Trending News
સ્થાનિક સમાચાર

ગાંધીધામથી મુંદરા સુધી પ્રતિબંધિત વિદેશી પ્લાયની દાણચોરીનું ધમધમ્યું નેટવર્ક ?ઃ કેન્દ્ર સરકારના આદેશની ખુલ્લેઆમ ઐસીતૈસી

14 November

DRI કસ્ટમ સહિતની એજન્સીઓ કોમામાં!



કાચો માલ આયાત કરી રહ્યા છીએ તેવુ ડીકલેર કરી અને વિદેશથી મોટા પ્રમાણમાં પ્લાય આવી રહી છે : 
કંડલા-મુંદરા કસ્ટમ કમિશ્નર શ્રી નીતીન શૈની તો કડક અને બાઝ નજર ધરાવી રહ્યા છે, તેઓે ઉલ્ટા ચશ્મા પહેરાવી અને કસ્ટમના કયા ભ્રષ્ટ તત્વોની મીલીભગતથી ચાલી રહ્યુ છે આ મોટુ નેટવક

દેશની સૌથી મોટી ટીમ્બર માર્કેટ કંડલામાં કાર્યરત છે, આત્મનિર્ભર 
ભારત બનાવવા સ્વેદશી પ્લાયને પ્રોત્સાહીત કરવા માર્ચ- ર૦રપથી જ સરકારે ગેઝેટ જાહેર કરી અને વિદેશી પ્લાય પર પ્રતિબંધ ફરમાવી દીધો હતો, પરંતુ કંડલા-ગાંધીધામ-મુંદરાની પ્લાયની અમુક બની બેઠેલી દાણચોરી સિન્ડીકેટ નવા કીમીયા અજમાવી મોટાપાયે હજુય વિદેશી પ્યાલ ઈમ્પોર્ટ કરી કરોડોની ડયુટીચોરી કરતા હોવાની છે ચર્ચા


ગાંધીધામ : દેશની જ નહી એશીયાની સૌથી મોટી ટીમ્બર ઈન્ડીસ્ટ્રીજ પૂર્વ 
કચ્છમાં કાર્યરત છે. આ ઈન્ડીસ્ટ્રીયઝ સમયાંતરે અમુક બની બેઠેલાઓના લીધે ચર્ચામાં આવતી રહેતી હોય છે. હાલમાં પણ કચ્છના મુંદરા પર પ્રતીબંધીત એટોલે કે સરકાર દ્વારા જાહેરનામા સાથે જેને બેન કરેલ છે તે પ્લાય બિનધાસ્ત રીતે વિદેશથી આયાત કરવામા આવી રહી હોવાની વાત સામે આવી રહી છે. પ્લાયવુડ, એમડીએફ અને પાર્ટિકલ બોર્ડ માટે કેન્દ્ર સરકાર દ્વારા તા. ૧પમી માર્ચ ર૪ના રોજ ગેજૈટ નોટીફીકેશન જાહેર કરી અને સ્પષ્ટ આદેશ કરેલા છે કે, તેઓએ બીઆઈએસ એટલે કે ઈન્ડીય બ્યુરો ઓફ સ્ટાર્ન્ડડની માન્યતા લેવી ફરજીયાત છે. દેશની સારી ગુણવત્તાવાળી પ્લાયનું વેંચાણ વધે તે માટે સસ્તી વિદેશી પ્લાયની આયાતને અટકાવવાની દીશામાં સરકાર દ્વારા આ કદમ ઉઠાવાયુ છે. માર્ચ ર૪મા જાહેર કરેલા આદેશમાં સ્પષ્ટ કહેવાય છે કે, પ્લાયવુડ સહિતનાઓએ બીઆઈએસ માન્યતા મેળવવી ફરજીયાત છે. અને આ આદેશની અમલવારી તા. ફેબ્રુઆરી રપથી લાગુ કરવાનુ કહ્યુ હતુ. ફેબ્રુઆરીના આ આદેશ લાગુ થઈ ગયો તેને આજે  નવ માસથી વધુનો સમય વીતી ગયો તેમ છતા પણ વિદેશથી પ્લાય મોટા પ્રમાણમાં કચ્છના બંદરો પર ઠલવાઈ રહી હોવાનુ સામે આવવા પામી રહ્યુ છે. ગાંધીધામથી લઈ અને મુંદરા સુધી આ માટેની એક આયોજનબદ્ધ સિન્ડીકેટ વિકસેલી હોવાનુ મનાય છે. મુંદરામાં વિદેથી પ્લાય સરકારના અનાદશના ધજાગરા ઉડાળીને સતત આવી જ રહી હોવાનુ મનાય છે. જો આ બાબતે ઘનિષ્ઠ તપાસ કરવામા આવશે તો ઘણુ મોટું દેશવ્યાપી કૌભાંડ બહાર આવવા પામી શકશે તેવી ભીતી જાણકારો દર્શાવી રહ્યા છે.


..............


BIS ની માન્યતા છે ફરજીયાત : વિદેશથી
આવતી પ્લાયને આ માન્યતા હોય જ કેવી રીતે?



ગાંધીધામ : કેન્દ્ર સરકારના ઉદ્યોગ અને વાણિજય વિભાગ દ્વારા તા. ૧પમી માર્ચ ર૦ર૪ના રોજ ગેઝેટ મારફતે નોટીફીકેશન જાહેર કરી અને પ્લાયવુડ-એમડીએફ સહિતના માટે બીઆઈએસ માન્યતા ફરજીયાત કરતો આદેશ કરી દીધો હતો જે ફેબ.રપથી અમલી થશે તેવુ પણ સ્પષ્ટ કહેવાયુ હતુ. હજુય વિદેશથી જો પ્લાય આવતી હોય તો તેને બીઆઈએસ ભારતીય બ્યુરો સ્ટાર્ન્ડડનુ પ્રમાણપત્ર મળે કયાથી?



..............



જીએસટી-ખેતીવાડી ટીમોના દેશવ્યાપી પડયા હતા
હાલમાં જ દરોડા : કચ્છમાં પણ થઈ હતી તપાસ



ગાંધીધામ : કચ્છ સહિત દેશના અલગ અલગ રાજયોમાં મોટાપાયે પ્લાય-ટીમ્બર ઈન્ડીસ્ટ્રીઝ પર ખેતીવાડી કેન્દ્રીય વિભાગ તથા જીએસટી એકમની સંયુકત ટીમો થોડા સમય પહેલા જ વ્યાપક દરોડાની કામગીરી કરી હતી.ગુજરાત ઉપરાંત કચ્છમાં પણ આ તપાસમાં અમુક વેપારીઓ ઝપ્ટે ચડવા પામી જ ગયા હતા. આ તપાસ પૂર્ણ થયા બાદ જાણે કે અમુક ભેજાબાજ સિન્ડીકેટવાળાઓ ફરથી મોટાપાયે સક્રીય થઈ ગયા હોય તેમ વિદેશથી પ્રતિબંધિત પ્લાય આયાત કરવામા આવી રહી હોવાનુ મનાય છે.

Comments

COMMENT / REPLY FROM