Trending News
સ્થાનિક સમાચાર

બીજેએસ ફાઉન્ડેશન દ્વારા “ચિલ્લર પાર્ટી” કાર્યક્રમનું આયોજન કરાયું

14 November



ભુજ - કચ્છઉદય : ભારતીય જૈન સંગઠન લેડીઝ વિંગ, ભુજ દ્વારા પ્રમુખ ગીતાબેન પારેખના નેતૃત્વ હેઠળ ૧૪મી નવેમ્બર બાળદિન નિમિતે બીજેએસ ફાઉન્ડેશન દ્વારા “ચિલ્લર પાર્ટી” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ ડિસેબિલીટી સેન્ટરના ખાસ ૫૦ બાળકો સાથે ઉજવાયો હતો.
કાર્યક્રમની શરૂઆતમાં બાળકોને પંડિત જવાહરલાલ નેહરુજીના પ્રિય લાલ ગુલાબથી હાર્દિક આવકાર આપવામાં આવ્યો હતો. ત્યાર પછી તમામ બાળકો સાથે કેક કટિંગ, મ્યુઝિક, ડાન્સ અને મસ્તીમાં સરસ ક્ષણો માણવામાં આવી હતી. બાળકોના ચહેરા પરની ખુશી અને ઉત્સાહે સમગ્ર વાતાવરણને આનંદમય બનાવ્યું હતું. કાર્યક્રમના અંતે બાળકોને કેક, નાસ્તો અને આઇસક્રીમનું વિતરણ કરવામાં આવ્યું હતું. સેન્ટરના અધ્યક્ષ ધર્મેન્દ્ર જાડેજા દ્વારા સંસ્થા દ્વારા ચલાવવામાં આવતી પ્રવૃત્તિઓ વિશે વિગતવાર જાણકારી આપવામાં આવી હતી.
-------------

Comments

COMMENT / REPLY FROM