બુટલેગર શિવમ સામેની પ્રેસનોટ-એફઆઈઆરમાં દર્શાવેલા સ્થળોના વિરોધભાસથી ખાખીની ભુમિકા સામે સવાલ?કોને બચાવી લેવા છે?
શું શિવમે ગવલા પાસેથી દારૂ લીધો હતો?
ઉચ્ચ અધિકારીઓ તપાસ કરાવશે ખરા? : ગત રોજ બપોરે જાહેર થયેલી પ્રેસનોટમાં દર્શાવાયુ કે ઈનોવા ગાડી ભચાઉથી ગાંધીધામ તરફ આવી રહી હતી, અને એફઆરઆઈ દાખલ કરાઈ તેમાં દર્શાવાયુ છે કે, આ જ ગાડી ફ્રી ટ્રેડ ઝોનથી ભચાઉ તરફ જતી હતી ત્યારે પકડાઈ? શિવમની લાઈન તો બંધ છે,દારૂના તેના છાના ખેલ ખુલ્લા ન પડે તે માટે તો આવી કોઈ ગોઠવણો નથી થઈને? : આટલી મોટી ચુક તો કોઈ પોલીસવાળા કરે નહી? છતા વિષય તપાસનો છે, પ્રેસનોટ અને એફઆઈઆર બન્ને ક્રોસ કરાશે તો રચાયેલા કુડાળાઓ ખુલ્લા પડી જશે?
કાર્ગો અથવા કીડાણા વિસ્તારમાથી ૪પ પેટીઓ ભરાઈ હોવાની છે ચર્ચા : તપાસને ગેરમાર્ગો દોરવુ, મુળ બુટલેગરો-ખાખીના વહીવટદારોને આબાદ બચાવી લેવાની વેતરણ તો નથી ને?
ગાંધીધામ : પૂર્વ કચ્છ પોલીસ દ્વારા ગત રોજ બીયરના ટીન પકડવામાં આવ્યા છે. જેની પ્રેસનોટ ગતરોજ બપોરે જાહેર કરવામા આવી છે અને તેની સાથે જ એફઆરઆઈ પણ દાખલ કરાઈ છે. ઈનોવા ગાડીમાંથી આ દારૂનો જથ્થો પકડાયો છે. શિવમના હુલામણા નામે ઓળખાતા ગાડીના કબ્જેદારનુ નામ આ પ્રકરણમાં હાલતુરંત બહાર આવ્યુ છે. પરંતુ બીજીતરફ જાણકારો દ્વારા એવા સવાલો ઉભા કરવામા આવી રહ્યા છે કે બુટલેગર શિવમ સામેની પ્રેસનોટ-એફઆઈઆરમાં દર્શાવેલા સ્થળોમાં કેમ મોટો વિરોધાભાસ આવી જવા પામ્યો છે? શું આ કોઈ ચુક રહી ગઈ છે કે પછી ઈરાદાપૂર્વકની ગોઠવણો કરવામા આવી છે?
સત્તાવાર યાદી પોલીસે ગત રોજ જાહેર કરી છે તેમાં દર્શાવાયુ છે કે, એક સીલ્વર કલરની નંબર પ્લ્ટ વગરની ઈનોવા ગાડીમાં ધમેન્દ્રસિંહ ઉર્ફે શિવમ રહે. ભચાઉવાળો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરી ભચાઉથી ગાધીધામ તરફ આવી રહેલ છે. જે બાતમી આધારે એલસીબીની ટીમ વોચ ગોઠવી અને ઈનોવા કારમાથી પ્રાહી.નો જથ્થો ઝડપી પાડયો હોવાનુ દર્શાવાયુ છે. જયારે કે બીજીતરફ તા. ૧૧/૧૧/ર૦રપના રોજકરેલી એફઆઈઆરમાં પોલીસે સત્તાવાર રીતે દર્શાવ્યુ છે કે, એક સિલ્વર કલરનીનંબર પ્લેટ વગરની ઈનોવા ગાડી ધેમેન્દ્રસિંહ ઉર્ફે શિવમ નરેન્દ્રસિંહ જાડેજા રહે. ભચાઉ વાળાના કબ્જા ભોગવટાની ગાડીમાં ગે.કા. રીતે ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી ફ્રી ટ્રેડ ઝોનથી પાછો ભચાઉ ગાંધીધામ તરફ પૂરઝડપે હંકાર આવે છે. આ પ્રકારની વિરોધાભાસ પ્રેસ નોટ અને એફઆરઆઈને જોઈને જાણકારોમાં ભેદભરમ સાથે ચર્ચઓ ઉભી થવા પામી
ગઈ છે.

Comments