કચ્છના શિક્ષણતંત્રમાં અંધેરરાજ? : શિક્ષકોની ભરતી -છુટ્ટા કરવામાં બે-બે લાખની તોડ? લીંબડજશ ખાટનારાઓ કેમ રહ્યા અંધારામાં?
શું આવી રીતે કચ્છની શિક્ષણ ભુખ ભાંગશે?
પ્રાથમીકમાં ૧થી પાંચ ધોરણમાં રપ૦૦ અને ધો. છથી આઠમાં ૧૧૦૦ શિક્ષકોની ખાસ કિસ્સામાં ભરતીની જાહેરાતો વખતે મોટો ઉપાડે આગળ આવી જશ ખાટવામા આવ્યો, પરંતુ શિક્ષેકાની ઘટ્ટ ૧ થી પાંચ ધોરણમાં તો રહી ગઈ છે જસની તસ : રપ૦૦ની સામે ૧૦૦૦ની ભરતી કરાઈ, ૧પ૦૦ની તો હજુય અછત જ છે, અને જે ભરતી કરાયા તેમાં મોટાભાગનાને મુખ્ય શહેરની આસપાસના જ સેજાઓ-શાળાઓ તગડી લેતી-દેતી કરીને આપી દેવાયા, છેવાડાના વિસ્તારો તો હજુય શિક્ષકોની ઈંતેજારીમાં જ હોવાનો દેખાય છે વર્તારો
રાજકીય આગેવાનો પણ અવે આગળ : હકીકત શિક્ષકોની ભુખ છેવાડાના કચ્છની ભાંગી કે પછી અમુક ભ્રષ્ટાચારીઓએ પોતાના ભરી લીધા પેટ?
જિલ્લા પંચાયતના પ્રમાણિક, તટસ્થ, પ્રજાભિમુખ પ્રમુખશ્રી જનકસીંહ જાડેજા કેમ શિક્ષણ સમીતી ચેરમેનશ્રી સહિતનાઓ પાસેથી ન મેળવે આ બાબતે વિગતો, માત્ર ૯પર શિક્ષકો કયાં કયા મુકવામા આવ્યા છે તેની યાદી મંગાવી જોવામાં આવશે તો પણ દુધનું દુધ અને પાણીનું પાણી થવા પામી શકશે :
કચ્છના જિલ્લા પંચાયતના ઈતિહાસમાં આવા પ્રમાણિક પ્રમુખ તો અગાઉ કયારે મળ્યા નથી કે મળશે નહી..! આવા પ્રમાણિક પ્રમુખશ્રીના નેતૃત્વ હેઠળ વાળી જિલ્લા પંચાયતમાં કેમ થઈ ગઈ મોટી લેતી-દેતી? : જાણકારોમાંથી ઉઠતા સવાલો
હજુ સુધી મારા ધ્યાને આવુ કંઈ નથી આવ્યુ, છતા પણ આ રજુઆતને ચોકકસથી શિક્ષણ સમીતીના ધ્યાને મુકવામાં આવશે : શ્રી ઝાલા (ઈન્ચાર્જ ડીપીઈઓ)
ગાંધીધામ : ગુજરાત સરકાર દ્વારા કચ્છની શિક્ષણ ભુખ ભાંગવા માટે ખાસ કિસ્સામાં થોડ સમય પહેલા જ શિક્ષકોની ભરતી ખાસ કિસ્સામાં કરવાની મંજુરીઓ આપવામાં આવી હતી. આ બાબતે કચ્છના રાજકીય જગતે પણ કરેલી રજુઆતો ફળદાયી નીવડી હતી અને હવે કચ્છના છેવાડાના વિસ્તારોમાં શિક્ષકેાની ઘટ્ટનો પ્રશ્ન ઉકેલાઈ જશે તેવા દાવાઓ કરાયા હતા પરંતુ જાણે કે કયાંક ને કયાંક કચ્છના રાજકીય જગતની આ મહેનત અને રાજય સરકાર દ્વારા કરાયેલી સારી પહેલ પર કચ્છમાં પાણીઢોળ જ થવા પામી રહ્યો હોય તેવી ચર્ચા સામે આવવા પામી રહી છે. વાત સહેજ વિગતે કરીએ તો કચ્છમાં ધો. ૧થી પાંચમાં રપ૦૦ જેટલા શિક્ષકો અને ધો. છથી આઠમાં ૧૧ જેટલા શિક્ષકોની ખાસ કિસ્સામાં ભારતી કરવાની વ્યવસ્થાઓ જાહર થઈ હતી જે પૈકી ધો. એકથી પાંચમાં રપ૦૦ની સામે ૧૦૦૦ શિક્ષકો માત્ર જ ભરતી કરાઈ શકાયા છે અને ૧પ૦૦ની તો હજુય ઘટ્ટ જ દર્શાવાઈ રહી છે. એટલુ માત્ર જ નહી પરંતુ જે ૧૦૦૦ની ભરતી કરવામા આવી છે તેમને પણ મુખ્ય શહેરોની