Trending News
સ્થાનિક સમાચાર

ગાંધીધામમાં બની રહેલા બીજા પાર્કીંગમાં નડતરરૂપ ૩ બિલ્ડીંગોના દબાણો કેમ દુર ન કરાયા?કોની બલિહારી ?

15 November

કમિશ્નરશ્રી ધ્યાન આપે






શહેર-સંકુલને દબાણમુકત બનાવવા કમિશ્નરશ્રીની ટીમ ઐતિહાસીક કાર્યવાહી કરી રહી છે ત્યારે હવે બની રહેલા બીજા પાર્કીંગ પ્લોટવાળા વિસ્તારમાં ૩ મોટી ઈમારતોના દબાણો હજુય છે યથાવત : મહાનગરપાલિકાને આ દબાણો દુર ન કરવા કોનુ છે દબાણ? કે પછી આ બિલ્ડીંગામાં દબાણ થયુ જ નથી? અન્યોના દબાણો દુર કરાયા તો આ બિલ્ડીંગોના અતિક્રમણો પણ હટાવવા જ જોઈએ.!




ગાંધીધામ : પૂર્વ કચ્છના ઔદ્યોગીક પાટનગર ગાંધીધામ શહેરને દબાણમુકત અને સ્વચ્છ શહેર બનાવવા માટે કમિશ્નરશ્રીએ ધાક બેસાડતી કામગીરી ટુંકાગાળામાં જ કરી દીધી છે. અને દબાણો દુર કરી અને ત્યાં એક ભવ્ય પાર્કીંગ પ્લોટ બનાવી શહેરની સવિધામા પણ વધારો કરી દીધો છે. 
એટલુ માત્ર જ નહી પરંતુ શહેરમાં બીજુ પાર્કીંગ પ્લોટ નિર્માણ કરવાની પણ તૈયારીઓ ચાલી રહી છે અને તે માટે નડતરૂપ દબાણોને દુર કરી દેવામા આવ્યા છે ત્યારે આ બની રહેલા બીજા પાર્કીંગ પ્લોટ પાસે ૩ જેટલી મોટી ઈમારતો આજે પણ યથાવત અવસ્થામાં રહી જવા પામી છે. અહી અન્યની જેમ જ દબાણો કરી દેવાયા છે. આ પાર્કીંગ પ્લોટમાં ત્રણ દબાણયુકત ઈમારતો નડતર થાય તેમ હોવા છતા હજુ સુધી તેને દુર કરવામા આવી નથી? જેથી આંતરીક વર્તુળોમાં સવાલો ઉભા થવા પામી રહ્યા છે. જાણકારો દ્વારા સવાલા કરાઈ રહ્યા છે ક, આ પાર્કીગ પ્લોટ બની રહ્ય છે ત્યા બહુમાળી ઈમારતોમાં દબાણો થયેલા જ છે, આગળ ઈમારતો ખેચી લેવાઈ છે, ખુલ્લી જગ્યા છોેડવાની હતી તેવા આઠ દસ ફુટમાં દબાણ થવા પામી ગયુ છે, છતા પણ તેને કેમ દુર કરવામા નથી આવતુ? અન્યોના દબાણો દુર કરાયા તો આ દબાણને દુર ન કરવા માટે ગાંધીધામ મહાનગરપાલીકા પર કોનુ દબાણ  આવી રહ્યુ છે? કે પછી આ દબાણો થયેલા છે તેનાથી તંત્ર અજાણ છે? 




 

Comments

COMMENT / REPLY FROM