નહી તો ગાંધીધામમાં પણ નિદોર્ષ લોકોનો મોતકાંડ સર્જાતા વાર નહી થાય.! : સંકુલમાટે ખતરાની ઘંટડી
રાજવી ફાટકથી ભારતનગર તરફ પાણીની લાઈનો પરના દબાણો દુર કરો
ગાંધીધામ મહાનગરપાલીકા કમિશ્નરશ્રી, પોલીસ તંત્ર સંયુકત રીતે આ વિસ્તારમાં તવાઈ બોલાવે તે જ સમયનો તકાજો
શહેર-સંકુલની પાણીની એકસપ્રેસ લાઈન જયાથી પસાર થાય છે તેના પર મોટા પ્રમાણમાં ખડકાઈ ગયા છે પાક્કા દબાણો : ઓરડીઓ બની છે તેના નીચેથી જ પાણીની લાઈન થાય છે પસાર
હાલમાં અડાલજમાથી ૩ આતંકીઓ ઝડપયા, જેમના મનસુબા રાઈસિન નામના અતિ ઝેરી ઝેર મારફતે બાયો ટેરર-મોટી હોનારત ફેલાવવાનુ હતુ, પ્રસાદમાં કે અન્યત્ર આ જેર ભેળવી મોટી માત્રામાં નીદોેર્ષ લોકોને મારવાનો રચ્યો હતો કારસો, વિચાર કરો, ગાંધીધામાં પાણીની લાઈન પર અડીંગો જમાવી બેઠેલા દબાણકારો આવા ઝેરી વિચારોના મનસુબા પાર પાડે તો ગાંધીધામ સંકુલમાં પણ નિદોર્ષ લોકોના મોતકાંડ સર્જાઈ જશે કે નહી? વેળાસર જ આ દબાણકારોેને અહીથી કરવા જોઈએ દુર : પ્રબુદ્ધવર્ગની ટકોર
અહી દબાણ કરનારાઓ કેટલા માથાભારે છે, તે જોવુ જાણવુ હોય તો અગાઉ અહી દબાણો હટાવાવ ગયેલી ટીમ તેમા પણ પોલીસ પર પણ આ દબાણકારોએ હુમલા કરી પીઆઈ કક્ષાના અધિકારીને લોહીલુહાણ કરી દીધા હતા, પથ્થરમારો કર્યો હતો, જે રીતે આ દબાણકારોએ આવી રીતે કાયદો હાથમાં લઈ અને પોલીસ પર હુમલો કરતા ખચકાટ નથી અનુભવ્યો તો, આવા અમુક દબાણકારો કોઈ પણ કૃત્યને અંજામ આપતા વાર ન કરે તેમ કહેવુ અસ્થાને નહી કહેવાય
ગાંધીધામ : ભારતમાં અગાઉ નાપાક મુલક દ્વારા સરહદોથી કે દરીાયઈ સીમાઓમાંથી આતંકવાદને પોષવામાં આવતુ હતુ પરંતુ હવે તો પાછલા અમુક દીવસોમાં દેશમાં જે રીતે આતંકના ચહેરાઓ બેનકાબ થવા પામી રહ્યા છે તેનાથ સ્પષ્ટ થાય છે કે હવે ભારતમા નવી પદ્વતીઓ સાથે કેટલાક આતંકવાદી જુથો સક્રીય થયેલા છે. ગુજરાતમાં દોઢ દાયકા પછી ફરી એકવખત આતંકવાદની ભારે ચર્ચાઓ ઉભી થવા પામી ગઈ છે. દેશભરમાં ફેલાયેલા આતંકની કમર ર૦૦૮મા ગુજરાતે તોડી હતી. હવે ૧૭વર્ષ પછી રાજસ્થાન સરહદથી ડ્રોનથી ત્રણ પિસ્તોલ અને કારતુસ ઘુસાડાયા તે લઈને જતા બાયોટેરર ફેલાવવાના મનસુબા સેવતા ત્રણ આતંકવાદીને ગુજરાત એટીએસ દ્વારા તાજેતરમાં જ પકડી પાડયા હતા. આ ત્રણ શખ્સોના કબ્જામાંથી રાયસિન નામનુ ઝેરનો મોટો જથ્થો મળવા પામ્યો હતો. કહેવાયુ છે કે આ કેમીકલ પોટેશીયમ નાઈટ્રાઈટ કરતા પણ અનેકઘણુ ઝેરી છે. એટલે કે તેનાથી લાખો લોકોના મોત થઈ શકે તેવી આશકાઓ દર્શાવાઈ છે. આતંકીઓ મંદીરોમાં પ્રસાદીમાં કે અન્ય મોટા સ્ત્રોતમાં જડપથી કેમીકલ ફેલાઈ શકે તે રીતે ભેળવી મોટો નરસંહાર કરવાની તૈયારીમાં હતા. આ પ્રકારનો બાયો ટેરર-કેમીકલ-ઝેરી પદાર્થ મીલાવીને આતંકવાદ ફેલાવાનો ચહેરો ત્રાસવાદનો એકદમ નવો જ કહી શકાય