Trending News
સ્થાનિક સમાચાર

હવે સુરક્ષા એજન્સીઓએ ફક્ત બોર્ડર નહીં, આંતરિક ગતિવિધિઓ પર પણ કડક નજર રાખવી જરૂરી બની ગઈ છે

16 November

“ચંદો ઉગારવા”ના નામે કાશ્મીરીઓ સરહદે.! : શું ચાલી રહ્યું છે કચ્છમાં ?




ભુજમાં થયેલી ધરપકડ માત્ર એક ઘટના નથી એ ચેતવણી છે કે શત્રુ હવે સરહદ પારથી નહીં, પરંતુ આપણા વચ્ચે છુપાઈને પણ પ્રવેશવાનો પ્રયત્ન કરી રહ્યો છે




ગાંધીધામ : ભુજ અને આસપાસના સરહદી વિસ્તારોમાં તાજેતરમાં કાશ્મીરી નાગરિકોની હાજરી અને ધરપકડ પછી અનેક સવાલો ઊભા થયા છે. આ લોકો “ચંદો ઉગારવા” આવ્યા હોવાનું કહેવામાં આવ્યું પરંતુ સરહદથી થોડા જ અંતરે આવેલા વિસ્તારોમાં તેમનું ભટકવું શંકાસ્પદ ગણાય છે.
કચ્છનો વિસ્તાર હંમેશાં સુરક્ષા દૃષ્ટિએ સંવેદનશીલ રહ્યો છે. દરિયાકાંઠા, ખારાપાણી, સરહદી ગામો, બધે સુરક્ષા એજન્સીઓ સતત ચાકચોકસ રહે છે. છતાંય, જો અજાણ્યા લોકો “ચંદો ઉઘરાવવા”ના બહાને અહીં સુધી પહોંચે, તો તે માત્ર સામાન્ય ઘટના નથી. તાજેતરમાં ગીર સોમનાથ અને કચ્છ બંને સ્થળેથી શંકાસ્પદ વ્યક્તિઓની ધરપકડ એ બતાવે છે કે કોઈ ગૂઢ નેટવર્ક દેશના અલગ-અલગ ખૂણાઓમાં સક્રિય છે. દિલ્હી વિસ્ફોટ બાદ આવી ચળવળ વધુ ગંભીર બની ગઈ છે, અને હવે સુરક્ષા એજન્સીઓએ ફક્ત બોર્ડર નહીં, આંતરિક ગતિવિધિઓ પર પણ કડક નજર રાખવી જરૂરી બની ગઈ છે.
દિલ્હી વિસ્ફોટ પછી હવે કચ્છના ભુજ શહેરમાં કાશ્મીરી નાગરિકોની ધરપકડ સાથે સુરક્ષા એજન્સીઓ ફરી એકવાર સતર્ક થઈ ગઈ છે. કહેવાય છે કે આ લોકો “ચંદો ઉગરવા” આવ્યા હતા. પરંતુ સવાલ એ છે કે સરહદથી થોડા કિલોમીટર દૂર આવેલા ભુજ જેવા સંવેદનશીલ વિસ્તારમાં તેમનો હાજર રહેવાનો હેતુ શું હતો? ચંદો માત્ર  ઉઘરાવવા જ આવ્યા હતા તેવુ કોઈને આ વાત સહેલાઈથી “ઘળે ઉતરે” એવી નથી. કચ્છ જેવો બોર્ડર જિલ્લા, જ્યાં સતત ડ્રગ્સ, જાસૂસી અને ગૂસપેઠના કિસ્સા સામે આવતા રહે છે, ત્યાં અજાણ્યા લોકોની હાજરી પોતે જ ચેતવણી છે. સુરક્ષા એજન્સીઓ વારંવાર દાવો કરે છે કે દરેક હલનચલન પર નજર છે, પરંતુ જો આ લોકો દિલ્હી વિસ્ફોટ પછી અહીં સુધી પહોંચી ગયા, તેની ખબર પડી છે, જયારે કે કાશ્મીરીઓ તો અહી દસ દીવસથી રોકાઠા હતા. તો પ્રશ્ન એ છે કે એજન્સીઓ અંધારામાં કેમ રહી?એક તરફ કચ્છના સરહદી ગામોમાં રાત-દિવસ પેટ્રોલિંગ ચાલી રહ્યું છે, બીજી તરફ આંતરિક શહેરોમાં શંકાસ્પદ લોકોની પ્રવૃત્તિઓ વધી રહી છે.આ પરિસ્થિતિ “સુરક્ષાના ખાડા” તરફ ઈશારો કરે છે. સોમનાથથી પણ આવા શંકાસ્પદ વ્યક્તિઓની ધરપકડ થવી એ દર્શાવે છે કે દેશભરમાં ક્યાંક કોઈ ગુપ્ત નેટવર્ક સક્રિય છે, જે પ્રવાસ અથવા ધર્મના બહાને 
પોતાના હેતુ સિદ્ધ કરવા પ્રયત્નશીલ છે. આ સમય છે જ્યારે સુરક્ષા એજન્સીઓએ ફક્ત સરહદ નહીં, પરંતુ આંતરિક વિસ્તારો પર પણ વધુ દૃષ્ટિ રાખવી પડશે. ભુજમાં થયેલી ધરપકડ માત્ર એક ઘટના નથી.એ ચેતવણી છે કે શત્રુ હવે સરહદ પારથી નહીં, 
પરંતુ આપણા વચ્ચે છુપાઈને પણ પ્રવેશવાનો પ્રયત્ન કરી રહ્યો છે.કચ્છની ધરતી દેશભક્તિ અને 
તપસ્યાની છે. અહીં આવી શંકાસ્પદ હલનચલન સહન કરવી શક્ય નથી. સ્થાનિક પ્રજાએ પણ સતર્ક રહી, કોઈ અજાણી પ્રવૃત્તિ દેખાય તો તરત માહિતી આપવી.એ હવે ફરજ સમાન છે. “ચંદો ઉગારવા”ના નામે સરહદ સુધી પહોંચનારાઓની કહાની હવે વિશ્વાસપાત્ર નથી રહી.આ સમય છે સૌ સાથે મળીને સરહદની સુરક્ષા વધારવાનો છે.



