Trending News
સ્થાનિક સમાચાર

ટીમ કચ્છ જિલ્લા ભાજપનું ભરેલુ નારીયેળ ફુંટવાનું કાઉન્ટડાઉન : કોની લાગશે લોટરી?

12 November

મહામંત્રી પદ માટે ૯ નામો પ્રદેશમાં મોકલાયા




જૈન-લોહાણા, એસસી, બ્રાહ્મણ, ક્ષત્રીય સહિત જાત-જ્ઞાતિ, વિસ્તાર, ઝોન, રાજકીય મોભીઓ સહિતનાઓને સમાંતર રીતે જાળવીને નામો મોકલાયા : પ્રદેશ કક્ષાએથી જાહેરાતની 
ઘણાતી ઘડીઓ



૮મીએ પ્રદેશ નિરીક્ષકોએ જિલ્લાના અપેક્ષિત હોદેદારો સાથે બેઠકો કર્યા બાદ ર૦ સભ્યોની ટીમ માટેના નામો પ્રદેશ કક્ષાએ મોકલ્યા : મહત્વપૂર્ણ મહામંત્રી પદ માટે નવ નામોમાથી કયા ૩ને મળશે તક? ઉત્કંઠા સાથે 
રાજકીય ચર્ચાઓ તેજ



ગાંધીધામ : ગુજરાત ભાજપ સંગઠન સરંચનાની કાર્યવાહી તેજ બનાવવામા આવી છે. પ્રદેશ અધ્યક્ષશ્રી જગદીશ વિશ્વકર્માએ પણ ઝોનવાર પ્રવાસ કરી લીધો છે. જિલ્લા પ્રમુખોની તથા શહેરોની ટીમ માટેના પણ નિરિક્ષકોને મોકલી અને સેન્સ લઈ લેવામા આવ્યા છે. દરમ્યાન જ કચ્છમાં પણ તા. ૮મી નવેમ્બરના રોજ ભુજ મધ્યે કમલમ ખાતે ત્રણ નિરિક્ષકો શ્રી હીરેન હીરપરા, અશોક જોશી તથા કલ્પેશ શુકલા દ્વારા જીલ્લા ભાજપના અપેક્ષિત પદાધિકારીઓ સાથે બેઠક યોજી અને ટીમ દેવજીભાઈ વરચંદ માટેના નામોને લઈને પરામર્શ કરી લીધા છે. આ મામલે મળતી વધુ વિગતો અનુસાર કચ્છમાં દેવજીભાઈની ટીમમાં ર૦ જેટલા સભ્યોનો સમાવેશ કરવામા આવનાર છે. જેમા સૌથી વધુ મહત્વપૂર્ણ પદ  મહામંત્રીના રહેલા છે. ત્રણ મહામંત્રીઓ ભાજપના માળખા અનુસાર રહે છે. કચ્છમાં પણ ત્રણ મહામંત્રીના પદો માટે અંદાજીત નવ જેટલાઓ નામો ચર્ચામાં આવ્યા છે અને તે નામોને પ્રદેશ સ્તરે મોકલવામા આવ્યા છે જેમાથી અંતિમ ત્રણ નામોની ટુંક જ સમયમાં જાહેરાત થવાની સંભાવના રાજકીય વર્તુળો જોઈ રહ્યા છે. 
કચ્છમાં મહામંત્રી પદે ફેરફારોને શકયતાઓ જોવાઈ રહી છે અને જે નામો મોકલવામા આવયા છે તેમાં લોહાણા, જૈન, એસસી, ક્ષત્રીય, બ્રાહ્મણ સહિતના જાતિ-જ્ઞાતિના સમીકરણોને ધ્યાને રખાયા હોવાનુ મનાય છે. આ ઉપરાંત વિસ્તારને પણ આ ટીમમા મોકલાયેલા નામોમા ધ્યાને રાખવામ આવ્યુ છે. જિલ્લાના રાજકીય બેડામાં વિવિધ નામોની ચર્ચાઓ પણ તેજ બનેલી છે ત્યારે હવે ટીમ દેવજીભાઈ વરચંદની જાહેરાતોનું પણ આંતરીક રીતે કાઉન્ટડાઉન શરૂ થવા પામી ગયુ હોવાનો વર્તારો સામે આવવા પામી ગયો છે. કોની લોટરી લાગે છે તે તો ભરેલુ નારીયેળ ખુલશે એટલે કે જાહેરાત થયા બાદ જ ખ્યાલ આવી શકશે પરંતુ હાલમાં રાજકીય બેડામાં જો અને તોના સમીકરણોની ચર્ચાઓ ભારે વેગ પકડી ચુકી છે.



 

Comments

COMMENT / REPLY FROM