Trending News
સ્થાનિક સમાચાર

અંજારમાં બેકાબુ બનેલું આઈસર દસ  વાહનોને ઉડાવી ગેરેજમાં ઘૂસી ગયું

18 November



અંજાર-કચ્છઉદય : શહેરના રેલવે સ્ટેશન રોડ પર આજે મંગળવારે બનેલી ઘટનાએ લોકોમાં ઉચ્ચાટ જગાવ્યો હતો. જુના ટાયરનો જથ્થો લઈને જતા આઈસર વાહનના ચાલકે કાબુ ગુમાવતા કતારબદ્ધ ઉભેલા ૧૦ જેટલા વાહનોને ટક્કર મારી અહીં આવેલી ગેરેજમાં ઘૂસી જતા વાહન થોભી ગયું હતું. આ બનાવમાં કોઈ જાનહાની થઈ નથી. પરંતુ મોટી સંખ્યામાં મોપેડ ઉડાવી સીધું દુકાનમાં વાહન ઘૂસી જતા લોકોમાં ચિંતા સાથે ભય 
ફેલાયો હતો.

Comments

COMMENT / REPLY FROM