Trending News
સ્થાનિક સમાચાર

બિહારના મતદારોએ વિકાસના નામે એનડીએને મતદાન કર્યું  : વિનોદભાઇ ચાવડા

14 November



ભુજ - કચ્છઉદય : બિહારના મતદારોએ એનડીએમાં સંપૂર્ણ વિશ્વાસ વ્યક્ત કરી ૨૦૦ની આસપાસ સીટો પર જીતનો પરચમ લહેરાવ્યો તેમ જણાવતા કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડાએ સાંસદ સંપર્ક સદન - ભુજ ખાતે એનડીએની જીતની ખુશાલી વ્યક્ત કરી હતી.
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને નિતિશ કુમાર દ્વારા ગત પાંચ વર્ષમાં વિવિધ યોજનાઓને કારણે બિહારના મતદારોએ વિકાસના નામે મતદાન કરી ભારત નવનિર્માણ અને યુવા પ્રતિભાઓને પ્રોત્સાહન, મહિલા શશક્તિકરણમાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે તેમ જણાવ્યુ હતું. સર્વે ભારતીય જનતા પક્ષ - જેડીયુ અને સાથી પક્ષોને અભિવાદન પાઠવ્યા હતા તથા કાર્યકરોને બિરદાવ્યા હતા. સાંસદ સંપર્ક સદન ખાતે સાંસદના શુભેચ્છકો, સ્નેહીજનો, ભાજપના કાર્યકરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ફટાકડા ફોડી દરેક કાર્યકરોને મીઠું મોઢું કરાવી ઉજવણી કરી હતી. 
----------

Comments

COMMENT / REPLY FROM