આસપાસની જ શાળાઓમાં એક બીજાના મેળાપીપણા અને ગોઠવણીઓથી મુખ્ય કેન્દ્રો જ આપી દેવાયા હોવાનુ ચર્ચાય છે અને તેના પગલે આજે પણ છેવાડાની શાળાઓમાં તો શિક્ષકોની અછત જ દર્શાવવા પામી રહી છે. જે મુખ્ય શાળા-કેન્દ્રો અપાયા છે તેમાં કયાંક ને કયાંક બે-બે લાખ રૂપીયાની લેતી દેતી કરવામા આવી હોવાની પણ ફરીયાદ સપાટી પર આવવા પામી રહી છે. જો આ વાત સાચી જ હોય તો હકીકતમાં તો આ પ્રકારની ખાસ કિસ્સાની ભરતી લાવવાનો દાવો કરનારા સૌ કોઈને માટે લાલબત્તી સમાન જ છે. તેઓએ કરેલી મહેનત પર પાણી જ ફેરવાઈ રહ્યુ હોવાની સ્થિતી સર્જાતી જોવાઈ રહી છે. આવી જ રીતે રૂપીાયની લેતીદેતીથી મોક્કાની જગ્યાઓ અને મુળ શહેરોની આજુબાજુમાં જ શિક્ષકો ગોઠવાઈ જશે તો છેવાડાની શાળાઓમાં શિક્ષણ મેળવનારા બાળકોને તો શિક્ષકોની ઈતેજારી જકરવી રહી એટલે કે ત્યા તો અછત જ સર્જાયેલી રહેશે. આજે પણ ધો. છથી આઠ માટેની નિમણુક પ્રક્રીયાઓ હાથ ધરવામા આવી રહી છે. જાણકારોમાંથી અવેી માંગ ઉઠી રહી છે કે, હકીકતમાં પહેલા આ બાબતે તપાસ થવી જોઈએ કે, જે ભરતીઓ કરાઈ છે તેમાં છેવાડાના ક્ષેત્રોમાં કેટલા ટકા શાળાઓમાં શિક્ષકો પહોચ્યા અને મુખ્ય શહેરોનીશાળાઓમાં શિક્ષકો કેટલા ફાળવાયા? જયા શિક્ષકો હયાત હતા તે જ સારી સારી શાળાઓમાં બે-બે લાખ લઈ અને મુકી દેવાયા અને જે શાળાઓ ખાલી હતી તે ખાલીની ખાલી જ રહી ગઈ હોવાની ફરીયાદ બાબતે તપાસ થવી જોઈએ અને તે બાદ જ છથી આઠ ધોરણમાં શિક્ષકોને છુટ્ટા કરવા જોઈએ. જયા સુધી સંતોષકારક તપાસ એકથી પાચની ન થાય ત્યા સુધી ધો. છથી આઠવાળાઓને આજે છુટ્ટા ન કરવા જોઈએ. અને હકીકતમાં જો આવુ થયુ હોવાનુ સામે આવવા પામતુ જ હોય તોબે બે લાખની લેવાયેલી રકમમાં કોની કોની ભાગબટાઈ છ? કોણ કોણ તેમાં સંડોવાયેલા છે? અને તે વખતના જિલ્લા પ્રાથમિક શિક્ષણાધીકારી, જિલ્લા પંચાયતના જવાબાદર પદાધિકારીઓ સહિતનાઓએ ૧૦૦૦ શિક્ષકોની ભરતી કરાઈ તે વખતે શું જોયુ? ચકાસ્યું? તેની પણ જવાબદારીઓ ફીટ કરવી જ ઘટે?
બીજીતરફ આ બાબતે ઈન્ચાર્જ ડીપીઈઓશ્રી ઝાલાની સાથે વાતચીત કરતા તેઓએ કહ્યુ હતુ કે, ૧થી પાંચ ધોરણમાં અત્યાર સુધીમાં ૯પર જેટલા શિક્ષકો મળી જવા પામ્યા છે તો વળી છથી આઠ ધોરણમાં કુલ્લ ૯૮૦ શિક્ષકો મળી જવા પામશે. મારા ધ્યાને હજુ સુધી આવી કોઈ ફરીયાદ આવવા પામી નથી પરંતુ શિક્ષણ સમીતીના ધ્યાને આ મુજબની વાત ચોકકસથી અમે લાવીશુ અને સમીતીની સુચના અનુસાર કાર્યવાહી કરીશુ તેવુ શ્રી ઝાલાએ જણાવ્યુ હતુ.
બીજીતરફ આ બાબતે જિલ્લા શિક્ષણ સમીતીના ચેરમેન શ્રી વિરમભાઈના ફોનની સતત ઘંટડીઓ જ રણકતી રહી હોવાથી તેમની પ્રતિક્રીયા આ બાબતે જાણી શકાઈ નથી.

Comments