કચ્છ-ગુજરાત સહીત દેશમાં સ્લીપર સેલને ખુલ્લા પાડો : ઘરના ઘાતકી સિવાય આતંકી ઘટનાઓને અંજામ કેમ મળે ?
સામેપાર-પાકીસ્તાન-આતંકવાદી-હાફીઝ સઈદ- મસુદ અઝહરના નામો મોટાપાયે આવી ઘટનાઓમાં ઉછળે છે, પરંતુ શુ આ બધાય ભારતમાં આવીને આતંકી ઘટનાક્રમોને અંજામ આપે છે? આતંકીઓ તો અન્ય કોઈ જ હોય છે, પહેલગામ હુમલાની ઘટના બની, તે આતંકીઓ કયાથી આવ્યા? કયાં જતા રહ્યા? હજુ સુધી કોઈ અત્તોપત્તો નથી? શું સ્થાનિકના કોઈ મદદગાર વિના અવુ બને ખરૂ? ગુજરાતના ખડાલજના આતંકવાદીઓ હોય કે ફરીદાબાદ યા તો પછી દિલ્હી બ્લાસ્ટ આતંકી હુમલો હોય તો તેમને સ્થાનિકે તો કોઈને કોઈ મદદગાર રહ્યા જ હોય? આવા સ્લીપર સેલને શોધી-શોધીને નશ્યત કરવા દેશહિત માટે બની ગયુ છે પ્રાથમિક કામ
ગાંધીધામ : ભારતને વિશ્વ ગુરૂ સ્થાપિત કરવાની દીશામાં કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર ઘણે અંશે સફળતાપૂર્વક આગળ ધપી રહી છે ત્યારે દેશવીરોધી તાકાતોના પેટમાં પણ રીતસરનું તેલ જ રેડાઈ રહ્યુ હોવાની સ્થિતી સર્જાઈ છે. ભારતમાં ભાંગડોળ કરવા કે દેશમાં રકત વહેડાવવા માટે નાપાક તાકાતો મોટાપાયે અલગ અલગ મોરચેથી સક્રીય બનેલી જોવા મળી જ આવતી હોય છે દરમ્યાન જ તેની કડીના ભાગરૂપે જ પાછલા ત્રણથી ચાર દીવસ દરમ્યાન દેશમાં અલગ અલગ જગ્યાઓએ ગંભીર પ્રકારની નાપાક આતંકી ગતીવીધીઓ સિલસિલાવાર રૂપે બનવા પામી છે. આ તમામ ઘટનાઓનો જો જીણવટપૂૃકવ અભ્યાસ કરવામાં આવે તો સ્પષ્ટ જણાશે કે આ તત્વો કયાંક ને કયાંક સ્લીપર સેલ એટલે કે ભારતમાં રહી રહેલા ઘરના ઘાતકી, ગદ્વારોની મદદથી જ આવી મોટા ષડયંત્ર ઘડી રહ્યા હોય તેવુ ફલિત થઈ શકે તેમ છે. જેને હળવાશથી ન લઈ શકાય.
પ્રથમ ગુજરાતના ગાંધીનગર પાસેથી ત્રણ આતંકવાદીઓ પકડાયા, અને તેઓ કેમીકલ હુમલો કરવાની ફિરાકમાં હોવાનો ખુલાસો થયો, એટલુ માત્ર જ નહી પણ રાઈઝિનનામનુ એટલુ ગંભીર પ્રકારનુ કેમીકલ હતુ કે એક સાથે હજારો નહી લાખો લોકોને આ જહેરથી મોતના ઘાટ ઉતારી શકાય તેમ હતુ. આ અહેવાલોની હજુ સ્યાહી સુકાઈ પણ નથી કે હરીયાણામાં ફરીયાદાબાદમાંથી એક ડોકટર પાસેથી વિસ્ફોટકોનો મોટો જથ્થો, પિસ્તોલ સહિતના જથ્થાઓ ઝડપાવવા પામ્યા. આ બધુ જ મળ્યા છતા બાકી રહેતુ હોય તેમ દિલ્હીમાં મોટો બ્લાસ્ટ-ધડાકો થઈ ગયો જેમાં નવ લોકોના મોત થવા પામી ગયા છે.
