રખડતા ઢોર બાદ હવે શ્વાનમુકત ગાંધીધામ બનાવવામનપા કમિશ્નરની પહેલ : બેઠક યોજી રોડમેપ ઘડાયો
મનપા કમિશ્નરશ્રીએ જિલ્લા પશુપાલન અધિકારી, તાલુકા આરોગ્ય અધિકારી સાથે યોજી બંઠક : એબીસી કાર્યક્રમ થશે લાગુ : ઠેકેદાર-એજન્સી નકકી કરવામા આવશે, કુતરાઓનો જન્મદર ઘટાડવા, ડોગ બાઈટસના કિસ્સાઓ ઓછા થવાની દીશામાં રણનીતી
સુપ્રીમકોર્ટ દ્વારા દેશભરમાં ડોગ બાઈટસના વધેલા કિસ્સા બાદ જાહેર કરાયેલી ગાઈડલાઈનની અમલવારી માટે ગાંધીધામ મનપા કમિશ્નર એકશનમાં
ગાંધીધામ : દેશની રાજધાની દિલ્હીમાં ડોગ બાઈટસના વધેલા કિસ્સાઓનો મુદો નામદાર સુપ્રીમકોર્ટમાં પહોચવા પામ્ય હતો અને સુપ્રીમકોર્ટે આ વિષયને ગંભીરતાથી લઈ અને કડકાઈથી આ બાબતે કાર્યવાહી કરવા જરૂરી માર્ગદર્શિકા જાહેર કરી દીધી છે. નામદાર સુપ્રીમકોર્ટની ગાઈડલાઈનની અમલવારી ગાંધીધામ મહાનગરપાલીકામાં પણ કરવાની દીશામાં કવાયત હાથ ધરવામા આવી ચુકી હોવાના અહેવાલો પ્રાપ્ત થવા પામી રહ્યા છે. આ બાબતે મળતી વધુ વિગતો અનુસાર ગાંધીધામ મનપા કમીશ્નરશ્રી મનીષ ગુરવાણી ગાંધીધામ સંકુલને ઢોર મુકત બનાવી દીધુ છે અને તે માટે તેઓએ એકશન પ્લાન ઘડી તેની ચોકકસ અમલવારી થવા પામી રહી છે, હવે રખડતા ઢોર બાદ રખડતા શ્વાન એટલે કે કુતરાઓથી મુકત ગાંધીધામ સંકુલ બનાવવાની દીશામાં તેઓ એકશનમાં આવી જવા પામ્યા છે. આ બાબતે મળતી વધુ વિગતો મુજબ મનપા કમિશ્નરશ્રીએ ગત રોજ સાંજે કચેરી મધ્યે આ બાબતે ચોકકસ રણીનીતી ઘડી તેની અમલવારી કરવા બેઠકનુ આયોજન કર્યુ હતુ. કમિશ્નર શ્રી મનીષ ગુરવાણી, જિલ્લા ના. પશુપાલન નિયામક ડો. રાજેશ પટેલ, ડે.કમિશ્નર શ્રી રામાનુજ, તાલુકા પશુ ચિકિત્સક અધિકારી, અને તાલુકા આરોગ્ય અધિકારી શ્રી સુતરીયા તથા સેક્રેટરી જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી-ભુજના સભ્ય સહિતનાઓ આ બેઠકમાં હાજર રહ્યા હતા. ગાંધીધામને શ્વાનમુકત બનાવવા કેવા કેવા પગલાઓ પ્રાથમિકતાના ધોરણે લેવાની જરૂર છે તે માટે સુપ્રીમકોર્ટ દ્વારા જ ગાઈડલાઈન જાહેર કરેલી છે અને તેને અનુસરવા એબીસી યોજના-પ્રોજેકટ અમલી બનાવવામા આવશે. તે માટે ટેન્ડરો ઓનલાઈન જાહેર થશે, એજન્સી નકકી કરવામા આવશે અને તે એજન્સી જ શહેરોમાં રખડતા કુતરાઓને પડકશે તથા કુતરાના જન્મદર ઘટાડવાની દીશામાં પશુચિકિત્સકોની સાથે મળી જરૂરી સારવાર-કાર્યવાહી આગામી સમયમાં હાથ ધરવામા આવશે. એટલે હવે રખડતા ઢોર બાદ શ્વાનમુકત ગાંધીધામ સકુલ બનાવવાની દીશામાં પણ વ્યાયામ શરૂ થવા પામી ચૂકયો છે.

Comments