Trending News
સ્થાનિક સમાચાર

ગાંધીધામ બી ડીવીઝન પટ્ટામાં અમિત-ચંદનની રાજસ્થાનથી ઈંગ્શીલદારૂની ધુમ હેરફેર? : નવા પેંતરાથી થાય છે હેરફેર

17 November

ધીરે ધીરે બોલ કોઈ સુનના લે..સુનના લે..!




દોેઢેક વર્ષ પહેલા અગાઉ મીઠીરોહર પાસે આખાય ગોડાઉનમાં ઈંગ્લીશદારૂ પર વિજિલન્સ સફળ દરોડો પાડયો હતો તેમાં સુત્રધાર રહેલા અમિત-ચંદન ફરી આવ્યા મેદાનમાં : તે વખતે આખેઆખી બી ડીવીઝન પોલીસ મથકની સામુહીક થઈ ગઈ હતી બદલીઓ, હવે ફરીથી નવી ગોઠવણીઓ સાથે આ બન્ને બુટલેગરો દારૂની કરી રહ્યા છે રેલમછેલ



મોટા ગોડાઉનમાં કયાંય સ્ટોર ન કરવાનો, રાજસ્થાનથી જ સીધા ઈનોવા જેવી નાની-નાની ગાડીઓમાં દારૂ ભરી અને ગાડીમાથી જ કટીંગ આપી રહ્યા હોવાની છે ચર્ચા : ૧પથી ર૦ નાની ગાડીઓ રોજની ઠલવાતી હોવાની છે ચકચાર : ખાખીના કયા ભ્રષ્ટ વહીવટદારોની ભાગબટાઈ? શું સ્થાનિકેથી તપાસ કરવામા આવશે પછી ફરીથી વિજિલન્સ જ અહી ત્રાટકીને નાક કાપશે?


પૂર્વે કચ્છ એલસીબીએ એ ડિવીઝન ગાંધીધામ વિસ્તારમાંથી ઝડપેલી નંબર પ્લેટ વગરની ઇનોવા કાર અને

તેમાં બીયરના ઝડપાયેલા ટીનના કેસની જો ઉડી તપાસ થશે તો આખુંય નેટવર્ક ખૂલશે



ગાંધીધામ : ગુજરાત સરકાર એકતરફ દારૂબંધીની સજજડ અમલવારી થાય તે માટે કડક પગલા લઈ રહી છે. કાયદાઓ નવા નવા બનાવી રહી છે પરંતુ બીજીતરફ કયાંક ને કયાંક અમુક ભ્રષ્ટ ખાખીધારીઓની બલીહારીથી દારૂની મોટા પાયે ડીલીંગ થતી રહે છે. દરમ્યાન જ પૂર્વ કચ્છના ગાંધીધમામાં પણ ફરીથી અમિત-ચંદનની દારૂની ટોળકી નવા પેંતરા સાથે રાજસ્થાન લાઈનથી મોટા પ્રમાણમાં દારૂની હેરફેર કરી રહી હોવાનુ સામે આવવા પામી રહી છે. આ અમિત-ચંદન એ જ છે કે જેમના મીઠીરોહરમાં દારૂના ગોડાઉન પર વિજિલન્સે આજથી દાઢેક બે વર્ષ પહેલા સફળ દરોડો પાડયો હતો અને તે વખતે આખેઆખા બી ડીવીઝનને વિખેરી નાખવાની સ્થિતી આવી જવા પામી હતી.
 થોડો સમય બંધ થયા બાદ અમિત-ચંદન ફરીથી મોટી ગોઠવણો-વહીવટ-સેકસન સાથે નવા કીમીયાઓ અજમાવી અને અગાઉ કરતા પણ મોટાપ્રમાણમાં દારૂનો જથ્થો ગાંધીધામમાં ઠાલવી રહ્યા હોવાનુ મનાય છે. જાણકારો કહી રહ્યા છે કે , અગાઉ રાજસ્થાનથી દારૂ મોટા વાહનોમાં લાવવામા આવતો હતો અને તે ગોડાઉનમાં રાખવામા આવતો હતો જે પકડાઈ ગયો હતો, પરંતુ હવે તો આ અમિત-ચંદન બુટલેગર ટોળકીએ સીધેસીધા નાના-નાના વાહનો રાજસ્થાનમાં જ દારૂ ભરાવવા મોકલી આપે છે અને તે જ નાના વાહનોમાં સીટો કાઢી દારૂ ભરી અને સીધેસીધા જ  તેના કટીંગ કરવામા આવી રહ્યા છે. આમ કરવાથી અનેકવીધ ફાયદાઓ બુટલેગર લોબીને થવા પામી રહ્યા છે. જોખમ ઘટી જાય છે, સ્ટોર કરવાનો આવતો ન હોવાથી સ્થાનિકનો હપ્તો ઘટી જાય છે, અને માલ પણ તરત જ કટીંગ થઈ જાય છે. 