ખૈર, આ ઘટનાઓ હેાય કે પછી અન્ય કેાઈ આતંકી ઘટનાઓ, એજન્સીઓ ઘટના બન્યા બાદ કામે લાગતી જ હોય છે તે જ રીતે આ બધાયમાં તપાસ તો કરશે જ પરંતુ અહી સવાલ એ થાય છે કે, ભારતમાં નાપાક આતંકી સ્લીપર સેલના વકરી ગયેલા નેટવર્કને ખુલ્લો પાડવાની જરૂર રહેલી છે. આવા હુમલાઓ થાય કે દેશવિરોધી ગતીવીધીઓ થતી હોય છે ત્યારે ત્યારે પાકીસ્તાનનુ નામ જોડાઈ જાય, કે પછી આઈએસઆઈ અને હાફીસ સેયદ કે અઝહર મસુદનાનામો જોડાઈ જતા હોય છે, એ બરાબર છે પરંતુ આ બધાયતો ભારતમાં આવીને ઘટનાને અંજામ આપતા નથી, તેમની કટ્ટરપંથી માનસિકતાઓ અને ઝહેરલી બોલ-વચનોથી જે આતંકીઓ ઉભા કરાય છે તે ભારતભરમાં અલગ અલગ રાજયોમાં સ્લીપર સેલની ભુમિકામાં જ રહેલા હોય છે. આપણા સૌની વચ્ચે જ આવા તત્વો હોવા ઉપરાંત પણ તેને સીધી રીતે પહેલી નજરે ઓળખી સકાતા નથી. કચ્છની જ વાત કરો તો આવા સ્લીપર સેલ એટલે કે ભારતમાં રહી અને સામેપાર માટે માહીતીઓ એકત્રીત કરવાથી લઈ અને બધું જ કામ કરનારા જાસુસો પાછલા ટુંકાભુતકાળમાં પણ અલગ અલગ રીતેપકડાયેલા જ છે. આ ઉપરાંત ઘટનાને અંજામ આપનારાઓના મદદગાર તરીકે પણ કયાંક ને કયાંક સ્થાનિકોની ભુમિકા રહેતી જ રહી છે.
.........
કચ્છથી લઈ અને દિલ્હી સુધી સમયાંતરે દેખાતા
આઈબી ફેલ્યુઅર સામે કેમ કડક કાર્યવાહી નહી?
ગુજરાત-અડાલજ-, હરીયાણા, ફરીયાદબાદથી લઈ અને દિલ્હી સુધીમાં આરડીએક્ષના જથ્થા એકત્રીત થઈ ગયા ત્યા સુધી આઈબીને ગંધ શુદ્ધા ન આવી? ભુજમાં પણ પોલીસ સ્ટેશન પર પથ્થરમારા માટે ર૦૦નું ટોળુ ત્રાટકી જવાની ઘટના બની ચૂકી છે, છતા આઈબીવાળાઓની સામે કોઈ જ પગલા લેવાનુ સામે કયારે આવતુ જોવા નથી મળ્યુ..!
કયા બની બેઠેલા આઈબીવાળાને કચ્છમાં ડિઝલદાણચોરી-લાકડાના ભુંસા-વેરા, વિવાદીત જમીનોના ડખ્ખાના ધંધા,યુરીયા ખાતરની ગેરકાયદેસર હેરફેર સહિતમાં છે સંડોવણી? દેશની સુરક્ષા-સલામતી ગઈ તેલ લેવા, આપણે ઘી-કેળા કેમ થાય છે ને? તેમાં જ કોણ છે રચ્યુંપચ્યું? : જાણકારોના સવાલો
ગાંધીધામ : દેશમાં કોઈ પણ સુરક્ષા-સલામતી તથા કાયદો વ્યવસ્થાઓનો ભંગ થાય તેવી છુપી કાર્યવાહી કયાંય પણ થતી હોય તો એ મામલે નજર રાખી અને તેનો સચોટ અહેવાલ સબંધિત પોલીસ વિભાગને તથા ઉચ્ચ કક્ષાએ આગોતરો જ મોકલવાની જવાબાદરી જે ઈન્ટેલીજન્સ બ્યુરોની રહેલી છે તે કયાંક ને કયાંક દેશસેવા કે ફરજનિષ્ઠાના બદલે પોતાના ધંધાકીય હિતમાં વધારે પડી ગયુ હોય તેવો વર્તારો પ્રબુદ્વવર્ગ નિહાળી રહ્યો છે. હાલમા પણ દિલ્હીમાં જે બ્લાસ્ટની ઘટના બની છે તેનાથી લઈ અને ગુજરાત કે હરીયાણાના ફરીદાબાદમાં જે ઘટના બની છે તે બધાયમાં કયાંક ને કયાંક આઈબી વિભાગ વધુ એક વખત ઉંધતુ જ રહી જવા પામયુ હોય તેમ દર્શાય છે. જાણકારો કહી રહ્યાછે કે અમુક તો બની બેઠલા આઈબીવાળાઓને દેશ ગયો તેલ લેવા, આપણે તો ઘી-કેળા થઈ રહ્યા છે ને? બેનામી ધંધાઓ હોય તો શું થયુ, આપણે ધમધમાવે રાખો? ડિજલ, ઓઈલ, લાકડાનો ભુસો, વિવાદીત જમીનોના ડખ્ખાઓમાં પડી જમીન હડપવી, યુરીયા ખાતરની ગેરકાયદેસર હેરફેર સહિતઓમાં પડી ગયેલા હોવાનુ મનાય છે. હવે જે આઈબીવાળાઓનું ધ્યાન આવા બેનામી ધંધાઓમાં જ પડયુ હોય તે દેશસેવાની ફરજ શુ નિભાવવાના હતા?
........

Comments