કમોસમી માવઠાથી કચ્છના મીઠ્ઠા ઉદ્યોગની પણ માઠી : ઉત્પાદનમાં ઘટાડાની વકી : કરોડોનો પડશે આર્થિક ફટકો.!
બ્રોમાઈનું ઘટતું પ્રમાણ મીઠાઉદ્યોગકારોની વધારી રહ્યુ છે ચિંતા.!
નાના રણનો નમક ઉદ્યોગ સંકટમાં : રણની જમીનમાં બ્રોમાઈનનું પ્રમાણ ઘટતાં ઉત્પાદન પર નકારાત્મક અસર
ભારતના કુલ ૩ કરોડ મેટ્રિક ટન મીઠાના ઉત્પાદનમાંથી લગભગ ૭૫% એટલે કે ૨.૨૫ કરોડ મેટ્રિક ટન મીઠું ગુજરાતમાં પાકે છે. જેમાં કચ્છનો રપ લાખ મેટ્રીક ટન જેટલો છે ફાળો
ભુજ-કચ્છઉદય : ભારત આખાયના મીઠ્ઠાની મબલખ ખપત જે કચ્છ જિલ્લામાંથી પુરી થાય છે ત્યાંના નાના રણમાં વિશાળ કાય ક્ષેત્રમાં પથરાયેલ અને જિલ્લામા આર્થિક રોજગાર સર્જનમા ચાલક બળ બનેલ મીઠ્ઠા ઉદ્યોગ પર સંકટના વાદળો ઘેરાઈ રહ્યા હોવાની સ્થિતી સામે આવવા પામી રહી છે. વાતાવરણમાં આવતા નાટકીય પરીવર્તન એટલે કે ગ્લોબલ વોર્મિગ અને તેની અસર તળે સતત વરસતા કમોસમી માવઠાથી કચ્છના મીઠા ઉદ્યોગની પણ માઠી બેસી રહી હોય તેવી રીતે વર્તારો સામે આવવા પામી રહ્યો છે. યકચ્છ ભારતનું નમક ઉત્પાદનનું કેન્દ્ર છે. ગ્ુાજરાત દેશના લગભગ ૮૦% નમકનું ઉત્પાદન કરે છે, જેમાં કચ્છનો મોટો હ્રિસ્સો છે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં અનિયમિત વરસાદ અને ગ્લોબલ વોર્મિંગના કારણે નમક ઉત્પાદન સતત ઘટતું જાય છે. ંતેની પાછળની મુખ્ય સમસ્યાઓની જો વાત કરીએ તો અહી અનિયમિત વરસાદ અચાનક પડતા વરસાદથી નમકના તળાવો પાણીથી ભરાઈ જાય છે, જેના કારણે બનેલું નમક ઓગળી જાય છે.ઉત્પાદન સમય ઘટ્યો છે. પહ્રેલાં ઓક્ટોબરથી જૂન સુધી નમક બનાવાતું, હ્રવે વરસાદ અને ચક્રવાતને કારણે સમય ઓછો થઈ ગયો છે.અગરીયા સમાજ પર અસર કચ્છના હ્રજારો અગરીયા મજૂરો નમક પર આધારિત છે. ઉત્પાદન ઘટવાથી તેમની આવક ઘટી રહ્રી છે.