તેમ છે. એટલે આતંકના નવા ચહેરાઓ જે રીતે ખુલી રહ્યા છે તેને હળવાશથી ન લેવા જોઈએ તેની સાથે જ આ ઘટનાને સાંકળીને ગાંધીધામ-સંકુલનો પ્રબુદ્ધવર્ગ કહી રહ્યો છે કે, પૂર્વ કચ્છમાં પણ મનપાના કાર્યદક્ષ અને કડક કમિશ્નરશ્રી તથા પોલીસતંત્રએ પણ સંયુકત રીતે વિચારવાની જરૂર છે. ત્રણ આતંકવાદીઓ પાસેથી થયેલા ખુલાસાને વોર્નિગ બેલ માનવુ જોઈએ અને ગાંધીધામમા પણ રાજવી ફાટકથી લઈ અને ભારતનગર તરફ જતા માર્ગ પર જે પાક્કા ગેરકાયદેસર દબાણોનો અડીંગો ખડકાયેલો છે તેને વેળાસર દુર કરવાની જરૂર છે. કારણ કે, આ દબાણો શહેર-સંકુલની પાણીની મુખ્ય એકસપ્રેસ લાઈન પર જ ખડકી દેવામા આવ્યા છે. પાણીની મેઈન લાઈન પર આ દબાણો-બાંધકામો આટલા લાંબા સમયથી યથાવત જ રહ્યા છે. હકીકતમાં જે રીતે રાઈસિન નામના ઝેરને ભેળવીને આતંક ફેલાવનારાઓ જેવા મલિન મનસુબા કોઈને સુજયા અને આવી પાણીની લાઈનમાં આવા કેાઈ જેરી કેમીકલ સિફતપૂર્વક ભેળવી દીધા તો તેની આડઅસર હજારો નિદોર્ષ લોકોને થવા પામી શકે તે વાત ન ભુલવુ જોઈએ. અને પાણીની લાઈન પર જ આ તત્વો દબાણો ખડકીને બેઠા હોવાથી કોણે આ કાવતરું કર્યુ છે તે શોધવુ પણ કપરૂ બની જશે અને એક મોટી મીસ્ટ્રી સર્જાઈ જશે તેમ છે. અહી દબાણકારો પાણીની લાઈન પર બેઠા હોવાથી બેફામ રીતે અહી પાણીનો વેડફાટ પણ કરતા રહે છે જેથી પાણી આગળ રસ્તાઅ પર પણ સતત ભરેલુ જ પડયુ રહે છે અને અહીથી મોટા પ્રમાણમાં વાહનો અવરજવર થતી હોવાથી રોડ -રસ્તાની પણ અતી દારૂણ સ્થીતી બની જવા પામી ગઈ છે. અહીનો રોડ ગાડાવાટને પણ સારો કેવડાવે તેટલી હદે વર્તમાન સમયે પણ તુટી જવા પામ્ય છે. એકાદ-બે ફુટના મોટા મોટા ગાબડાઓ ખાડામાં પડી જવા પામ્યા છે. બાળકો,
વૃદ્ધા અને મહીલાઓને માટે તો આ માર્ગમાથી પસાર થવુ પણ દુષ્કર જ બની જવા પામી રહ્યુ છે. દબાણકારોએ પાણીની લાઈન પર ગેરકાયદેસર રીતે બેઠેલા છે તેઓમાથી કોઈ જ ટેક્ષપેયર નથી, છતા પણ તેમને ર૪ કલાક પાણી ગેરકાયેસર રીતે લાઈન પર બેઠા હોવાથી મળી રહ્યુ છે અને સંકુલના ટેક્ષપેયર છે તેઓ પાણી માટે ભરચોમાસે વલખા મારતા રહી જતા હોય છે. ટેક્ષપેયર જે નથી તેઓના ટોળા મોટી સંખ્યામાં રજુઆત કરવા મહાનગરપાલીકામાં પહોચી જાય તો તેમની વાત તરત સંભળાઈ જાય છે, જયારે ટેક્ષપેયર પોતાના બે છેડા ભેગા કરવામાં જ આખો દીવસ દોડદોડીમાં વ્યસ્ત રહેતો હોય છે,
એટલે ગાંધીધામમાં તો જાણે કે ઉલ્ટી ગંગા સુવિધાઓ આપવામા થતી હોય તેવો તાલ પણ થઈ રહ્યો છે. ખૈચ, હાલમાં જે રીતે બાયોટેરરની ઘટનાનો પર્દાફાશ ગુજરાત એટીએસ દ્વારા કરી દેવાયો છે તેને જોતા તો તંત્ર-પોલીસે સ્યુકત રીતે જ વહેલાસર જ આ પાણીની લાઈન પર આડેધડ પાકકા દબાણો ખડકાયેલા છે તેને દુર કરવાની દીશામાં કાર્યવાહી હાથ ધરવી જોઈએ તે જ સૌના હિતમાં કહેવાશે.

Comments