રાપર ખાતે યુનિટી માર્ચ પદયાત્રા અંગે બેઠક મળી
રાપર -કચ્છઉદય : અહીંની મામલતદાર કચેરી ખાતે આવેલ રાપર એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટીના સભાખંડ ખાતે ભચાઉ પ્રાંત અધિકારી જે. આર. ગોહિલના અધ્યક્ષ સ્થાને આગામી રર તારીખ ના યોજાનારી યુનિટી માર્ચ પદયાત્રા અંગે બેઠક મળી હતી, જેમા વિવિધ કાર્યક્રમો અંગે ચર્ચા વિચારણા કરી યોગ્ય વ્યવસ્થા અંગે કામગીરી સોંપવામાં આવી હતી.
બેઠકમા રાપર તાલુકા મામલતદાર એચ.બી. વાઘેલા, તાલુકા ભાજપ પ્રમુખ નશાભાઈ દૈયા, પીઆઇ બી.જી. ડાંગર, આરએફઓ સતિષભાઈ જેઠા, મહિપતસિંહ ચાવડા, વિનુભાઈ થાનકી, જયદિપસિંહ જાડેજા, નગરપાલિકાના માજી પ્રમુખ હઠુભા સોઢા, ઉમેશભાઈ સોની વિગેરે ઉપસ્થિત રહ્યા હતા યુનિટી માર્ચ પદયાત્રા અંતર્ગત એક ભારત આત્મનિર્ભર ભારત અંતર્ગત લોહ પુરષના વારસાનો ઉત્સવ ઉજવવા અને સરદાર સાહેબના જીવનમૂલ્યો,વ્યક્તિત્વ, અને કાર્યોને જાણવા અને સમજવા માટે ૬-રાપર વિધાનસભા મતવિસ્તારની યુનિટી માર્ચ પદયાત્રાનો હિસ્સો બનવા માટે અપીલ કરવામાં આવી હતી. મુખ્ય અતિથિ તરીકે સાંસદ વિનોદભાઈ ચાવડા, અતિથિ વિશેષ તરીકે ભાજપ પ્રમુખ દેવજીભાઇ વરચંદ અને ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા ઉપરાંત બનાસકાંઠા ભાજપના પૂર્વ મહામંત્રી અમૃતભાઇ દવે ઉપસ્થિત રહેશે. રરમી તારીખના સવારે ૯ કલાકે વૃક્ષારોપણ, કલ્યાણપર તથા સભા, ૧૦ઃ૩૦ કલાકે લાલાસરી સ્વાગત તથા સાંસ્કૃતિક કાર્યક્રમ, ૧૧ઃ૩૦ કલાકે સરદાર પ્રતિમાં પાસે સફાઇ અભિયાન તથા સ્વાગત, સલારીનાકે સ્વાગત સન્માન તેમજ બપોરે ૧ યુનીટી માર્ચ-વિરામ પુર્ણાહુતી સ્વામિનારાયણ મંદિર થશે.
-----

Comments