આડેસરમાં પાઈપલાઈન તેલચોરી : જાવેદ-અસગર તો હાથો છે, કારસો રચનાર મુખ્ય સુત્રધાર કોણ? ATS ને સોપવી જોઈએ તપાસ
જાવેદ-અસગર એટલી હિમંત કરે ખરા, કે પાઈપલાઈન જયાથી પસાર થતી હોય ત્યા જમીન ખરીદી લે, આયોજનબદ્ધ રીતે પાઈપલાઈન તેલચોરી કરવાની પોલીસ-પ્રશાસન સહિત બધાય સાથે ગોઠવણીઓ કરી લ? : જાવેદને જમીન કોણે દેખાડી? રોકાણ કોણે કર્યુ? શું રોકાણકાર સાંતલપુર આસપાસમાં પેટ્રોલપંપમાં ભાગીદાર હોવાથી ચોરાઉ તેલ ત્યાં બારોબાર ઠાલવી લેવા જોખમી તેલચોરીનું ઘડયુ હતુ ષડયંત્ર?
દેશની ત્રણ-ચાર ગણીગાઠી માન્ય સંસ્થાઓ મારફતે તેલ લવાઈ રહ્યુ છે તે તેલનો જથ્થો રાષ્ટ્રીય સંપત્તીથી ઓછો અંકી જ ન શકાય, રેલવેના પાટ્ટામાં જે રીતે ગુનાઓ આચરાય અને કલમો લગાડાય છે તે જ રીતે પાઈપલાઈન તેલચોરીના
ગુનેગારો સામે થવી જોઈએ કડક કાર્યવાહી
આડેસર પોલીસ મથક આ તપાસમાં ઘણુ ટુંકુ પડશે, તપાસ યા તો એસપીશ્રી ખુદ પોતા હસ્તક રાખે અથવા તો આ પ્રકરણની તપાસ આંતકવાદ વિરોધી દળ જેવી ટુકડીને આપવી જોઈએ તો જ આવા માથાભારે ષડયંત્ર કારીઓ પર કાબુ લાવી શકાશે, નહી તો સ્થાનિકેથી તો પ્રશાસન કે રાજકીય ઝભ્ભાલેંગાવાળાઓ મારફતે આ તપાસમાં કુલડીમાં ગોળ ભંગાઈ જવાની સેવાય છે શંકા
ગાંધીધામ : દેશના મહાબંદરો પૈકીના કંડલા-મુંદરા જેવા બંદરો કચ્છમાં કાર્યરત છે. અને આ બંદરો પર દેશવિદેશની અનેકવીધ કિમંતી ચીજવસ્તુઓની આયાત નિકાસ કરવામા આવી રહી છે. કંડલા તથા મુંદરા પોર્ટ પર અનેકવિક ઓઈલ-કેમીકલની આયાત કરવામા આવી રહી છે અને દેશના અન્ય ભાગોમાં પહોચાડવા માટે પાઈપલાઈનના નેટવર્ક પણ વિકસાવેલા છે. મુંદરાથી પાણીપત અને કંડલાથી ભટીંડા સુધીની તેલની પાઈપલાઈનો બિછાવાયેલી છે. અને આ રાષ્ટ્રીય સંપત્તી સમાન પાઈપલાઈનો પર વિશાળ લોકોના જીવ પર જોખમ સર્જે રીતે તેલચોરી કરનારાઓ પણ સમયાંતરે કારનામાઓ કરતા રહેતા હોય છે. દરમ્યાન જ હાલમાં પણ આવી જ એક અતિ ગભીર પ્રકારની ફરીયાદ પણ થવા પામી ચુકી છે. પૂર્વ કચ્છના આડેસરમાં વાડી-જમીન ખરીદી અને તેમાં મુંદરા પાણીપત સુધી જતી તેલની પાઈપલાઈન કે જે બીપીસીએલની છે તેમાં કાણા પાડી ચોરી કરવાનો કારસો રચાયો હોવાની સત્તાવાર ફરીયાદ પોલીસ ચોપડે કરવમા આવી