........


કચ્છ બોર્ડ રેન્જ સાયબર ક્રાઈમની ટીમ કેમ અંધારામાં?



કચ્છ-પાટણ-બનાસકાંઠા ૩ જિલ્લાઓની હદ પાર કરવી પડે, ઉપરાંત પૂર્વ કચ્છ એલસીબીના કાર્યક્ષેત્રમાં પણ આ દારૂના નેટવર્કનો વિસ્તાર આવી જાય છે, છતા કેમ કોઈના ધ્યાને નથી આવતુ?


ગાંધીધામ : રાજસ્થાનથી સીધેસીધો બોર્ડર ટુ બોર્ડર થઈ અને ગાંધીધામ સુધી નાના નાના રોજના ૧પથી ર૦ વાહનોમાં દારૂનો તગડો જથ્થો ભરીને ગાંધીધામ સુધી ઠલવાઈ રહ્યો છે તો અહી સવાલ થઈ રહ્યો છે કે કચ્છ બોર્ડર રેન્જની સાયબર ક્રાઈમની ટીમ કેમ આ બાબતે અંધારમાં છે? કે પછી અજાણ છે? કારણ કે રાજસ્થાનથી કચ્છ તરફ આવે છે એટલે સાંતલપુર થઈને પ્રવેશ કરે. તો આ કચ્છ બોર્ડર રેન્જની જ હદમાં થઈને બધુ થવા પામી રહ્યુ છે. હકીકતમાં આ અંગે આઈજીશ્રીએ તેમની ટીમને આ બાબતે સતર્ક કરવી જોઈએ અથવા તો સાયબર ક્રાઈમની ટીમના જ કોઈ બની બેઠેલાઓ મારફતે કે મીઠીનજરે આ દારૂનો મોટો જથ્થો ઠલવાઈ રહ્યો છે તેવુ તો નથીને? 


..........


જલ્લા બહાર ફેકાયાં બાદ ફરીથી ગોઠવાઈ ગયેલ 
ભ્રષ્ટ વહીવટદાર ભગીરથની તો મીઠીનજર નથી ને?





ગાંધીધામ : અમિત-ચંદનના ઈંગ્લીશદારૂના રાજસ્થાનની લાઈનથી ચાલતા નેટવર્કની ચર્ચાઓએ જોર પકડયુ છે ત્યારે જાણકારો કહી રહ્યા છે કે, જિલ્લાઓ ટપી, ચેકપોસ્ટ ક્રોસ કરી અને અન્ય રાજયમાંથી મોટાપાયે દારૂ લાવવાનુ નેટવર્ક-માયાજાળ ફેલાયેલ હોય અને તેની જાણ ખાખીને ન હોય તેવુ બને ખરૂ? કહેવાય છે કે, રાજસ્થાનથી ગાંધીધામ સુધી નાની ગાડીઓમાં સીધેસીધા જ દારૂ ઠાલવી દેવાના વકરી ગયેલા નેટવર્કમાં પણ અગાઉ પણ ભારે ચર્ચામાં રહેલ અને જિલ્લા ફેરબદલીઓનો પણ ભોગ બની ચુકેલ ભ્રષ્ટ વહીવટદાર તરીકે ભગીરથ તો નથી ને?


..........


આડેસર ચેકપોસ્ટ પણ આ ગાડીઓ કેમ બિન્ધાસ્ત ઓળંગી આવે છે?


ગાંધીધામ : રાજસ્થાનથી કચ્છમાં દારૂ ઠલવાતો હોય અને તે પણ નાના નાના વાહનો મારફતે જ અંગ્રેજી દારૂ જો ઠલવાતો હોય તો બનાસકાંઠા-પાટણ ઈને આવતા આ વાહનોને આડેસર ચેકપોસ્ટ થઈને જ આવવુ પડે. રોજની આટઆટલી ગાડીઓ દારૂ ભરીને અવરજવર કરતી હોય અને તે આડેસર ચેકપોસ્ટના ધ્યાને ન આવે તેની પાછળનુ રહસ્ય પણ વિચારવું જ ઘટે.
...........


 

Comments

COMMENT / REPLY FROM