Trending News
સ્થાનિક સમાચાર

ભારાપરની સીમમાં રર.૩૯ લાખનો દારૂ પકડાયો

18 November



પૂર્વ કચ્છ એલસીબીએ દરોડો પાડ્યો પણ જથ્થો મંગાવનાર હાજર ન મળ્યો

ગાંધીધામ-કચ્છઉદય : તાલુકાના ભારાપર વિસ્તારમાં બાતમીના આધારે એલસીબીની ટીમે દારૂ ઝડપી પાડયો હતો. જો કે જથ્થો મંગાવનાર હાજર મળી આવ્યો ન હતો. આ બાબતે જાણવા મળતી વિગતો મુજબ એસપી સાગર બાગમાર દ્વારા દારૂની બદી નેસ્ત નાબુદ કરવા માટે સુચના આપવામાં આવી છે. જે અંતર્ગત એલસીબી પીઆઈ એન.એન. ચુડાસમાની આગેવાનીમાં એલસીબીની ટીમ કંડલા - ભારાપર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી ત્યારે બાતમી મળી કે ભારાપર ગામની સીમમાં આવેલ એલપી ગોડાઉનની પાછળ બાવળની ઝાડીમાં ગણેશનગરના ધીરજ પ્રેમજી ધેડાએ પોતાના સાગરીતો સાથે મળી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મંગાવીને સંગ્રહ કરીને રાખ્યો છે. અન્ય વાહનથી આ દારૂનો જથ્થો સગેવગે કરવાના છે તેવી બાતમીના આધારે દરોડો પાડી સ્થળ પરથી દારૂની ૧પ૪૮ બોટલ તથા હેવર્ડ બીયરના ૧૦૩ર ટીન મળી કુલ્લ રર,૩૯,૪૪૦ નો પ્રોહીબીશન મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. કંડલા મરીન પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ કામગીરીમાં પીએસઆઈ ડી. જી. પટેલ અને સ્ટાફ સહયોગી રહ્યો હતો.

 

Comments

COMMENT / REPLY FROM