..........



પ્રશ્નો અનેક છે 

૧. શું આ લોકો પાસે સ્થાનિક સંપર્ક હતા? ર. સરહદની સુરક્ષા વ્યવસ્થા વચ્ચે તેઓ અહીં કેવી રીતે પહોંચ્યા?  ૩. અને સૌથી મોટું  સુરક્ષા-ગુપ્ચર એજન્સીઓ આ હલનચલનને પહેલાંથી શોધી કેમ શકી નથી?


..........


કચ્છમાં NIA ની તપાસ ઈચ્છનીય !  સરહદની સુરક્ષા પર ચિંતા અને ચેતના



ગાંધીધામ : કચ્છનો વિસ્તાર માત્ર ગુજરાત માટે જ નહીં, પરંતુ સમગ્ર રાષ્ટ્રની સુરક્ષાનો અવિભાજ્ય ભાગ છે. અરબ સાગરથી લગતી લાંબી દરિયાકાંઠાની લાઇન અને પાકિસ્તાન સાથેની સરહદ  બંને તેને સ્ટ્રેટેજિક દૃષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ બનાવે છે.તાજેતરમાં દ્ગૈંછએ આતંકવાદી ષડયંત્રના કેસ સંદર્ભે પાંચ રાજ્યોમાં દરોડા પાડ્યા, જેમાં કચ્છનો બોર્ડર વિસ્તાર પણ સમાવેશ કરવામા આવે તે ઈચ્છનીય બની રહ્યુ છે.  ઉમરગામથી શરૂ કરાયેલ આ સર્ચ ઓપરેશનને છેવાડાના કચ્છ સુધી એનઆઈએ દ્વારા લબાવાય તે હિતાવહ બની રહ્યુ છે.  રાષ્ટ્રીય સુરક્ષા એજન્સીઓ હવે “બેકડોર એક્ટિવિટીઝ” પર વધુ ફોકસ કરી નજર રાખવાની જરૂર જણાઈ રહી છે. છેલ્લા કેટલાક મહિનાઓમાં કચ્છના દરિયાકાંઠે ડ્રગ્સ, હવાળા નેટવર્ક અને બાંગ્લાદેશી ગૂસપેઠીઓના કેસો સામે આવ્યા છે. આ પ્રવૃત્તિઓ ફક્ત ગુનાહિત જ નહીં, પરંતુ રાષ્ટ્રીય સુરક્ષાને સીધી અસર કરતી છે. ડ્રગ્સના નેટવર્કથી ફંડિંગ લઈને આતંકવાદી સંગઠનોને મદદરૂપ થવાના સંકેતો મળી રહ્યા છે. કોઈ પણ રાજ્ય અથવા વિસ્તાર, ભલે તે સરહદી હોય કે આંતરિક, રાષ્ટ્રીય સુરક્ષાની જાળમાંથી બહાર નથી. સરહદ પર સૈનિકોની ચાકચોકસાઇ જેટલી જ, આંતરિક સ્તરે માહિતી એકત્રિત કરતી એજન્સીઓની કામગીરી પણ એટલી જ જરૂરી બની ગઈ છે.આ સમય છે કે સ્થાનિક પ્રજાએ પણ સુરક્ષા એજન્સીઓનો સહયોગ આપે, શંકાસ્પદ પ્રવૃત્તિઓ અંગે તરત જ માહિતી વહેંચે અને “સરહદની સુરક્ષા”ને પોતાના ૌરવનો ભાગ માને. જો કચ્છમાં દ્ગૈંછની તપાસ હાલના સમયે થાય તો તે માત્ર એક કાર્યવાહી નથી. પરંતુ એક સંકેત હશે કે દેશની સુરક્ષાની લડાઈ હવે વધુ ઊંડાણથી અને વ્યાપક રૂપે ચાલી રહી છે.


..........

 

Comments

COMMENT / REPLY FROM