Trending News
સ્થાનિક સમાચાર

વરસાદથી ક્ષતિગ્રસ્ત રસ્તાઓના રિસર્ફેસીંગની કામગીરી શરૂ

12 November



ભુજ - કચ્છઉદય : ચોમાસા દરમિયાન કચ્છ જિલ્લામાં પડેલ ભારે વરસાદને કારણે રસ્તાની સપાટીને નુકશાન થઈ હતી. હાલમાં ચોમાસાની સિઝન પૂર્ણ થયા બાદ માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય) ભુજ દ્વારા તાત્કાલિક અસરથી ડામર પ્લાન્ટ શરૂ કરી રસ્તાના રીસર્ફેેસીંગની કામગીરી શરૂ કરવામાં આવેલ છે. માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય) ભુજ દ્વારા કચ્છ જિલ્લાના પત્રી - કુંદરોડી - છસરા, ધાવડા - વિથોણ, લુણવા - ચોપડવા તથા માંડવીથી માંડવી ઓલ્ડ પોર્ટ જેવા ઘણા રસ્તાઓ પર રીસર્ફેેસીંગની કામગીરી પ્રગતિમાં છે, જે ટુંક સમયમાં પૂર્ણ કરવામાં આવશે.
-----------

Comments

COMMENT / REPLY FROM