Trending News
સ્થાનિક સમાચાર

ગાંધીધામના કલેકટર રોડ પર એમડી ડ્રગ્સ સાથે વૃદ્ધની અટકાયત

18 November


પ્રતાપગઢના શખ્સ પાસેથી માલ મેળવ્યો હોવાની આપી કબુલાત

ગાંધીધામ-કચ્છઉદય : શહેરના કલેકટર રોડ પર આવેલ સુલભ શૌચાલયની બાજુમાં આવેલી ખુલ્લી જગ્યામાં એ ડીવીઝન પોલીસે દરોડો પાડીને વૃદ્ધની એમડી ડ્રગ્સ સાથે અટકાયત કરી હતી. 
આ બાબતે જાણવા મળતી વિગતો મુજબ કાર્ગો મચ્છી માર્કેટમાં રહેતા સલીમભાઈ હુસેનભાઈ મૌવર (ઉ.વ.૬પ) પાસે માદક પદાર્થ હોવાની બાતમી આધારે દરોડો પાડવામાં આવ્યો હતો. આરોપીએ પોતાના આર્થિક ફાયદા માટે વેચાણ કરવાના ઈરાદાથી ગેરકાયદે રીતેે ર૪.૮૧  ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ કિંમત રૂા. ૭૪,૪૩૦ નો મુદ્દામાલ આરોપી પ્રતાપગઢના મુબારક નામના શખ્સ પાસેથી લીધો હતો. આ ઉપરાંત ફરીયાદીના કબજામાંથી મોબાઈલ, બીડી, સીગારેટ, ડ્રાઈવીંગ લાયસન્સ, આરસી બુક, વકીલનું કાર્ડ, પ્લાસ્ટીકની નાની કોથળીઓ, વજન કાંટો, ચમચી સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. કુલ્લ ૯પ,૮૮૦ નો મુદ્દામાલ કબજે કરી ગાંધીધામ એ ડીવીઝન પોલીસમાં એનડીપીએસનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. 

 

Comments

COMMENT / REPLY FROM