Trending News
સ્થાનિક સમાચાર

ઉછીના લીધેલા એક લાખ સામે ચાર લાખી માંગણી કરાતા આધેડનો આપઘાત

14 November



હોસ્પિટલના ખર્ચા માટે રૂપિયા લીધા હતા : સતત ઉઘરાણી કરી મારકૂટ સાથે ત્રાસ આપતા જિંદગીને અલવિદા કહ્યું : ખેંગારપરના શખ્સ સહિત ત્રણ સામે ફરિયાદ 

ભુજ - કચ્છ ઉદય : હોસ્પિટલ ખર્ચા માટે ઉછીના લીધેલા એક લાખ સામે ચાર લાખ રૂપિયાની ઉઘરાણી કરવામાં આવતા આધેડે આપઘાત કરી લીધો હતો. 
આ બાબતે મળતી વિગતો મુજબ નખત્રાણા તાલુકાના કોટડા (જડોદર)માં રહેતા શિવજીભાઈ દેવજીભાઈ બુચિયાએ નોંધાવેલી ફરિયાદ પ્રમાણે તેમના પિતા દેવજી રામજી બુચિયાએ હોસ્પિટલના ખર્ચા માટે આરોપી ખેંગારપરના માવજીભાઈ જાદવ પાસે ટુકડે ટુકડે લાખ રૂપિયા રોકડ અને ગુગલ-પેથી લીધા હતા. જેના બદલામાં આરોપીએ ચાર લાખ રૂપિયાની માંગણી 
કરી હતી. 
ફરિયાદીના માતા-પિતાને હબાય ખાતે આવેલી વાડીમાં બોલાવી એક લાખના બદલામાં ચાર લાખ આપવા પડશે તેમ કહી બળજબરી, ધાકધમકી કરી ગાળો આપવામાં આવી હતી. બે અજાણ્યા કિન્નરો દ્વારા ફરિયાદીના પિતાને મુઢમાર મારી ચાર લાખ આપી દેજે નહીં તો સીધો કરી નાખીશ. તેવી ધમકી આપી  હતી. પઠાણી ઉઘરાણી માટે અવાર-નવાર ધમકી આપવામાં આવતી હતી. ફરિયાદીના પિતા આ રૂપિયા ચૂકવી શકે તેમ ન હતા. જેથી ત્રાસના કારણે એસીડ પીને આત્મહત્યા કરી હતી. જેથી મરવા માટે મજબૂર કરનાર માવજીભાઈ જાદવ અને બે કિન્નર સામે નખત્રાણા પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. 

 

Comments

COMMENT / REPLY FROM