મુંદરાના પ્રાગપર પટ્ટામાં દારૂ-ચરસ-ગાંજાના ધમધમતા પોઈન્ટ ?
કોની ભાગબટાઈ છે?
હાઈવે પટ્ટામાં આવેલી અમુક ઢાબા સ્ટાઈલ હોટેલોમાં અસામાજીક ધંધાઓ પુરજોશમાં : દેશીના મોટા-મોટા અડ્ડાઓ શરૂ થયા :
સબંધિત ખાખી અંધારામાં, અજાણ કે પછી આંખમિચામણાં?
ગાંધીધામ : કચ્છના પેરિસ તરીકે પ્રખ્યાત મુંદરા પટ્ટામાં તહવારોની સિઝન પૂર્ણ થવાની સાથે જ ફરીથી અસામાજીક બદીઓ ધમધમાવનારા બેનામી ધંધાવાળાઓ પડમાં આવી ગયા હોય તેવી રાવ ઉઠવા પામી રહી છે. જાણકારો કહી રહ્યા છે કે પ્રાગપર પટ્ટામાં દેશીદારૂના અનેક પોઈન્ટ શરૂ થવા પામી ગયા છે. બંદર અને બારાતુ પ્રજાઓ અહી હોવાથી દેશી દારૂની ધુમ ડીમાન્ડ રહેતી હોય છે. દેશ-અંગ્રેજી દારૂ ઉપરાંત ચરસ-ડ્રગ્સના પડીકાઓ પણ પ્રાગપર પટ્ટામાં બેફામ વેચાવા પામી રહ્યા હોવાનુ ચર્ચાય છે. મુંદરા જીરો પોઈન્ટ પાસે દારૂનો મોટો પોઈન્ટ ધમધમી રહ્યો છે. આ ઉપરાંત પ્રાગપરથી લઈ અને મોખા પટ્ટા સુધી બનેલી કેટલીક હાઈવે હોટેલો જે ઢાબા સ્ટાઈલ છે તેમાં પણ ચરસ-ડ્રગ્સના પડીકાઓ મોટા પ્રમાણમાં વેચાવવા પામી રહ્યા હોવાનુ ચર્ચાય છે. પ્રાગપરથી લઈ અને મોખા સુધી આ રીતની બદી ખુલ્લેઆમ વકરી ચુકી હોય અને ખાખીને ખબર ન પડે તેવુ પણ બની શકે નહી? એથી જ સવાલો ઉભા થવા પામી રહ્યા છે કે, બેનામી ધંધાવાળાઓ કોની ભાગબટાઈથી આ અસામાજીક બદીઓને અહી વકરાવી રહ્યા છે? ફરી ફરીને પ્રાગપરમાં કોણ ગોઠવાઈ રહ્યુ છે? સાઈડલાઈન થયા હોવા ઉપરાંત ફરી ફરીને મોકાના પોલીસ મથકમાં ગોઠવાઈ જનાર કોણ છે?

Comments