Trending News
સ્થાનિક સમાચાર

જમ્મુથી ભુજ બીએસએફની રાષ્ટ્રીય એકતા બાઈક રેલીનું ગાગોદરમાં ભવ્ય સ્વાગત

18 November



રાપર -કચ્છઉદય : રાષ્ટ્રીય એકતા અંગે જાગૃતિ લાવવા માટે ૧૭૬ બટાલીયન બીએસએફ ભુજ ખાતે યોજાનારી ૬૧મી બીએસએફ રાઈઝીંગ ડે પરેડનાં અનુસંધાને રાષ્ટ્રીય એકતા જાગૃતિ લાવવા માટે જમ્મુ કાશ્મીરથીં ભુજ સુધી મોટર સાયકલ બાઈક રેલીનું આયોજન કરાયું છે. પ્રવેશદ્વાર આડેસરથી હાઈવે દ્વારા ગાગોદર ગામે પહોંચતા ગાગોદર પોલીસ ઈન્સ્પેક્ટર વી.એ. સેગલ તથા સ્ટાફ દ્વારા ઢોલ તથા ડી.જે. અને રાષ્ટ્રભક્તિના ગીતો સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ વેળાએ ગામના આગેવાનો શાળા પરિવાર ઉપસ્થિત રહી જવાનોનું સન્માન કર્યું હતું.
----

Comments

COMMENT / REPLY FROM