આ બાબતે તજજ્ઞોની વાત માનીએ તો કચ્છના નાના રણમાં નમકનું ઉત્પાદન રોજગારી આપતો મોટો ઉદ્યોગ બની ગયો છે. હજારો લોકોના જીવન નિર્વાહ નમકના ઉત્પાદનથી થઈ રહ્યા છે ત્યારે નમક ઉત્પાદનનું હબ ગણાતા કચ્છના નાના રણમાં હવે નમકનું ઉત્પાદન ઘટે તેવી ભીતિ સર્જાઈ છે. મીઠા ઉદ્યોગ ગ્લોબલ વોર્મિંગ અને કમોસમી વરસાદને કારણે મોટા સંકટનો સામનો કરી રહ્યો છે. આ વર્ષે કચ્છના નાના રણમાં મીઠાના ઉત્પાદનમાં અંદાજે ૨૫% જેટલો ઘટાડો થવાની સંભાવના છે, જે મીઠા ઉત્પાદકો અને અગરિયાઓ માટે ગંભીર ચિંતાનો વિષય બન્યો છે.આ અંગેની વિગતો મુજબ રણની જમીનમાં બ્રોમાઇનનું પ્રમાણ સતત ઘટી રહ્યું છે, જે ઉત્પાદન પર નકારાત્મક અસર કરી રહ્યું છે. આ ઉપરાંત, દરિયાકાંઠે ઉત્પન્ન થતા મીઠાની સરખામણીમાં રણમાં મીઠાનું ઉત્પાદન ખર્ચાળ હોવાથી અગરિયાઓ માટે આ વ્યવસાયમાં ટકી રહેવું મુશ્કેલ બન્યું છે. નમક ઉદ્યોગ સાથે સંકળાયેલા ઉદ્યોગકારોના જણાવ્યાનુસાર આગામી બે વર્ષમાં ગાંગડાવાળું મીઠું ભૂતકાળ બની શકે છે. ભારતના કુલ ૩ કરોડ મેટ્રિક ટન મીઠાના ઉત્પાદનમાંથી લગભગ ૭૫% એટલે કે ૨.૨૫ કરોડ મેટ્રિક ટન મીઠું ગુજરાતમાં પાકે છે. આમાંથી કચ્છના નાના રણનો ફાળો ૨૫ લાખ મેટ્રિક ટન જેટલો છે. ગત વર્ષે પણ કચ્છના નાના રણમાં મીઠું ખેંચવાની સીઝન દરમિયાન કમોસમી વરસાદ પડ્યો હતો, જેના કારણે મોટાભાગનું મીઠું રણમાં જ રહી ગયું હતું અને વેપારીઓ તેમજ અગરિયાઓને ભારે નુકસાન થયું હતું. આ વર્ષે પણ અગરિયા પરિવારોએ એક મહિનાની સખત મહેનત બાદ મીઠું પકવ્યું હતું, પરંતુ ફરી વરસાદ ખાબકતા તેમને મોટું આર્થિક નુકસાન વેઠવું પડ્યું છે.કચ્છના નાના રણમાં અગરિયાઓ પરંપરાગત રીતે ઓર્ગેનિક મીઠાની ખેતી કરે છે, જેમાં મેગ્નેશિયમ અને કેલ્શિયમ જેવા કુદરતી પોષક તત્વો ભરપૂર માત્રામાં હોય છે. જોકે, ગ્લોબલ વોર્મિંગ અને અન્ય પડકારોને કારણે એક સમયનો ગુજરાતનો ગૌરવ સમાન આ ઉદ્યોગ હવે તેના અસ્તિત્વના સંકટનો સામનો કરી રહ્યો છે. કચ્છના નાના રણમાં કમોસમી વરસાદના કારણે ઉત્પાદન ઓછું થવાની શક્યતાના લીધે એવરેજ એક પાટામાં ૫૦૦ ટન મીઠું ઉત્પાદન થતું હોય એ પાટામાં ૪૦૦ ટન મીઠાનું ઉત્પાદન થશે એવો અમારો અંદાજ છે. જેથી કરીને આ કચ્છના નાના રણમાં ૧૦ એકર ધરાવતા નાના-નાના અગરિયાઓને આ વર્ષે રૂ. ૧૫થી ૨૦ કરોડનું નુકસાન થવાની શક્યતા છે.નમકના ભાવમાં વધારો, નિકાસમાં મુશ્કેલી અને ઉદ્યોગ પર દબાણ. કચ્છનું નમક માત્ર ઉદ્યોગ નથી, તે અગરીયા સમાજની જીવનરેખા છે. ગ્લોબલ વોર્મિંગ અને વરસાદના કારણે આ પરંપરાગત વ્યવસાય ખતરામાં છે. સરકાર અને સમાજે મળીને ટેકનિકલ સહ્રાય, નાણાકીય સુરક્ષા અને પર્યાવરણ સંરક્ષણ માટે પગલાં લેવાની જરૂર છે. જો સમયસર પગલાં નહ્રીં લેવાય, તો કચ્છનું નમક જે ભારતની ઓળખ છે ધીરે ધીરે ઇતિહ્રાસ બની જશે.
..........
ગાંગડાવાળુ મીઠાનું ઉત્પાદન ઘટવાના કારણો
• રણમાં પાણીના તળ દિવસેને દિવસે નીચે જતા બ્રોમાઇન ઘટવાના લીધે પ્રોડક્શન કોસ્ટ વધતા • દરિયાના પાણીનું મીઠું સફેદ અને ચમકદાર હોવાથી ગ્રાહકો જલ્દી આકર્ષાય છે • દરિયાના મીઠામાં બ્રાઇન ભર્તી વખતે ભરપુર માત્રામાં મળે છે • વડાગરા મીઠામાં જોડાયેલા અગરિયા અને વેપારીઓ પાસે ફાઇનાન્સની અને સંશાધનોની સુવિધા ન હોવાથી તેઓ માર્કેટિંગ કરી શકતા નથી.
..........

Comments