Trending News
સ્થાનિક સમાચાર

પુનિત વન ગ્રુપ દ્વારા ભુજથી હરિદ્વાર સીધી ટ્રેનની માંગણી કરાઈ

12 November



ભુજ - કચ્છઉદય : શહેરના મુંદરા રોડ પર આવેલ પુનિત વનમાં સાંજના ઘણા વડીલો બેસવા આવે છે. એ સાથે એમણે સાંજનું પુનિતવન ગ્રુપ બનાવેલ છે. હાલમાં લાલરામેશ્વર તથા અન્ય સામાજિક સંસ્થાઓ વગેરેએ ભુજથી હરિદ્વાર સીધી ટ્રેનની માંગણીની રજૂઆતો તંત્ર પાસે કરી છે ત્યારે વડીલો પણ ઈચ્છે છે અને કચ્છ જિલ્લાના હજારો ધર્મપ્રેમીઓને સીધી હરિદ્વારની ટ્રેન મળે તો ઘણી સરળતા રહે.
હાલમાં ભુજનું રેલ્વે સ્ટેશન રિનોવેટ થઈ રહ્યું છે. ૭પ ટકા કામગીરી પૂર્ણ થઈ છે. એકાદ પીટલાઈન પણ ઉમેરાઈ છે ત્યારે જો લાંબા અંતરની ટ્રેન મળે તો અત્રે સગવડ સચવાઈ જાય તેમ છે. પછી ભલેને અઠવાડિયામાં ત્રણ દિવસ ટ્રેન ફાળવાય અથવા તંત્રની સગવડ મુજબ ગોઠવણ કરે તો કચ્છના લોકોને હરિદ્વારની સીધી ટ્રેનનો લાભ મળે. હાલમાં લાખો ધર્મપ્રેમી ભાઈ-બહેનો ભુજથી અમદાવાદ કે અન્ય સ્થળોની ટ્રેન દ્વારા દિલ્હી અને પછી હરિદ્વાર પહોંચે છે, જેથી અનેક હાડમારીઓનો સામનો કરવો પડે છે. જો ભુજથી હરિદ્વારથી સીધી ટ્રેન મળે તો કચ્છની અંદાજે રપ લાખ જેટલી જનતાને ફાયદો થાય. આ માટે રેલ્વે મિનિસ્ટર, સાંસદ વિનોદ ચાવડા તથા રેલ્વે તંત્ર સમક્ષ સાંજના પુનિતવન ગ્રુપના સભ્યો નટવરભાઈ ઠક્કર, પી.વાય. ત્રિવેદી, ભુપેન્દ્ર મહેતા, પ્રદિપભાઈ દવે, મયુરભાઈ પુરોહિત, રમેશભાઈ વારા, ઉપેનભાઈ ભટ્ટ, બળવંતસિંહ જાડેજા, જગદીશભાઈ જરાદી, અમૃતલાલ શાહ, પ્રદિપભાઈ શાહ, ચીમનલાલભાઈ, કિરીટસિંહ જાડેજા વગેરે દ્વારા લેખિતમાં રજૂઆત કરાઈ છે.
----------

Comments

COMMENT / REPLY FROM