આડેસર સુધી ગુનેગારોના દબાણો-સપંત્તી તોડી પડાઈ, તો ગાંધીધામમાં ટાઈગરના વાડા પર બુલડોઝર કેમ નહીં ?
પૂર્વ કચ્છ એસપીશ્રી કરે વક્રદ્રષ્ટી.!
ગુજરાત સરકાર, મુખ્યમંત્રી-ગૃહમંત્રીશ્રી ગુનેગારોની કમર જ તોડી પાડવાની દીશામાં રાજયભરમાં ઐતિહાસીક બુલડોજરવાળી કરી ચૂકયા છે, કઈક ગુનેગારોને ભુખમરાની સ્થિતી આવી ગઈ છે, માથાભારે-ચમરબંધીઓની મિલ્કતો-સંપત્તી-દબાણોને કાટમાળમાં ફેરવી દીધા છે, તો પછી ગાંધીધામમાં બની બેઠેલા ટાઈગરના ધાર્મિક સ્થાનના નામે બાજુમાં જ બનાવેલા મોટા વાડા(જેમાં ચોરાઉ ચીજવસ્તુઓ)સંગ્રહ કરાય છે તેની સામે પોલીસતંત્રને કાર્યવાહી કરવામાં શું સારા મૂહુર્તની છે ઈંતેજારી..?
ડીપીએ-કંડલાના ચીફ એન્જીનીયર રેડ્ડી કેમ આ બાબતે ચૂપ બેઠા છે? આટલી બધી મોટી જમીન ગેરકાયદેસર રીતે દબાવી રાખી હોય, તેમાં ગનાહિત કૃત્યો ન માત્ર થતા હોય બલ્કે પોલીસ ચોપડે પણ ચડી જતા હોય અને ડીપીએ-કંડલા તથા પોલીસતંત્ર ચૂપ બેઠુ હોય તેના પાછળનું રહસ્ય શું?
ગાંધીધામ : ગુજરાત સરકાર, મુખ્યપ્રધાન ભુપેન્દ્રભાઈ પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા ગુનેગારોમાં ધાક બેસે, ગુનેગારોની આર્થીક કમર જ તુટી પડે તેવા હેતુ સાથે કુખ્યાત ગુનેગારોના ગેરકાયદેસર દબાણો, સંપત્તીઓ પર રાજયભરમાં બુલડોઝર ફેરવવામા આવી રહ્યા છે. કચ્છમાં પણ પશ્ચીમથી લઈ અને પૂર્વ પોલીસ તંત્ર દ્વારા પણ ભલભલા ચમરબંધી અને મુંછોને તાવ આપનારા ગુનેગારોના દબાણો શેાધી શાધીને તોડી પડયા છે.
આ પ્રકારની કાર્યવાહથી કેટલાક ગુનેગારોમા તો એવી ફડક બેસી ગઈ કે તેઓએ સ્વચ્છાએ મોટા મેાટા દબાણો દુર કરી દીધા છે, પરંતુ ગાંધીધામના નેશનલ હાઈવે પર બની બેઠેલા ટાઈગરનો વાડો છે કે જે બિનધાસ્ત આજે પણ યથાવત જ રહેલો છે. આ વાડો ગેરકાયદેસર બેનામી ચોરાઉ ચીજવસ્તુઓ રાખવાનો મોટો અડ્ડો બની ચૂકયો છે તેમ છતા પણ તેની સામે પોલીસતંત્ર કાર્યવાહી કરતી ન હેાવાથી હવે ભારે ચર્ચામાં આવ્યો છે.
જાણકારો સવાલ ઉઠાવી રહ્યા છે કે, પૂર્વ્ કચ્છમાં છેવાડાના આડેસર સુધીમાં માથાભારે ગુનેગારો દ્વારા કરાયેલા દબાણોને જમીનદોસ્ત કરી દવાયા, તેમની પ્રોપર્ટીઓ જે ગેરકાયદેસર રીતે ઉભી કરેલી હતી તેને તોડી પાડવામા આવી છે, તો પછી ગાંધીધામમાં પોલીસતંત્રની છાતી પર જ બની બેઠેલા ટાઈગરનો અસામાજીક પ્રવૃતીના અડ્ડા સમાન આટલો વિશાળ વાડો કેમ નજરે ચડતો નથી? શુ આ વાડો કાયદેસરનો છે? ગેરકાયદસસર દબાણ નથી? કે પછી ખાખીને આ બની બેઠેલા ટાઈગરના વાડાની ખબર નથી? એવુ તો બને નહી કે ખાખીને બની બેઠેલા ટાઈગરના આ વાડાની ખબર ન હોય..! તાજેતરમા જ મોટા પ્રમાણમાં આધાર પુરાવા વિનાની ખાંડનો મોટો જથ્થો પોલીસને આ વાડામાથી મળી આવવા પામ્યો છે. જો ઓડસર-કિડાણા સહિતના વિસ્તારોમાં બુલડોઝર ફરી વળતુ હોય અને ગુનેગારોને નશ્યત કરવમા આવતા હોય તો પછી આ બની બેઠેલા ટાઈગરના વાડાને તોડવાને આડે કયા શુભમુર્હતની ઈંતજારી કરવાની જરૂર છે?

Comments