેલ. પૂજ્ય ગુરૂભગવંતોએ વોરા પરિવારનાં ઘરે પાવન પગલા કર્યા હતા. ચાતુર્માસ પરિવર્તન પ્રસંગે પૂજ્યશ્રીએ જણાવ્યું હતું કે, ચાતુર્માસનાં ચાર મહિના વ્યાખ્યાન-વાણી શ્રવણ કરી છે એ જીવનમાં ઉતારવા પ્રેરણા પૂરી પાડી હતી. ચાતુર્માસનાં મુખ્ય દાતા પરિવારનાં ભક્તિબેન ચિંતલભાઇ વોરાનું વર્ધમાનનગર જૈન સંઘ, ચાતુર્માસ સમિતિ દ્વારા શીલાબેન શાહ, જયાબેન મુનવર, દીપીકાબેન શાહ, ભારતીબેન શાહે બહુમાન કરી તેઓની અંતરની ભાવનાઓને બિરદાવી હતી.વોરા પરિવાર વતી ભક્તિબેન વોરાએ સૌ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી. ભુજ અચલગચ્છ જૈન સંઘ, વર્ધમાનનગર ઓનર્સ એસોસીએશન, વર્ધમાન શ્વેેતામ્બર જિનાલય ટ્રસ્ટ અને વર્ધમાનનગર જૈન સંઘ પ્રત્યે આભાર વ્યક્ત કરવામાં આવેલ. કાર્યક્રમનું સંચાલન પ્રબોધ મુનવરે, આભારવિધિ મહેન્દ્ર લોડાયાએ કર્યું હતું.
-----

Comments