કેશુભાઈનું ‘નિઃશુલ્ક શિક્ષણ સ્વપ્ન’ હસુભાઈએ સાકાર કર્યું
કન્યા રતનધામ ખાતે લેવા પટેલ દીકરીઓના મિલનમાં આર.આર. પટેલનું માર્ગદર્શન
ભુજ - કચ્છઉદય : ન માત્ર કચ્છ સમગ્ર ગુજરાતને પ્રેરણા પીઠ તરીકે માર્ગદર્શન આપે તેવા કન્યા નિઃશુલ્ક શિક્ષણનું સ્વપ્ન સમાજના દાતા કેશવલાલભાઈનું હતું, જે હસુભાઈએ પૂરું કર્યું હોવાની વાત અગ્રણી આર.આર.પટેલે શનિવારે ભૂતપૂર્વ દીકરીઓના મિલનમાં કરી હતી. માતૃશ્રી મેઘબાઈ પ્રેમજી જેઠા લેવા પટેલ હોસ્પિટલની રજત જયંતની આગોતરી ઉજવણીના ભાગ રૂપે સમાજની મહિલા ટ્રસ્ટીઓ દ્વારા સંયોજીત મિલનમાં બોલતાં જાહેર જીવનના આદર્શ એવા ભીષ્મપિતામહ આર.આર.પટેલે કહ્યું કે, ટુંકાગાળામાં કોઈ સમાજે પ્રગતી કરી હોય તો તે લેવા પટેલોએ કરી છે. સિત્તેરના દાયકામાં જયારે શિક્ષણનું પ્રમાણ નહીવત હતું ત્યારે સી.એ. કરનાર પટેલે સમાજમાં કન્યા શિક્ષણની ક્રાંતિ કરી હતી તે વાતને સ્મરતાં તેમણે લાગણીસભર આત્મનિવેદન કરતાં કહ્યું કે, મારા જીવનમાં સંતોષ-આનંદની એ ઘડી હતી જયારે સંસ્કારધામમાં ૧૪૦૦થી વધુ દીકરીઓ ભણતી હતી. વિકાસ શિક્ષણ સાથે આવે છે. કમિટી ત્યારે જ કામ કરી શકે જયારે આખો સમાજ એકજૂથ હોય. તેમણે ૨૫ વર્ષ સુધી મફત કન્યા શિક્ષણ - આવાસ ઉપલબ્ધ વિશે દીકરીઓના પાલકપિતા કેશવલાલભાઈને સ્મરતાં સમાજના અજાતશત્રુ એવા શ્રી પટેલે ઉમર્યું કે, નિઃશુલ્ક કન્યા શિક્ષણની અપીલ તેમણે કેશુબાપાને તે વખતે કરેલી, જે તેમના ભત્રીજા હસુભાઈએ ૨૦૨૩માં સાકાર કરી હતી. તે વખતે ૨૫૦ દીકરીઓ મફત શિક્ષણ મેળવતી હતી.
સાયબર પ્રવૃત્તિની ટકોર કરતાં વ્યક્તિગત પ્રોફાઈલની પ્રસિધ્ધિની જગ્યાએ જ્ઞાનની વાત ફેલાવવાની જરૂર છે. તેમણે સાંખ્યયોગી ફઈઓ પૂજ્યભાવ ધરાવતા હોવાથી સમાજના ધ્યેયને વધુ આરોપિત કરી શકે તેમ કહ્યું હતું. આ પ્રસંગે સાયબર ગુના પોલીસ વિભાગના એચ.આર.જેઠી, દિવ્યા વેકરીયા, ભૂમિકા મારવાડાએ વિગતો આપી હતી તો મોભી અરજણભાઈએ પણ છેતરપિંડીની તરકીબો સામે જાગૃતિની વાત કરી હતી. સમાજ પ્રમુખ વેલજીભાઈ પિંડોરિયા, કન્યા કેળવણીના ભગીરથ એવા આર.એસ.હિરાણી, પૂર્વમંત્રી હરજીભાઈ માધાપરિયા,મંત્રી કરશનભાઈ મેપાણી, સમાજના રમતમંત્રી રામજીભાઈ સેંઘાણી, પૂર્વ ટ્રસ્ટી કેશરાભાઈ પિંડોરિયા, કાન્તાબેન લાલજી વેકરીયા, વિનોદભાઈ, દાતાટ્રસ્ટી લક્ષ્મણભાઈ રાઘવાણી, શિવજીભાઈ છભાડીયા, દાતા રીટાબેન ગોપાલ ગોરસિયા, ગોપાલભાઈ વેકરીયા સહિતના ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે પૂર્વ છાત્રાઓ જે હાલ ત્યાગી બહેનો છે તેમણે સંસ્મરણો કહ્યા હતા. આયોજન-વ્યવસ્થા કાન્તાબેન વેકરીયાના માર્ગદર્શનમાં કસ્તુરબેન ગોરસિયા, હંસાબેન હરસિયાણી, દક્ષાબેન, સંગીતાબેન, મનીષાબેન, પુષ્પાબેનએ, શબ્દ સંકલન આચાર્યા હેતલબેન ભુડિયા જ્યારે સમગ્ર સંકલન ઉત્સવ કમિટીના અધ્યક્ષ ગોપાલભાઈ ગોરસિયા, મંત્રી મનજીભાઈ પિંડોરિયાએ કર્યું હતું. હસુભાઈ ભુડિયા પરિવારની કાંસ્ય પ્રતિમાઓ માટે દીકરીઓએ ધાતુ અર્પણ કરી હતી. સમાજના મહિલા કાર્યકરોએ સતત બીજો કાર્યક્રમ સફળ બનાવી ‘સંગઠન શક્તિના દર્શન કરાવ્યા હતા. હરીશભાઈ સૂર્યવંશી, ઘનશ્યામભાઈ, વિજયભાઈ, રસિકભાઈ વેલાણી સહિતના ઉપસ્થિત રહ્યા હતા.
-----
સાર્વજનિક વાનગી સ્પર્ધા
ભુજ - કચ્છઉદય : પર્વના ભાગરૂપે આરોગ્ય વર્ધક વાનગી સ્પર્ધા યોજાશે, જેમાં વિવિધ મંડળોને આમંત્રણ અપાયું છે તે ભાગ લેશે. જેમાં રસોડાને તંદુરસ્ત રાખી નિરામય કેમ રહી શકાય તેવો સંદેશ બહેનો દ્વારા અપાશે. તે માટે મોટી તૈયારીઓ કરાઈ રહી છે. ‘તંદુરસ્ત આહાર, તંદુરસ્ત જીવન’ના ધ્યેય સાથે નવતર રીતે સંકલન કરાશે. વિજેતાઓને સમાજ દ્વારા ઇનામો અપાશે.
-----

Comments