Trending News
સ્થાનિક સમાચાર

કચ્છ યુનિ. ખાતે ૬ઠ્ઠી વાર્ષિક આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ યોજાશે 

17 November




ભુજ - કચ્છઉદય : ક્રાંતિગુરૂ શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સિટી, ભુજના મેનેજમેન્ટ સ્ટડીઝ વિભાગ દ્વારા ઈન્ડિયન ઈકોનોમિક્સ એન્ડ એલાઈડ સાયન્સિસ એસોસિએશન તથા મુક્તજીવન સ્વામિબાપા મહિલા કોલેજ ભુજ સાથેના સહયોગથી ૧૯થી ૨૧ નવેમ્બર દરમિયાન છઠ્ઠી વાર્ષિક આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનું આયોજન કરવામાં આવશે.
કચ્છ યુનિવર્સિટીમાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સને વાઈસ-ચાન્સેલર તથા આઈઈએએસએના પ્રમુખ પ્રોફેસર મોહન પટેલ, કોન્ફરન્સ કન્વીનર પ્રોફેસર વિજય વ્યાસ, આઈઈએએસએ સેક્રેટરી પ્રોફેસર અલોકકુમાર, રજિસ્ટ્રાર અને કોન્ફરન્સ કોઓર્ડિનેટર ડૉ. અનિલ ગોર, ડેપ્યુટી કન્વીનર ડૉ. કનિષ્ક શાહ, અસિસ્ટન્ટ કન્વીનર ડૉ. શીતલ બાટી તેમજ મેનેજમેન્ટ સ્ટડીઝ વિભાગના તમામ ફેકલ્ટી સભ્યોએ સંબોધિત કરી હતી. પ્રોફેસર મોહન પટેલ, વાઈસ-ચાન્સેલર તથા આઈઈએએસએના પ્રમુખે ત્રણ દિવસીય કોન્ફરન્સની વિગતવાર રૂપરેખા રજૂ કરી અને જણાવ્યું હતું કે આ કોન્ફરન્સમાં દેશ-વિદેશના પ્રખર શિક્ષણવિદો, નીતિ - નિર્માતાઓ, ઉદ્યોગ નિષ્ણાતો અને સંશોધકો જોડાશે. કાર્યક્રમમાં કી-નોટ લેકચર્સ, પેનલ ચર્ચાઓ, બ્રેઇન સ્ટોર્મિંગ સેશન તેમજ વિશેષ આંતરરાષ્ટ્રીય ઓનલાઇન સેશનોનો સમાવેશ થશે.
વિકસિત ભારત જ્ર ૨૦૪૭ થીમ હેઠળ નક્કી કરાયેલા ૧૦ ટેકનિકલ સેશનો પર ચર્ચા કરવામાં આવશે, જેમાં ગુજરાત, ભારત અને વિદેશથી વધુ પ્રતિભાગીઓ હાજરી આપશે. કોન્ફરન્સમાંથી મળતા સૂચનોના આધાર પર એક નિતી પત્ર તૈયાર કરીને સરકારને પાઠવવાની યોજના છે. કોન્ફરન્સ દરમિયાન એસીટી દ્વારા સસ્ટેઇનેબલ વોટર મેનેજમેન્ટ વિષય પર એક વિશેષ પેરલલ ટેકનિકલ સેશન આયોજિત કરાશે.
કોન્ફરન્સ કન્વીનર પ્રોફેસર વિજય વ્યાસે ઉદ્ઘાટન સત્રની માહિતી આપતા જણાવ્યું કે ઉદઘાટન સાંસદ વિનોદ ચાવડા, દ્વારા કરવામાં આવશે. સત્રના ચીફ ગેસ્ટ દીનદયાળ પોર્ટ ઓથોરિટી ચેરમેન સુશીલકુમારસિંહ રહેશે. ગેસ્ટ ઓફ ઓનર તરીકે અદાણી સ્કિલ્સ એન્ડ એજ્યુકેશનના સીઈઓ રોબિન ભૌમિક અને ગુરૂ ઘાસીદાસ સેન્ટ્રલ યુનિવર્સિટી, બિલાસપુર વાઈસ - ચાન્સેલર પ્રોફેસર અલોકકુમાર ચક્રવાલ ઉપસ્થિત રહેશે. કોન્ફરન્સ પ્રેસિડેન્શિયલ એડ્રેસ પ્રોફેસર તુષાર શાહ દ્વારા આપવામાં આવશે. ે અન્ય ગણમાન્ય મહેમાનોમાં આઈઈએએસએ ફાઉન્ડર પ્રમુખ ડૉ. ગિરિરાજસિંહ રાણા તેમજ પ્રોફેસર સંજય પાસવાનનો સમાવેશ થાય છે.
વેલેડિક્ટરી સેશનમાં ઉચ્ચ અને તકનીકી શિક્ષણ. ગુજરાત સરકાર ચીફ ગેસ્ટ, રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગા હાજર રહેશે. વિશેષ મહેમાન તરીકે સીએમડી તથા સીઈઓ આઈઓએસવાયએસ દીપક વોરા હાજરી આપશે. સમાપન સત્રના ગેસ્ટ ઓફ ઓનર તરીકે અદાણી સ્કિલ ફાઉન્ડેશન એક્ઝિક્યુટિવ ડીરેક્ટર વસંત ગઢવી,  અને અદાણી ગ્રૂપ હેડ-હેલ્થકેર પંકજ દોશી ઉપસ્થિત રહેશે.
અલોક કુમારે  વિગતો રજૂ કરી હતી, જેમાં વિકસિત ભારત જ્ર ૨૦૪૭ થીમ દ્રષ્ટિ હાંસલ કરવામાં પર્યટનની ભૂમિકા, વિકસિત ભારત જ્ર ૨૦૪૭ થીમ સિદ્ધ કરવા ડિજિટલાઈઝેશન અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની ભૂમિકા વિકસિત ભારત  ૨૦૪૭ના લક્ષ્યોમાં સામાજિક વિજ્ઞાનોનું યોગદાન, ગ્રીન ઈકોનોમી અને બ્લુ ઈકોનોમીઃ સસ્ટેઇનેબિલિટીનું ભવિષ્ય,  એપ્લાઈડ સાયન્સના વૈજ્ઞાનિક અભિગમો,  ફાઇનાન્શિયલ સેક્ટર સુધારાઓ, વૈશ્વિક પરિસ્થિતિ અને ભારતના વિકાસ માર્ગ પર તેનો પ્રભાવ, વીઆરએએએસએટીથી વિકાસ ભારતીય જ્ઞાન પરંપરા, કચ્છમાં પર્યટનનો વિકાસ, કચ્છના વિશેષ સંદર્ભમાં કિનારે અને સાગરજીવ વૈવિધ્ય સંરક્ષણ પર પ્રકાશ પાડ્યો હતો. 
રજિસ્ટ્રાર ડૉ. અનિલ ગોરે જણાવ્યું કે આ કોન્ફરન્સ ગહન ચર્ચાઓ, નિષ્ણાતોના માર્ગદર્શન અને રાષ્ટ્રીય વિકસિત ભારત જ્ર ૨૦૪૭ થીમ તરફ અર્થપૂર્ણ યોગદાન આપશે. આયોજન ટીમે વિશ્વાસ વ્યક્ત કર્યો કે, જ્યારે શિક્ષણ ક્ષેત્ર, ઉદ્યોગ અને સમાજ સાથે ચાલે, ત્યારે વિકાસ શક્યતા નહીં, પરંતુ નિશ્ચિતતા બની જાય છે.
-----

 

Comments

COMMENT / REPLY FROM