Trending News
સ્થાનિક સમાચાર

કચ્છના એસ.ટી. વિભાગમાં સ્ટાફની ભરતી માટે મુખ્યમંત્રી પાસે ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલએ કરી રજુઆત 

13 November




ભુજ-કચ્છઉદય : ભૌગોલિક દ્રષ્ટીએ વિશાળ એવા કચ્છ જિલ્લામાં પ્રવાસી પરિવહન માટે ધોરી નસ સમાન એસ.ટી.માં સ્ટાફની ખાલી જગ્યાના અભાવે લોકોના આવાગમનને રુકાવટ થતી હોય છે તેવી રજૂઆત સાથે ભુજ વિભાગના ધારાસભ્ય કેશુભાઈ પટેલે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને એક પત્ર લખીને કચ્છને શિક્ષકોની જેમ ખાસ કિસ્સામાં સ્થાનિક ઉમેદવારોની ડ્રાઇવર - કંડક્ટર અને મિકેનિકલ સાથે વહીવટી સ્ટાફની ભરતીની માંગ કરી છે.
ધારાસભ્ય કેશુભાઈએ પોતાની લેખિત રજૂઆતમાં જણાવ્યું છે કે,વર્તમાન પ્રથા અનુસાર એસ.ટી. નિગમમાં કેન્દ્રીયકરણ મુજબ ભરતી થાય છે. પરિણામે ઊંચું મેરીટ ધરાવનાર ઉમેદવારો કચ્છ સિવાયના અન્ય જિલ્લામાંથી પસંદગી પામે છે જેથી ઊંચા મેરીટ અને ઉચ્ચ શૈક્ષણિક લાયકાતના લીધે અન્ય જિલ્લામાં ફરી પસંદગી પામે છે અને અહીં રાજીનામું આપીને નિગમની નોકરી છોડીને જતા રહે છે. યા તો બદલી કરાવીને વતનની વાટ પકડી લે છે અન્યથા કચ્છમાં પસંદ થયેલા આવા ઉમેદવારો ગેરહાજર રહી અન્ય જગ્યા માટે તૈયારી કરતા હોય છે તેવો ઇતિહાસ રહ્યો છે.
આના લીધે આ સરહદી જિલ્લામાં ડ્રાઇવર, કંડક્ટરની તો ઘટ છે જ ઉપરાંત દા.ત. મિકેનિક સ્ટાફની યે ૭૦ ટકા જેટલી ઘટ સર્જાય છે. પરિણામે ઓપરેશનને ગંભીર અસર પડે છે. વાહનોમાં જયારે ક્ષતિ થાય ત્યારે મરંમત અને જાળવણીના અનેક પ્રશ્નો સર્જાય છે. એટલું જ નહી પૂરતી બસ હોવા છતાં અનેક રૂટો યા તો ટૂંકાવવા પડે અથવા રદ કરવા પડે. આમ પ્રવાસી જનતા માટે ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. તેમ સંચાલન પણ ખોરવાય છે.
કેશુભાઈએ ઉમેર્યું હતું કે, આમેય આ જિલ્લો દૂર દૂર અંતર ધરાવતો દુર્ગામ છે ત્યારે નિગમની પરિવહન અત્યંત આશિર્વાદરૂપ છે, તેમ છેવાડાના જણ સુધી વાહન વ્યવહારની સુવિધા પહોંચાડવા રાજ્ય સરકાર સતત કટિબદ્ધ છે ત્યારે જેવી રીતે શિક્ષકોની ઘટ નિવારવાના એક માત્ર ઉપાય તરીકે શિક્ષણ તંત્ર દ્વારા ખાસ કિસ્સામાં ભરતી કરાઈ તે જ પ્રમાણે એસ.ટી. નિગમ દ્વારા પણ સ્પેશિયલ કેસમાં તાંત્રિક વહીવટી સ્થાનિક સ્ટાફની નિમણુંક પ્રક્રિયા હાથ ધરવા સાથે મહેકમથી દસ ટકા વધુ સ્ટાફની મંજૂરી અને આ સમગ્ર ભરતીમાં બોન્ડ પ્રથા અમલી બનાવાય તો સરકારની અપેક્ષા અનુસાર સુચારુ સંચાલન શક્ય બની શકે. 
-------



 

Comments

COMMENT / REPLY FROM