મુંદરામાં ૧૦પીપીએમ એટલે કે પ્યોર ડિઝલના રર કન્ટેઈનરો ઠલવાયા? કસ્ટમ કમિશનરશ્રી કરાવે તપાસ!
મુંદરા-કંડલા બન્નેનો કાર્યભાર સંભાળી રહેલા જાબાંજ-તટસ્થા-કડક કસ્ટમ અધિકારીશ્રી શૈનીની નજર ચુકવીને કઈ પાર્ટી મુંદરામાં ફરીથી ડીઝલ દાણચોરીમાં થઈ સક્રીય? : આઈએસઓ ટેંકમાં આવેલા કન્ટેઈનરો પ્યોર ડિઝલના પ્રાઈવેટ પાર્ટીના કલીયર થાય જ કેવી રીતે
ગાંધીધામ : એકતરફ કસ્ટમના વર્તમાન કમિશ્નરશ્રી કડકાઈથી દાણચોરી કરનાર સામે કાર્યાવહી કરી રહ્યા છે, ત્યારે બીજીતરફ છાના પગલે ડીઝલના દાણચોરો હજુ પણ મોટાપાયે માલ ઠાલવી અને કાઢી લેવાના હથકંડાઓ અમુક ભ્રષ્ટ કમસ્ટબાબુઓની મદદગારીથી આચરી જ રહ્યા હોય તેવી ઘટનાા સામે આવવા પામી રહી છે. જાણકારો કહી રહ્યા છે કે, મુંદરામાં આઈએસઓ ટેંકમાં એમએચઓ ડીકલેર કરી અને ૧૦ પીપીએમનો પ્યોર ડીઝલના જ રર જેટલા કન્ટેઈનરો ઠલવાઈ ગયા છે અને આ રીતે પ્યોર ડિજલ ખાનગી પાર્ટી કોઈ મંગાવી જ શકતી ન હોવા છતા પણ અહીથી તેને કલીયરન્સ પણ મળી ગયુ છે અને પાછલા બે-ત્રણ દીવસથી સેજના કોઈ એકમમાથી તેને ગાડીઓમાં લોડ કરવાનો ધમધમાટ પણ મોટા પાયે ચાલી રહ્યો હોવાનુ મનાય છે.

Comments