Trending News
સ્થાનિક સમાચાર

કોડાય - જખણીયા રોડ પર બે ટ્રેઈલર સામ સામે ભટકાતા રાજસ્થાની ડ્રાઈવરનું કરૂણ મોત

15 November


ટ્રેઈલરની કેબીનનો બુકડો બોલી ગયો : રોડ પર પાઈપ વિખેરાતા રસ્તો બંધ થયો


ભુજ-કચ્છઉદય : ભુજ - માંડવી હાઈવે રોડ પર કોડાય - જખણીયા વચ્ચે આજે સવારે ગંભીર અકસ્માત થયો હતો. પાઈપ ભરેલા ટ્રેઈલર અને કન્ટેનર ટ્રેઈલર વચ્ચે સામ સામે ટક્કર થતા કેબીનનો બુકડો બોલી ગયો હતો. જેમાં દબાઈ જવાના કારણે ચાલકનું મોત થયું હતું. 
કોડાય પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો મુજબ આ બનાવમાં રાજસ્થાનના ૪૦ વર્ષિય તેજારામ જગરૂપરામ ચૌધરી નામના ડ્રાઈવરનું મોત થવા પામ્યું હતું. બનાવ એટલો ગંભીર હતો કે, ચાલક બહાર પણ નિકળી શકયો નથી. 
ટ્રેઈલરના ઠાઠામાં દબાઈ જતા તેના શરીરના અંગો છીન્ન ભીન્ન થઈ ગયા છે. રોડ પર માત્ર લોહી ટપકતું જોવા મળ્યું હતું. પાઈપો રોડ પર વિખેરાઈ જતા રસ્તો બંધ થયો હતો. કોડાય પોલીસે સ્થળ પર આવી અકસ્માતગ્રસ્ત વાહનોને સાઈડમાં લેવા સાથે પાઈપો ખસેડતા રસ્તાનો ટ્રાફીક કલીયર કરાવ્યો હતો. આ બનાવને પગલે અરેરાટી ફેલાઈ જવા પામી હતી. 



 

Comments

COMMENT / REPLY FROM