Trending News
સ્થાનિક સમાચાર

ભુજ બિલેશ્વર મહાદેવ મંદિર સંકુલના ભાડુઆતે મકાન ટ્રસ્ટને અર્પણ કર્યું

12 November


ભુજ - કચ્છઉદય : જીવનમાં આગળ વધવા માટે સંજોગોની નહી પણ નકકર નિર્ણયની જરૂર હોય છે. હમેશાં પોતાની અંદરની શકિત પર ભરોસો રાખીને એક પંકિતને સાર્થક કરી જાય છે કે એક સુખી જીવન જીવવા માટે માણસને સાધુ નહી, સીધુ થવાની જરૂર છે અને યોગી થવાની નહી, પણ ઉપયોગી થવાની જરૂર છે. આ પંકિતને સાર્થક કરતો એક અદ્દભૂત કિસ્સો તાજેતરમાં અહીંના બિલેશ્વર મહાદેવ મંદિર ખાતે થવા પામેલ હતો. 
બિલેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટ હેઠળ સંકુલના મકાનમાં છેલ્લા ૪૪ વર્ષથી ભાડુઆત તરીકે ઉપયોગ કરતાં જીગ્નેશ મોતીરામભાઇ ઠકકરે પોતાનું મકાન ટ્રસ્ટને નિઃ સ્વાર્થભાવે કોઇપણ જાતના વળતર વીના પરત કરી માનવતાનું ઉમદા કાર્ય કર્યું હતું. તેમની આ ઉદાર ભાવનાને બિરદાવીને મંદિરના ટ્રસ્ટીંગણ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. આ અવસરે ટ્રસ્ટના પ્રમુખ હરિભાઇ ઠકકર, ઉપપ્રમુખ હિતેશભાઇ ઠકકર, મંત્રી વિરાગભાઇ શેઠ, ટ્રસ્ટીગણ કેતનભાઇ ઠકકર, કિન્તુભાઇ ઠકકર, ગિરધરભાઇ ઠકકર વિગેરે જોડાયા હતા અને જીગ્નેશભાઇ પ્રત્યે આભારની લાગણી વ્યકત કરી હતી. 
-----

Comments

COMMENT / REPLY FROM