ભુજ-ભચાઉ ધોરીમાર્ગના કામમાં દુધઈ-ધમડકા- બુઢારમોરા પટ્ટામાં ખનીજચોરો બેફામ : તંત્ર નાકામ કે, હપ્તાવસુલી..?
પૂર્વ કચ્છ ખાણખનિજ-પોલીસતંત્ર અંધારામાં કે કેમ?
શેખપીરથી ભચાઉ સુધી બની રહેલા મહતવકાંક્ષી પ્રોજેકટમાં વપરાતા ખનીજ-માટીના આધાર-પુરાવાઓ ક્રોસ કરવમાં આવે તો દુધઈ પટ્ટામાં અમુક બની બેઠેલા માથાભારે તત્વોના પગ તળે રેલો લંબાય.! : અગાઉ ડુંગરોના ડુંગરો કોતરી ખાધેલ, સ્ક્રેપમાં પણ સ્થાનિક કંપનીઓ સાથે મેળાપીપળા કરી અને સળીયાની ચોરીઓમાં ચકચારી રહેલ તથા પેટ્રોલપંપના ઓઠા હેઠળ બાયોડિઝલના બેનામી પંપો ધમધમાવવામાં બહુચર્ચિત રહેલાઓ સુધી રેલો લંબાશે :
સરકારને પણ રોયલ્ટી-જીએસટીની રકમનો મોટો આર્થીક ધુમ્બો લાગતો અટકશે
દુધઈ પોલીસ મથકમાં તો તટસ્થ અને કડક અધિકારી શ્રી વસાવા છે સેવારત, તેઓ આ બાબતે કડકાઈ કરે તો સરકાર હિતમાં ઘણુ બહાર આવશે, કઈક ફાટીને ધુમાડે ગયેલા ખનીજમાફીયાઓ પણ આવશે સાણસામાં : પૂર્વ્ કચ્છમાં ખાણખનિજમાં એ.બી.પટેલ બદલાયા બાદ ગેરકાયદેસર ખનન કરનારાઓને મોકળુ મેદાન મળી ગયાનો વર્તારો
ગાંધીધામ : ગુજરાત સરકાર દ્વારા રાજયના માળખાગત સુવિધાઓ વિકસાવવા માટે અનેકવિધ મહત્વકાંક્ષી પ્રોજેકટસ અમલી બનાવવામા આવી રહ્યા છે પરંતુ બીજીતરફ સ્થાનિકે કયાંક ને કયાંક આ જ સરકારના સરકારી બાબુઓ સહિતનાઓ દ્વારા ગેરરીતીઓ આચરવાના નેટવર્ક વિકસાવી સરકારના સારા હેતુ પર પાણી ફેરવવા સમાન જ કૃત્યો બિનધાસ્ત આચરી રહ્યા હોય તેવુ દર્શાય છે. હાલમાં પણ ભુજ-ભચાઉ વાયા દુધઈના મહત્વકાંક્ષી કરોડાના ખર્ચે રોડનું કામ ચાલી રહ્યુ છે. કરોડોના ખર્ચે આ રોડનું નિર્માણ થાય છે તેમાં મોટાપાયે ખનીજચોરી કરાયેલી માટીઓ પાથરવામા આવી રહી હોવાની ચકચાર સામે આવવા પામી રહી છે.
જાણકારો કહી રહ્યા છે કે, ભુજ-શેખપીરથી ભચાઉ સુધી બની રહેલા નવા રેાડ રસ્તામાં દુધઈ-બુઢારમોરા-ધમડકા સહિતના પટ્ટામાં મોટાપ્રમાણમાં આડેધડ ખનીજચોરીઓ કરવામા આવી રહી હોવાનુ મનાય છે. આ રોડ-રસ્તાના કામોમાં ચોરાઉ ખનીજ-માટી જ પાથરવામાં આવી રહ્યા હોવાનુ મનાય છે. આ વિસ્તારમાં ચાલી રહેલી મોટા પ્રમાણની ખનીજ ચોરીથી સરકારને કરોડોની રોયલ્ટી ચોરીનો પણ ધુમ્બો પડવા પામ રહ્ય હોવાની સ્થિતી નિર્માણ થાય છે. જાણકારો કહી રહ્યા છે કે ખાણખનિજ વિભાગ, પોલીસતંત્ર આ મુજબની અહી ચાલી રહેલી ખનીજચોરીથી અજાણ છે કે પછી સ્થાનિકે ચોરી કરનારા ખનીજ માફીયાઓની સામે કાર્યવાહી કરવામાં ડર સતાવી રહ્યો છે? કે પછી આવા માફીયાઓ દ્વારા તંત્ર-અધિકારીઓના મોઢે ભ્રષ્ટચારના ડુચ્ચા ભરાવી દીધા હેાવાથી કોઈ કાર્યવાહી થવા પામતી નથી? કહેવાય છે કે, દુધઈ વિસ્તારમાં તો શ્રી વસાવા જેવા કડક અને કાર્યદક્ષણ પોલીસ અધિકારી ફરજ બજાવી રહ્યા છે, તેમ છતા પણ અહી ખનીજચોરી કરનારાઓ પર કેમ નિયંત્રણ નથી આવ્યુ? આ ઉપરાંત પૂર્વ કચ્છમાં સિનિયર ભુસ્તરશાસ્ત્રી તરીકે એન.એલ પટેલની બદલી થઈ ગયા બાદ ખનીજમાફીયાઓને જાણે કે મોકળુ મેદાન જ મળી જવા પામયુ હોય તેમ ચોરી કરી રહ્યા છે.
જો દુધઈ-બુઢારમોરા અને ધમડકા સહિતના પટ્ટામાં ચાલી રહેલી ખનીજચોરી સામે તંત્ર કાયદાનો ધોક્કો પછાડશે તો અગાઉ પણ આ વિસ્તારમાં ડુંગરોના ડુંગરો ખોદી જઈ મોટા પ્રમાણમાં ખનીજચોરી કરનારા માફીયાઓ સુધી રેલો લંબાશે. આ ઉપરાંત આવા બની બેઠલા ખનીજમાફીયાઓને ખાખીના કયા તત્વોનો સધીયારો કે ભાગબટાઈ રહેલી છે તે નામો પણ બહાર આવવા પામી શકે તેમ છે.
આ બાબતે જાણકારોના કહ્યા અનુસાર રોડ-રસ્તાઓના નિર્માણ કરવામા આવતા હોય અને તેમાં માટી-ખનીજચોરી થતી હોય તેવુ કચ્છમાં કોઈ નવી નવાઈનું નથી. ભીમાસરથી કુકમા સુધી બની રહેલા સમાંતર રોડના કામમાં પણ જી આર ઈન્ફા દ્વારા પણ ખનીજચોરી આચરાઈ હોય તેવી ફરીયાદો પણ એકથી વધુ વખત થવા પામી જ ચુકી છે. એટલે આ ચોરી થતી હોય તે ન માનવાને પણ કેાઈ કારણ નથી.

Comments