છે. એટલુ માત્ર જ નહી પરંતુ તેમાં જાવેદ અને અસગર જેવા શખ્સોના નામો પણ દર્શાવવામા આવ્યા છે. પાઈપલાઈન તેલચોરીના ગુનાને હકીકતમાં હળવાશથી ન લેવી જોઈએ પરંતુ હજુ સુધી આ ફરીયાદ થયા બાદ કોઈ જ ધાક બેસાડતી મોટી કાર્યવાહી થવા પામી હોય તેવુ સામે આવવા ન પામતા જાણકારો કહી રહયા છે કે, આડેસર તેલચોરીકાંડમાં જે નામો આપવામા આવ્યા છે તે જાવેદ અને અસગર તો ફોલ્ડરીયા છે, હાથો બનેલા હોવાનુ કહેવાય છે, હકીકતમાં તો તેઓની પાછળ કોઈ મોટા માથાઓ તેલચોરીના કારનામામાં સંડોવાયેલા હોવાનુ ચર્ચાય છે. હકીકતમાં તપાસ કરવી જોઈએ કે, જાવેદ-અસગરે કોના ઈશારે આ કૃત્યને અંજામ આપાયુ છે? જમીનમા રોકાણ કોણુ કર્યુ હતુ? કોની માલીકીની આ જમીન છે? શું જાવેદ અને અસગર જ આ જમીનના માલીક છે ખરા? પાઈપલાઈન તેલચોરીની ઘટનાને અંજામ આપવા એક મોટી ટોળકીનીજરૂર પડતી હોય છે, જેસીબી, ટ્રાન્સપોર્ટેશન સહિતની ગાડીઓ જોઈતી હોય છે? જાવેદ-અસગરને તે કોણે પુરી પાડી અથવા તો પુરી પાડવાના હતા? આવા ગંભીર પ્રકારના ગુનામાં હાલમાં કોઈ મોટી તપાસ થતી ન દેખાતા જાણકારો કહી રહ્યા છે કે, હકીકતમાં પાઈપલાઈન તેલચોરી એટલે રાષ્ટ્રીય સંપત્તી સમાન ઓઈલ પર આયોજનબદ્ધ ષડયંત્ર સાથે જ ચોરી કરવાનુ કારનામુ કહેવાય એટલે આ કેસમાં તો જેટલા પણ ગુનેગારો સામે આવે તેની સામે ગુજસીટોક જેવી કડક કાર્યવાહી કરવી જોઈએ તે ઉપરાંત રાષ્ટ્રની સંપત્તીને ઈરાદાપૂર્વક જ નુકસાન પહોચાડી તેમાથી ચોરી કરવાના ઈરાદો અન્ય વિશાઈ જન સમુદાયના જીવને જોખમ થાય તેવા ગુનાહિત કૃત્યો આચરવામાં આવતા હોય તો તેવા ગુનાને અંજામ આપનારાઓની સામે તો દેશદ્રોહની પણ કલમો લગાવી જ ઘટે. જાણકારો કહે છે કે, જાવેદ-અસગર તો હાથ્થો બની ગયા હોય તેમ દેખાય છે, તેઓએ તો માર અને માત્ર તેલચોરી કરવાની જવાબદારી આ પ્રકરણમાં લીધી હશે પરંતુ તેઓને આવુ કરવાનુ કહેનારાઓમાં અન્ય મોટા માથાઓ હોઈ શકે છે? તેના સુધી રેલા લંબાવવા માટે આડેસર પોલીસ ઘણુ નામુ પડશે, યા તો પૂર્વ કચ્છ એસપીશ્રી ખુદ આ કેસની તપાસનુ જાત મોનીટરીંગ કરી જરૂરી સુચના અને માર્ગદર્શન આપે અથવા તો પછી આતંકવાદ વિરોધી દળ એટીએસ જેવી એજન્સીને આ તેલચોરીની તપાસ સોંપી દેવી જોઈએ.

Comments