સા. આફ્રિકા સામે ૧૫ વર્ષ પછી હારી ટીમ ઈન્ડિયા
૧૨૪ રન પણ ચેઝ કરી શકી નહીં, ભારત ૯૩ રન જ બનાવી શક્યું ગિલ બેટિંગ કરવા ઉતર્યો
નવી દીલ્હી : ભારતને સાઉથ આફ્રિકા સામેની કોલકાતા ટેસ્ટમાં ૩૦ રનથી હારનો સામનો કરવો પડ્યો છે. ટીમે ૧૫ વર્ષ બાદ પોતાના ઘરમાં સાઉથ આફ્રિકા સામે કોઈ મેચ ગુમાવી છે. છેલ્લી હાર ૨૦૧૦માં ગ્રીમ સ્મિથની કેપ્ટનશીપમાં નાગપુરમાં મળી હતી.
ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં રવિવારે ૧૨૪ રનનો ટાર્ગેટ ચેઝ કરી રહેલી ભારતીય ટીમ ૯ વિકેટે ૯૩ રન જ બનાવી શકી. કેપ્ટન શુભમન ગિલ બેટિંગ કરવા નહોતો આવ્યો. તે એક દિવસ પહેલાં ગરદનમાં દુખાવાને કારણે રિટાયર હર્ટ થયો હતો.ટીમ ઈન્ડિયા તરફથી વોશિંગ્ટન સુંદરે સૌથી વધુ ૩૧ રન બનાવ્યા. સાયમન હાર્મરને મેચમાં કુલ ૮ વિકેટ મળી.આ પહેલાં સાઉથ આફ્રિકા બીજી ઇનિંગ્સમાં ૧૫૩ રન પર ઓલઆઉટ થઈ ગઈ. સાઉથ આફ્રિકાએ શુક્રવારે ટૉસ જીતીને પહેલા બેટિંગનો નિર્ણય કર્યો હતો. ટીમ પહેલી ઇનિંગ્સમાં ૧૫૯ રન પર સમેટાઈ ગઈ. જ્યારે, ભારતે પહેલી ઇનિંગ્સમાં ૧૮૯ રન બનાવ્યા હતા.

Comments